Rain Video : છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, સૌથી વધુ ભાવનગરના મહુવામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ભાવનગરના મહુવામાં 6.9 ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરના ઉમરાળામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

આ તરફ ભાવનગરના જેસરમાં 3.8 ઈંચ વરસાદ નોંધાયો છે. ભાવનગરના પાલિતાણામાં 3.2 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ બોટાદના ગઢડામાં 3.2 ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરના શિહોરમાં 3 ઈંચ વરસાદ વરસ્યો નોંધાયો છે. 12 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત 38 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
વડોદરામાં વરસ્યો ધોધમાર વરસાદ
બીજી તરફ વડોદરામાં એક ઈંચ વરસાદ વરસતા પૂર્વ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે.હાઈવેની કાંસ પરના દબાણો દૂર કરવાની કામગીરી રોકી દેવાતા રોષનો માહોલ જોવા મળ્યો છે. વોર્ડ-4ના કાઉન્સિલરે સ્થિતિને લઈ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો છે. મેયર અને સ્થાયી અધ્યક્ષના વોર્ડમાં પાણીને લીધે સૌથી વધુ હાલાકી થઈ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પૂર્વ વિસ્તારની 42 સોસાયટીમાં એકથી બે ફૂટ પાણી ભરાયા હોવાની પ્રાથમિક માહિતી છે.