Valsad Rain : ઔરંગા નદીના પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા, 150 લોકોનું કરાયુ સ્થળાંતર, જુઓ Video
વલસાડ શહેરમાં ઔરંગા નદીના પાણી ઘુસ્યા ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળવાનું શરૂ થતાં તંત્ર એલર્ટ પર જોવા મળ્યુ છે. કાશ્મીર નગર વિસ્તારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે.
વલસાડમાં ભારે વરસાદને પગલે ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે. વલસાડ શહેરમાં ઔરંગા નદીના પાણી ઘુસ્યા ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળવાનું શરૂ થતાં તંત્ર એલર્ટ પર જોવા મળ્યુ છે. કાશ્મીર નગર વિસ્તારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ફાયર વિભાગ, પોલીસની મદદથી તંત્રએ સ્થાનિકોનું સ્થળાંતર હાથ ધર્યું છે. 150થી વધુ લોકોને શેલ્ટર હોમ ખસેડવામાં આવ્યા છે. વલસાડના મામલતદાર, નગરપાલિકાના કર્મીઓએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે.
40 ગામનો જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ
વલસાડ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ શહેરને 40 ગામ સાથે જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે. કૈલાશ રોડ બ્રિજ ઉપર ઔરંગા નદીના પાણી ફરી વળ્યા છે. 40 ગામને જોડતો મુખ્ય માર્ગ બંધ થતા સ્થાનિકોને હાલાકીનો સામે કરવો પડ્યો છે.
Latest Videos
Latest News