Gujarati Video: કંડલા પોર્ટ પર સર્વિસ ટેગનો પ્રશ્ન ન ઉકેલાતા ટ્રક માલિકોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું

|

Feb 10, 2023 | 10:01 PM

કચ્છના કંડલા પોર્ટ નજીકના પાર્કિંગમાં એક સાથે 4 થી 5 હજાર વાહનોના પૈડા થંભી ગયા છે.ટ્રાન્સપોર્ટ એસોસિએશને લાંબા સમયથી ટેગ સર્વિસનું બરાબર સંચાલન ન થતું હોવાની રજૂઆત કરી હતી. આ મુદ્દે રજૂઆત કરીને કંટાળેલા ટ્રક માલિકોએ અંતે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન લેબર પાસ, કેન્ટીન, ડીઝલના ભાવ વધારા સહિતના મુદ્દે પણ નારાજ છે.

કચ્છના કંડલા પોર્ટ નજીકના પાર્કિંગમાં એક સાથે 4 થી 5 હજાર વાહનોના પૈડા થંભી ગયા છે.ટ્રાન્સપોર્ટ એસોસિએશને લાંબા સમયથી ટેગ સર્વિસનું બરાબર સંચાલન ન થતું હોવાની રજૂઆત કરી હતી. આ મુદ્દે રજૂઆત કરીને કંટાળેલા ટ્રક માલિકોએ અંતે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન લેબર પાસ, કેન્ટીન, ડીઝલના ભાવ વધારા સહિતના મુદ્દે પણ નારાજ છે.આ સમસ્યાઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી આયાત-નિકાસનું તમામ પરિવહન બંધ રાખવાની ટ્રાન્સપોર્ટ એસોસિએશને ચીમકી ઉચ્ચારી છે. આ વિરોધમાં લેબરો પણ જોડાઈ ગયા છે.

ટ્રાન્સપોર્ટરોએ આયાત નિકાસનું તમામ પરીવહન બંધ રાખવાનો નિર્ણય લીધો

કચ્છના કંડલા દિનદયાળ પોર્ટ પર તમામ આયાત અને નિકાસ કરતા ટ્રક માલિકોએ પોતાની વિવિધ પડતર માગને લઇ હડતાળની ચીમકી ઉચ્ચારી હતી. ટ્રાન્સપોર્ટર પોતાનું પરીવહન બંધ રાખી હડતાળ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ તમામ ગાડી માલિકો પોતાના વાહનોનું પરિવહન બંધ રાખી વિરોધ નોંધાવશે.કંડલા પોર્ટના ડમ્પર એસોસિએશનના પ્રમુખનો આક્ષેપ છે કે ટેગ સર્વિસ, લેબર પાસ, કેન્ટીન સહિતના મુદ્દે અનેક રજૂઆત કરવામાં આવી છે.વારંવાર રજૂઆત છતાં પોર્ટ પ્રશાસન તરફથી કોઇ નિર્ણય ઉકેલ લવાયો નથી.જેથી હવે ટ્રાન્સપોર્ટરોએ આયાત નિકાસનું તમામ પરીવહન બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

Makai rotlo : મકાઈના રોટલામાં ક્યા વિટામિન જોવા મળે છે?
પપૈયાની છાલમાંથી બનાવો છોડ માટે ખાતર, આ રહી સંપૂર્ણ પ્રક્રિયા
શિયાળામાં તલ ખાવાના છે ગજબ ફાયદા
આજનું રાશિફળ તારીખ : 16-11-2024
Royal Enfield ની સૌથી સસ્તી બાઇક, જાણો કિંમત
મોટો ફાયદો, 4 રૂપિયાના આ શેરની કિંમત પહોંચી 32 પાર, LIC પાસે છે 9,00,000 શેર

આ પણ  વાંચો : Gujarat દર્શન માટે દોડશે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન, 28 ફેબ્રુઆરીએ દિલ્હીથી થશે પ્રારંભ

Next Article