Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા આવશે ગુજરાત, જાણો ક્યા અને કેટલા વાગે કરશે મતદાન

Video : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા આવશે ગુજરાત, જાણો ક્યા અને કેટલા વાગે કરશે મતદાન

Kinjal Mishra
| Edited By: | Updated on: May 03, 2024 | 1:53 PM

7 મી મેના રોજ ગુજરાતભરમાં મતદાન થવાનું છે જેને લઈને 1 અને 2 મેના રોજ પીએમ મોદી ગુજરાતની 14 લોકસભા બેઠકો પર જંગી પ્રચાર કર્યો હતો. જે બાદ તે ગુજરાતથી સીધા કોલકાતા જવા રવાના થયા હતા. જો PM મોદી ફરી એકવાર ગુજરાત આવવાના છે તમને જણાવી દઈએ કે 7મી મેના રોજ વડાપ્રધાન મતદાન કરવા ગુજરાત આવશે.

લોકસભાની ચૂંટણીને લઈને દેશભરનું રાજકારણ ગરમાયું છે. અલગ અલગ પાર્ટીઓ મતદારોને રિઝવવાના પ્રયાસમાં લાગી છે, ત્યારે હવે ટૂંક સમયમાં જ એટલે કે 7 મી મેના રોજ ગુજરાતભરમાં મતદાન થવાનું છે. જેમાં મતદાન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવવાના છે .

PM મોદી મતદાન કરવા આવશે ગુજરાત

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઈને 1 અને 2 મેના રોજ પીએમ મોદી ગુજરાતની 14 લોકસભા બેઠકો પર જંગી પ્રચાર કર્યો હતો. જે બાદ તે ગુજરાતથી સીધા કોલકાતા જવા રવાના થયા હતા. જો PM મોદી ફરી એકવાર ગુજરાત આવવાના છે, તમને જણાવી દઈએ કે 7મી મેના રોજ વડાપ્રધાન મતદાન કરવા ગુજરાત આવશે.

જાણો વડાપ્રધાન મોદી ક્યા મતદાન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદથી મતદાન કરવાના છે, તમને જણાવી દઈએ કે પીએમ 7મી તારીતે સવારે 7.30 કલાકે રાણીપની નિશાન વિદ્યાલયમાં પીએ મોદી પોતાનો મત આપવા ગુજરાત આવશે. ત્યારે હવે ફરી પીએમના ગુજરાતમાં આગમનને લઈને અગાઉથી જ સમગ્ર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

હવે ગુજરાતમાં મતદાનને માત્ર 3 દિવસ બાકી છે, ત્યારે ગુજરાત આંખુ મતદાનના દિવસની રાહ જોઈ રહ્યું છે . અહીં અમદાવાદની જનતા સાથે ખુદ દેશના વડાપ્રધાન મતદાન કરવા પહોંચશે.

તમને જણાવી દઈએ કે પીએ મોદી પહેલા મતદાન કરે છે પછી જલપાન એટલે પાણી ગ્રહણ કરે છે, ત્યારે આ વખતે પણ પીએ પોતાના આ જ નિયમ પ્રમાણે ચાલશે. ત્યારે મતદાનના દિવસે પીએમ રાણીપની નિશાન વિદ્યાલયમાં મતદાન કરવા પહોચશે. પીએમની સુરક્ષાને લઈને અગાઉથી જ સમગ્ર તૈયારીઓ કરી દેવામાં આવશે ત્યારે પીએમ સહિત ગુજરાતભરની જનતા આ દિવસે જેતે મતદાન કેન્દ્ર ખાતે પોતાના મતાઅધિકારનો ઉપયોગ કરી પોતાના નિર્ણાયક પંસદ કરશે.

 

g clip-path="url(#clip0_868_265)">