રાજકોટમાં પરશોત્તમ રૂપાલાની સભા બહાર ક્ષત્રિય મહિલાઓનું વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે કરી ઝપાઝપી- જુઓ Video

પરશોત્તમ રૂપાલાના નિવેદનથી ભડકેલો ક્ષત્રિય સમાજનો રોષ હજુ શાંત થયો નથી. બે વાર માફી માગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજ આ બાબતે નમતુ જોખવાના મૂડમાં નથી અને પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે. આજે રાજકોટમાં આયોજિત પરશોત્તમ રૂપાલાની સભામાં પણ ક્ષત્રિય મહિલાઓ વિરોધ કરવા પહોંચી હતી.

Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 11, 2024 | 9:36 PM

છેલ્લા કેટલાય દિવસોથી ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલા સામે આકરા પાણીએ છે અને રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માગ કરી રહ્યો છે. રૂપાલાની આજે રાજકોટમાં આજે 150 ફુટ રિંગ રોડ પર ચૂંટણીસભા યોજાઈ હતી. જેમા ક્ષત્રિય સમાજની મહિલાઓ સભા સ્થળે વિરોધ કરવા પહોંચી હતી. જો કે આ મહિલાઓને પોલીસે બહારથી જ રોકી લીધી હતી. ક્ષત્રિય સમાજની મહિલાઓએ પોલીસકર્મી મહિલાઓ સાથે પણ ઝપાઝપી કરી હતી. પોલીસે રોકવા છતા તેઓ અંદર જવાની કોશિશ કરી રહ્યા હતા આ દરમિયાન મહિલા પોલીસકર્મીઓ અને ક્ષત્રિય સમાજની મહિલાઓ વચ્ચે ઝપાઝપીના દૃશ્યો સામે આવ્યા હતા.

બાદમાં પોલીસે વિરોધ કરવા આવેલ ક્ષત્રિય સમાજની મહિલાઓની અટકાયત કરી હતી. આ વિવાદને 19 દિવસ વિતવા છતા હજુ શાંત થયો નથી. ના તો સમાધાનની કોઈ ફોર્મ્યુલા જોવા મળી રહી છે. બીજી તરફ રૂપાલા પણ હાલ જે પ્રકારે પ્રચાર કરી રહ્યા છે તેને જોતા ભાજપ પણ ઉમેદવાર બદલવાના મૂડમાં જણાતી નથી. ચૂંટણીને આડે હવે 25 દિવસ જેટલો સમય બાકી છે અને 14 એપ્રિલે ક્ષત્રિય સમાજનું રતનપર ગામે મહાસંમેલન મળવાનું છે. ત્યારે જોવુ રહ્યુ કે આ મુદ્દે સમાધાન સધાય છે કે કેમ !

આ પણ વાંચો: રાજ્ય પર ફરી ઘેરાયુ માવઠાનું સંકટ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી, આ દિવસોમાં ગાજવીજ થશે વરસાદ- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">