Navsari : પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં સાંસદ દિશા દર્શન કાર્યક્રમ યોજાયો, જુઓ Video
સરકારની યોજના લોકો સુધી પહોંચે તેને માટે ભારતીય જનતા પાર્ટી વિવિધ ગામ અને શહેરોમાં લોકસંપર્ક કરે છે. આ દરમ્યાન સરકારી યોજનાની જાણકારી ઘરે ઘરે પહોંચી લોકોને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે નવસારી જિલ્લા સાંસદ દિશા દર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સાથે નવસારીમાં નિરાધાર સ્ત્રી પુરુષોને ઘરે ઘરે જઈને શોધી તેમને દર મહિને મળવાપાત્ર યોજનાઓનો લાભ અપાવ્યો હતો.
નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં આજે નવસારી જિલ્લા સાંસદ દિશા દર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમાંમમાં નવસારી જિલ્લાની નિરાધાર સ્ત્રી પુરુષોને સહાય આપવાની ચાર જેટલી યોજનાઓના 6000 લોકોને સહાય વિતરણના પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Navsari : જાહેરમાં ખુલ્લી તલવાર વડે રોમિયોગીરી કરવી યુવાનને પડી ભારે, પોલીસે કરી ધરપકડ, જુઓ Video
રાજનીતિની સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને વહીવટી તંત્ર મળીને નિરાધાર સ્ત્રી પુરુષોને ઘરે ઘરે જઈને શોધી તેમને દર મહિને મળવાપાત્ર યોજનાઓનો લાભ અપાવ્યો હતો. સાંસદ સીઆર પાટીલે પોતાના વક્તવ્યમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની વાતો કરી હતી અને યોજનાઓ લાગુ કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી જનહિતના કામો કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
