Dahod : ભીલ સુધારક મંડળ દ્વારા ઢોલ મેળાનું આયોજન, મેળામાં ખાસ આદિવાસી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર
ઢોલ મેળામાં દેશના 300થી વધુ જિલ્લાની ઢોલ મંડળીઓ પોતાના સાથીઓ સાથે આવે છે.. તેઓનું કહેવું છે કે આદિવાસી સંસ્કૃતિ જીવંત રહે તે માટે અથાગ પ્રયત્નો કરવામાં આવે છે.. ઢોલ મેળામાં ખાસ આદિવાસી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર રહે છે.
ગુજરાતના લોકમેળા જે-તે વિસ્તારની સંસ્કૃતિની આગવી ઓળખ છે. આદિવાસી જિલ્લા દાહોદમાં(Dahod)વિવિધ પ્રકારના મેળા યોજાતા હોય છે.. તેમાંનો એક મેળો એટલે ઢોલ મેળો (Dhol Melo)દાહોદમાં દરવર્ષે ભીલ સુધારક મંડળ દ્વારા ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે.. આ વર્ષે પણ ધુળેટીના(Dhuleti)પર્વ પહેલા અગિયારસના દિવસથી ઢોલ મેળાનો પ્રારંભ થયો છે. આજે નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજના ગ્રાઉન્ડ ઉપર વિશાળ ઢોલ મેળાનું આયોજન કરાયું.. જેમાં આદિવાસી સમુદાય અને અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા..આદિવાસી સમાજમાં ઢોલનું અનેરુ મહત્વ છે.. સારા હોય કે દુઃખના પ્રસંગ હોય,, ઢોલનો ઉપયોગ જરૂર થાય છે..પણ આધુનિક યુગમાં ઢોલ ધીમે ધીમે લુપ્ત થતા જઈ રહ્યા છે.. ત્યારે ઢોલ જીવંત રહે તે માટે ખાસ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે..
ઢોલ મેળામાં દેશના 300થી વધુ જિલ્લાની ઢોલ મંડળીઓ પોતાના સાથીઓ સાથે આવે છે.. તેઓનું કહેવું છે કે આદિવાસી સંસ્કૃતિ જીવંત રહે તે માટે અથાગ પ્રયત્નો કરવામાં આવે છે.. ઢોલ મેળામાં ખાસ આદિવાસી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર રહે છે.. નૃત્ય જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે.. ઘણા લોકો દરવર્ષે આ મેળો જોવા આવતા હોય છે.
આ પણ વાંચો : ચેતન બેટરી હત્યા કેસ : ગુજરાત હાઇકોર્ટે ગોવા રબારી સહિત ત્રણ આરોપીને નિર્દોષ છોડયા
આ પણ વાંચો : રાજકોટના રેસકોર્ષ મેદાનમાં ધર્મ સંમેલન યોજાયું, પાટીલનું ગુલાબની પાંદડીના વરસાદથી સ્વાગત