Surat : કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર અંગે સૂત્રોનો મોટો ખુલાસો, રેલવે કર્મી જ આરોપી, જુઓ Video
સુભાષ પોદારે પ્રમોશન મેળવવા યોજના બનાવી હોવાનો મોટો ખુલાસો થયો છે. NIAની ટીમને સૌપ્રથમ સુભાષ ઉપર જ શંકા ગઇ હતી. ઘટના પ્રકાશમાં આવી તે પહેલા 3 ટ્રેન પસાર થઇ હતી. ત્રણેય ટ્રેનના લોકો પાયલોટને કોઇપણ શંકાસ્પદ વસ્તુ નજર નહોતી આવી.
સુરતમાં બે દિવસ પહેલા કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર સામે આવ્યુ હતુ. આ મામલામાં મોટો ખુલાસો સામે આવ્યો છે. સૂત્રો દ્વારા માહિતી મળી છે કે ઘટનાને પ્રથમ જોનાર રેલકર્મી સુભાષ પોદાર જ આરોપી છે. સુભાષ પોદારે પોતે જ પેડ લોક કાઢ્યા હતા.
સુભાષ પોદારે પ્રમોશન મેળવવા યોજના બનાવી હોવાનો મોટો ખુલાસો થયો છે. NIAની ટીમને સૌપ્રથમ સુભાષ ઉપર જ શંકા ગઇ હતી. ઘટના પ્રકાશમાં આવી તે પહેલા 3 ટ્રેન પસાર થઇ હતી. ત્રણેય ટ્રેનના લોકો પાયલોટને કોઇપણ શંકાસ્પદ વસ્તુ નજર નહોતી આવી. કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી ત્યારે આ સત્ય બહાર આવ્યુ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની પણ આ ઘટના પર ખાસ નજર છે.
પોલીસે સુભાષ પોદાર, મનિષ મિસ્ત્રી, શુભમ જયસ્વાલની ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરેલા 3 પૈકી 2 રેલવેના કર્મચારીઓ જ છે. એવોર્ડ અને પ્રમોશન મેળવવા રેલવે કર્મચારીઓએ ષડયંત્ર રચ્યું હતુ. સુભાષ પોદારે પોતે જ પેડ લોક કાઢ્યા હતા. 2 ફિશ પ્લેટ અને 71 પેડ લોક ખોલી દેવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે સુરતના કીમ-કોસંબા રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ ખુલ્લા મળ્યા હતા.એટલું જ નહીં 71 જેટલાં લોખંડના પેડ લોક પણ કાઢી દેવાયાનું સામે આવ્યું. જો કે પેટ્રોલિંગ કરી રહેલી રેલવે સુરક્ષા ફોર્સના ધ્યાને આ વાત આવી અને તાત્કાલિક ધોરણે ટ્રેક પર ટ્રેનનું આવાગમન રોકી દેવાયું હતુ.રેલવે સુરક્ષા ફોર્સની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી.ઝડપથી સમારકામ હાથ ધરીને રેલવે ટ્રેકને પૂર્વવત કરવા પ્રયાસો હાથ ધરાયા હતા.