મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબનો પત્ર, PM મોદીને પહેરાવેલ પાઘડી અંગે ટીકાકારોને આપ્યો જવાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના પ્રવાસે હતા. ત્યારે તેઓ જામસાહેબને મળ્યા હતા અને આ દરમિયાન જામસાહેબે તેમને હાલારી પાઘડી પહેરાવી હતી. જેને લઈને કેટલાક લોકો જામસાહેબના આ નિર્ણયને ખોટો ઠેરવી રહ્યા હતા. જેના જવાબમાં જામસાહેબ એક પત્ર લખ્યો છે.
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ પત્ર લખી PM મોદીને પહેરાવેલ પાઘડી અંગે ખલાસો કરતાં ટીકાકારોને જવાબ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના પ્રવાસે હતા. ત્યારે તેઓ જામસાહેબને મળ્યા હતા અને આ દરમિયાન જામસાહેબે તેમને હાલારી પાઘડી પહેરાવી હતી. જેને લઈને કેટલાક લોકો જામસાહેબના આ નિર્ણયને ખોટો ઠેરવી રહ્યા હતા. જેના જવાબમાં જામસાહેબ એક પત્ર લખ્યો છે.
જામસાહેબે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, નરેન્દ્ર મોદી ન્યાયી છે, તેમણે ક્યારેય કોઈ સમુદાયની મહિલા વિશે ખરાબ શબ્દો ઉચ્ચાર્યા નથી. PM મોદીએ કરોડો મહિલાઓને મદદ કરવા બંધારણીય સત્તાનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત શત્રુશલ્યસિંહજી લખ્યું છે કે, રાષ્ટ્રીય નેતાને આ ઘટના માટે જવાબદાર ગણી શકાય નહીં. કોઈ વ્યક્તિએ ઉચ્ચારેલ અયોગ્ય શબ્દો કોઈ પાત્રને અસર ન કરવા જોઈએ.
Latest Videos
Latest News