AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘર ઘરમાં ‘અનુપમા’થી જાણીતી બનેલી રૂપાલી ગાંગુલીએ પોરબંદરમાં મનસુખ માંડવિયા માટે કર્યો અનોખો પ્રચાર- Video

ગુજરાતમાં 7મી મેએ મતદાન થવાનુ છે ત્યારે તમામ ઉમેદવારો મતદારોને રિઝવવા માટે તાકાત લગાવી રહ્યા છે. પોરબંદરથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા અનોખી રીતે પ્રચાર કરી રહ્યા છે. જેમા ક્યારેક તેઓ નેસડામાં જઈને છાશનું વલોણુ વલોવતા જોવા મળે તો ક્યારેક સવારે પ્રભાત ફેરીમાં જોડાય છે. આજે મનસુખ માંડવિયા માટે પ્રચારમાં ટીવી એક્ટ્રેસ અને ઘર ઘરમાં અનુપમાથી જાણીતી બનેલી રૂપાલી ગાંગુલીએ માંડવિયા માટે પ્રચાર કર્યો અને ભાજપને જીતાડી મોદી સાહેબના હાથ મજબુત કરવા અપીલ કરી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2024 | 5:32 PM
Share

ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અંતિમ ઘડીના ચૂંટણી પ્રચારમાં ભાજપે એડીચોટીનું જોર લગાવ્યુ છે. પોરબંદર લોકસભા બેઠક અંકે કરવા મનસુખ માંડવિયાએ રોડ શો યોજ્યો, માંડવિયાના રોડ શોમાં ટીવી સિરિયલ અભિનેત્રી રૂપાલી ગાંગૂલી આકર્ષણનું કેન્દ્ર બની. જાણીતી ટીવી સિરિયલ અનુપમાની અભિનેત્રી રૂપાલી ગાંગૂલીએ મનસુખ માંડવિયા વતી રોડ શો યોજ્યો હતો. જેમા મોટી સંખ્યામાં લોકો અભિનેત્રીને જોવા ઉમટ્યા હતા. રોડ શો બાદ માંડવિયાએ દાવો કર્યો કે ઠેરઠેરથી ભારે જનસમર્થન મળી રહ્યું છે તો રૂપાલી ગાંગૂલીએ મતદારોને ઘરની બહાર નીકળીને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી.

મુખરડા ગામે પ્રભાત ફેરીમાં જોડાયા માંડવિયા

લોકસભા ચૂંટણીમાં ગુજરાતની બેઠકોમાં હેટ્રિક મારવા માટે ભાજપના નેતાઓ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. મનસુખ માંડવિયાએ તેમના અનોખા પ્રચાર માટે કર્યો. આ અગાઉ શુક્રવારે તેઓ મુખરડા ગામે વહેલી સવારે પ્રભાત ફેરીમાં જોડાયા અને પ્રચારને વધુ વેગવંતો બનાવ્યો. મનસુખ માંડવિયાએ પ્રભાત ફેરીમાં જોડાઇને ગામડે-ગામડે જઇ મતદારોને અપીલ કરી કે ભાજપને મત આપીને વિજયી બનાવે. મહત્વનું છે, માંડવિયાએ મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી. અહીં, તેમણે પુષ્પ અર્પણ કર્યા. જે બાદ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ગાંધીજીએ આઝાદી પહેલા પ્રભાત ફેરીના માધ્યમથી રાષ્ટ્રવાદ અને એકતાની હુંકાર કરી હતી. ત્યારે, જૂની પરંપરા મુજબ માંડવિયાએ પણ મતદારોને રીઝવવા પ્રયાસ કર્યા.

નેતાજીનો પ્રચાર, ગામડાના રંગે રંગાયા માંડવિયા

કહેવાય છે કે ગામડામાં જાઓ તો ગ્રામજનો જેવા થઇને રહેવું પડે. કદાચ આ વાત પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા બરોબર જાણે છે,આથી જ ચૂંટણી પ્રચાર દરમિયાન બરડા ડુંગરના સાત વિરડામાં માંડવિયાનો ગ્રામ્ય અંદાજ જોવા મળ્યા. વિવાદોમાં વિપક્ષને વલોવી નાખતા માંડવિયાએ, સાત વિરડા નેસમાં પ્રચાર દરમિયાન છાશનું વલોણું વલોવ્યું. ડાઇનિંગ ટેબલ પર બેસીને જમવા ટેવાયેલા માંડવિયા અહીં અલગ જ મૂડમાં જોવા મળ્યા. માંડવિયાએ વડીલો સાથે જમીન પર બેસીને દેશી ભોજનની મજા માણી. જમીન પર આસન, તો લાકડાના પાટલા પર થાળી. થાળીમાં રોટલો તો છાશનો વાટકો. ગુજરાત, પંજાબી વાનગીના શોખીન માંડવિયા છાશને રોટલાનો આસ્વાદ માણતા જોવા મળ્યા. અગાઉ માંડવિયાનો આવો અંદાજ ક્યારેય જોવા નથી મળ્યો. મનસુખ માંડવિયાનો આ અંદાજ, ચૂંટણી પ્રચારનો એક અનોખો રંગ દર્શાવે છે…માંડવિયા પીઢ નેતા છે આથી એમને ખ્યાલ છે કે ક્યારે કોની સાથે કેવી રીતે ભળી જવું.

Input Credit- Hitesh Thakrar- Porbandar

આ પણ વાંચો: પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">