કબૂતરબાજી મામલે CID ના ADGP એ એજન્ટની ઓડિયો ક્લિપ સંભળાવી, જુઓ
કબૂતર બાજીને મામલે CID ક્રાઈમ દ્વારા તપાસ ઉંડાણપૂર્વક હાથ ધરવામાં આવી છે. આ મામલે એજન્ટો અને પ્રવાસીઓની વિગતો અને પૂરાવાઓ એકઠા કરવામાં આવ્યા છે. જેમાં કેટલીક ઓડિયો ક્લિપ પણ મળી આવી છે.જેને લઈ પોલીસે હવે આવી ક્લીપને મીડિયા સમક્ષ સંભળાવી છે. સીઆઈડી ક્રાઈમના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં અનેક વિગતો મીડિયા સમક્ષ જાહેર કરી હતી.
ફ્રાંસમાં ભારતીય પ્રવાસીઓની સાથેનું પ્લેન રોકવાના મામલા બાદ ગુજરાત પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. આ મામલે 14 એજન્ટ સામે કેસ નોંધ્યા બાદ હવે અનેક વિગતો મેળવવામાં આવી છે. ગુજરાત સીઆઈડી ક્રાઈમના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં અનેક વિગતો મીડિયા સમક્ષ જાહેર કરી હતી.
આ પણ વાંચો: બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતો ચિંતામાં, સાબરકાંઠામાં આ કારણથી થઈ પરેશાની
એડીશનલ ડીજીપી પાંડિયને પ્રેસકોન્ફરન્સમાં એક ઓડિયો ક્લિપને લઈ કેટલીક સેકન્ડસની સંભળાવી હતી. જેમાં એજન્ટનો અવાજ સંભળાઈ રહ્યો છે. તેઓએ કહ્યુ હતુ કે, અનેક પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા છે. અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્રણ ટ્રીપ કબૂતરબાજીમાં માત્ર ડીસેમ્બર માસમાં જ થઈ હોવાનું પણ તપાસમાં સામે આવ્યુ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 12, 2024 05:07 PM
Latest Videos