રાજ્ય પર ફરી ઘેરાયુ માવઠાનું સંકટ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી, આ દિવસોમાં ગાજવીજ થશે વરસાદ- Video
રાજ્યમાં ધરતીપુત્રોની મુશ્કેલી વધી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી માવઠુ થવાની આગાહી કરી છે. રાજ્યમાં 12 થી 15 એપ્રિલ દરમિયાન પ્રિમોન્સુન એક્ટિવિટી સક્રિય થતા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
ગુજરાત પર ફરી માવઠાનો ખતરો મંડરાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 13 અને 14 એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે કાળઝાળ ગરમી પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જવાની સંભાવના છે અને રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ થવાની પણ ભીતિ સેવાઈ રહી છે.
12 થી 15 એપ્રિલ દરમિયાન થશે માવઠુ – અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં 12 થી 15 એપ્રિલ સુધીમાં પ્રિ-મોન્સુન એક્ટીવિટીને કારણે ગાજવીજ સાથે માવઠું થશે. આ દિવસો દરમિયાન વહેલી સવારે અને બપોર પછી પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. 18 તારીખે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. 16 એપ્રિલથી ગરમી વધશે. અમદાવાદ, વડોદરા, પંચમહાલ, જૂનાગઢ, અમરેલી, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આકરી ગરમીની સંભાવના વ્યક્ત કરી છે. સરેરાશ ગરમીનો પારો 43 ડિગ્રી સેલ્શિયસ રહેશે.