Bhavanagar : ઉદ્ધાટનની રાહે સરકારી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાઈ રહી હતી ધૂળ! ટીવી નાઈનના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું, જુઓ Video
ભાવનગરવાસીઓને ગંભીરથી ગંભીર બીમારી માટે અન્ય અમદાવાદ, રાજકોટ જવું ન પડે તે માટે રાજ્ય સરકારે સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી છે. આ નવી નક્કોર હોસ્પિટલ માટે 200 કરોડ રૂપિયા પણ ખર્ચ્યા છે
Bhavanagar : ભાવનગરવાસીઓને ગંભીરથી ગંભીર બીમારી માટે અન્ય અમદાવાદ, રાજકોટ જવું ન પડે તે માટે રાજ્ય સરકારે સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી છે. આ નવી નક્કોર હોસ્પિટલ માટે 200 કરોડ રૂપિયા પણ ખર્ચ્યા છે. પરંતુ દોઢ વર્ષ થઇ ગયા હોવા છતાં હોસ્પિટલને તાળા લાગેલા છે. આ સમગ્ર મામલે Tv9ની ટીમે અહેવાલ દર્શાવ્યો બાદ તંત્ર દોડતું થયું છે.
આ પણ વાંચો : Bhavanagr : શાકભાજીના ભાવમાં ઘટાડાથી ગૃહિણીઓ આનંદિત, ખેડૂતોને આવ્યો રોવાનો વારો
આ અહેવાલ બાદ આરોગ્ય વિભાગે સ્થાનિક તંત્ર પાસે જવાબ માગ્યો છે. અને દોઢ વર્ષથી હોસ્પિટલ કેમ શરૂ નથી થઇ તે અંગેના કારણો સાથે અહેવાલ મગાવ્યો છે. હાલ સમગ્ર મામલે ચર્ચા છે કે, સ્ટાફની અછત અને ઉદ્ધાટનની રાહ જોવાતી હોવાથી લોકોને સુવિધાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ કર્યો વિરોધ
તો Tv9ના અહેવાલ બાદ કોંગ્રેસ પણ આકરાપાણીએ આવી ગયા છે. આ પહેલા ભાવનગર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પણ વિરોધમાં ઉતરી ગયા હતા. અને હોસ્પિટલ તાત્કાલિક શરૂ કરવા માગ કરી હતી. સ્થાનિક કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ છે કે, મોટા નેતા કે પ્રધાન ઉદ્ધાટન કરે તેની રાહ જોવાઇ રહી છે. એટલું જ નહિં હોસ્પિટલ માટે ડૉક્ટર સહિતનો સ્ટાફ પણ ભરવામાં આવ્યો નથી. આ ઉપરાંત કોંગ્રેસના સ્થાનિક નેતાઓનો આક્ષેપ છે કે, ખાનગી ડૉક્ટરને ફાયદો પહોંચાડવા માટે આ સરકારી અત્યાધુનિક હોસ્પિટલ શરૂ કરવામાં આવી નથી.
તો ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અને કહ્યુ કે, પ્રજાના ટેક્સના રૂપિયાથી જ આ અત્યાધુનિક સુવિધા વાળી હોસ્પિટલ બનાવી છે. અને લોકોને જ સારવારથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. તેથી સરકારે જવાબ આપવો જ પડશે.
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો