Bhavanagar : યુવરાજસિંહે ફરી એક વાર કર્યો મોટો ઘટસ્ફોટ, આજે ભાવનગર SOG કચેરીમાં થશે હાજર, જુઓ Video
આજે યુવરાજસિંહ બપોરે12 વાગે ભાવનગર પોલીસ સમક્ષ નિવેદન નોંધાવશે. યુવરાજસિંહ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવે તે પહેલા Tv9 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી છે. જેમાં તેમણે ફરી એક વાર અનેક ચોકાવનારા ખુલાસાઓ કર્યા છે. જુઓ સનસનીખેજ ખુલાસાનો વીડિયો.
ડમી ઉમેદવાર કૌભાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આજે પોલીસ સમક્ષ હાજર થવાના છે. યુવરાજસિંહ જાડેજા આજે બપોરે 12 વાગ્યે ભાવનગર SOG કચેરીમાં હાજર થવાના છે. પોલીસ સમક્ષ હાજર થતાં પહેલા યુવરાજસિંહે ફરી એક વખત મોટો ઘટસ્ફોટ કર્યો છે. યુવરાજસિંહે ડમી કાંડમાં અનેક મોટા મગરમચ્છોની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો છે. યુવરાજસિંહે જણાવ્યું કે હું ભાવનગર પોલીસ સમક્ષ હાજર થઇશ અને તેના તમામ સવાલોના જવાબ આપીશ.
આ પણ વાંચો : Bhavanagar : વિદેશી નાગરિકો સાથે ઠગાઈ કરતું કોલ સેન્ટર ઝડપાયુ, 3 આરોપીની કરી ધરપકડ
આ સાથે જ યુવરાજસિંહે જણાવ્યુ કે “હું ડમી કાંડમાં મોટા નેતાઓ અને મંત્રીઓના નામ સાથે ખુલાસો પણ કરીશ” યુવરાજસિંહે આક્ષેપ કર્યો કે નેતાઓની રહેમનજર હેઠળ જ આ કૌભાંડ ચાલે છે. મારી પાસે આ વાત સાબિત કરવાના તમામ પુરાવાઓ છે. પરંતુ જો એક આરોપી તરીકે મારે જવાબ લખાવવાનો હોય, તો હું જે નેતાઓના નામ આપું તેમના નિવેદન પણ લેવાવા જોઇએ. યુવરાજસિંહે દાવો કર્યો કે આ કૌભાંડ છેક વર્ષ 2004થી ચાલ્યું આવે છે. આ કૌભાંડમાં ફક્ત 36 આરોપી જ નથી, અનેક લોકોની સંડોવણી છે.
ભાવનગર SOG કચેરીમાં આજે થશે હાજર
ભાવનગરના ચકચારી ડમી કાંડમાં યુવરાજસિંહ જાડેજા વિરૂદ્ધ પણ નાણાકીય વ્યવહારના આક્ષેપો થયા છે. જેને લઇને ભાવનગર SOGએ સીઆરપીસીની કલમ 160 મુજબ યુવરાજસિંહને 19 એપ્રિલે હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું. પરંતુ યુવરાજસિંહે તેમની તબિયત લથડી હોવાનું કારણ જણાવી હાજર રહ્યા નહોતા. જે બાદ યુવરાજસિંહે પોલીસ સમક્ષ હાજર થવા 10 દિવસનો સમય માગ્યો હતો. પરંતુ પોલીસે યુવરાજસિંહને શુક્રવારે બપોરે 12 વાગ્યે હાજર થવાનું નવું સમન્સ પાઠવ્યું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
