અમરેલીના ખાંભામાં પશુ ચરાવતા માલધારી યુવક પર સિંહે કર્યો હુમલો, હોસ્પિટલમાં દાખલ
માલધારી યુવાન પોતાના પશુને બચાવવા જતા સિંહે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. માલધારી યુવકને સિંહના હુમલાથી કમર અને હાથના ભાગે ઈજાઓ થતા સારવાર અર્થ સૌ પ્રથમ ખાંભા અને ત્યાર બાદ અમરેલી ખસેડાયો હતો.
અમરેલી જિલ્લાના ખાંભાના ગીદરડી ગામે સિંહે એક માલધારી યુવક પર હુમલો કરીને ગંભીર રીતે ઘાયલ કર્યો છે. આ સમગ્ર કિસ્સાની સામે આવેલ વિગતો અનુસાર, ખાંભાના ગીદરડી ગામે એક માલધારી પશુ ચરાવતો હતો. તે સમયે સિંહે આવીને વાછરડી પર હુમલો કર્યો હતો. સિંહના હુમલાથી વાછરડીને બચાવવા ગયેલા માલધારી યુવક પર સિંહે હુમલો કર્યો હતો.
માલધારી યુવાન પોતાના પશુને બચાવવા જતા સિંહે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. માલધારી યુવકને સિંહના હુમલાથી કમર અને હાથના ભાગે ઈજાઓ થતા સારવાર અર્થ સૌ પ્રથમ ખાંભા અને ત્યાર બાદ અમરેલી ખસેડાયો હતો. વન વિભાગના સ્ટાફ દ્વારા, ઘટના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એક સિંહણે પણ બાળકીને ફાડી ખાધી હતી. જેને વન વિભાગના અધિકારીઓએ પાંજરે પુરી છે.
Published on: Nov 05, 2024 03:42 PM
Latest Videos