Bhavanagar Video: ભાવનગર મનપામાં 26 મહિલા કોર્પોરેટર છતા મહિલાઓના કામ થતા ન હોવાનો વિપક્ષનો આક્ષેપ
ભાવનગર મનપામાં 52માંથી 26 મહિલા કોર્પોરેટર છે.જેમાં 22 ભાજપના મહિલા કોર્પોરેટર છે. છતાં મહિલાઓના કામ ન થતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.તો 26 મહિલા કોર્પોરેટરમાંથી ગયા અઢી વર્ષમાં માત્ર 3 મહિલા કોર્પોરેટરોએ જ સાધારણ સભામાં લોકોના પ્રશ્નો અંગે અવાજ ઉઠાવ્યો છે.જ્યારે પાંચ મહિલા કોર્પોરેટરોએ બોર્ડમાં અથવા સ્ટેન્ડિંગ કમિટીમાં પેટા પ્રશ્નો પૂછીને પોતાની હાજરી નોંધાવી.
Bhavanagar : પ્રજા પ્રતિનિધિઓને તેના વિસ્તારના કામો અને પ્રશ્નોના નિરાકરણ માટે ચૂંટે છે. પરંતુ જો આ પ્રતિનિધિઓ જ પ્રશ્નો ના ઉઠાવે તો આવી જ કંઇક સ્થિતિ ભાવનગર મહાનગરપાલિકામાં જોવા મળી રહી છે કે જ્યાં કોર્પોરેટરોને પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં કોઈ રસ જ નથી. ભાવનગર મનપામાં 52માંથી 26 મહિલા કોર્પોરેટર છે. જેમાં 22 ભાજપના મહિલા કોર્પોરેટર છે.
છતાં મહિલાઓના કામ ન થતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે તો 26 મહિલા કોર્પોરેટરમાંથી ગયા અઢી વર્ષમાં માત્ર 3 મહિલા કોર્પોરેટરોએ જ સાધારણ સભામાં લોકોના પ્રશ્નો અંગે અવાજ ઉઠાવ્યો છે. જ્યારે પાંચ મહિલા કોર્પોરેટરોએ બોર્ડમાં અથવા સ્ટેન્ડિંગ કમિટીમાં પેટા પ્રશ્નો પૂછીને પોતાની હાજરી નોંધાવી.
તો 18 જેટલા મહિલા કોર્પોરેટરોએ પ્રજાના પ્રશ્નો અંગે અવાજ ઉઠાવવાના બદલે માત્ર હાજરી પુરાવી પોતાના પગાર ભથ્થાથી મતલબ રાખ્યો છે. જે જનરલ સભાની મિનિટ્સના અભ્યાસ પરથી સામે આવ્યું છે. ભાવનગરમાં 50 ટકા મહિલા અનામત છે.
ભાવનગરમાં 50 ટકા મહિલા અનામત
આ મુદ્દે વિપક્ષ કોર્પોરેટરનો આક્ષેપ છે કે બહુમતી ન હોવાથી અમને પ્રશ્નો જ પૂછવા દેવામાં નથી આવતા. મહિલાઓની સમસ્યાને લગતા કોઈ કામો મૂકીએ તો કોઈ ધ્યાન ન આપતું હોવાનો આક્ષેપ કર્યો છે. વધુમાં કહ્યું કે ભાવનગરની મહિલાઓના સમસ્યાઓની ચિંતા હોવા છતાં અમારી સત્તાના અભાવે અમે કંઈ કરી શકતા નથી.
તો બીજી તરફ ભાજપના કોર્પોરેટર અને ડેપ્યુટી મેયર મીના પારેખે જણાવ્યું હતું કે મારા વોર્ડમાં જ અમુક પ્રશ્નો સ્થાનિક નિવારણ થઈ જતાં હોવાથી અમે પ્રશ્નો નથી ઉઠાવતા.મહિલાઓની સમસ્યા માટે અમે તમામ કામ કરી રહ્યા છીએ.
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો