રાજકોટના રેસકોર્ષ મેદાનમાં ધર્મ સંમેલન યોજાયું, પાટીલનું ગુલાબની પાંદડીના વરસાદથી સ્વાગત
હિન્દુ ધર્મસેના દ્વારા આયોજિત આ ધર્મસભામાં પૂર્વ સીએમ વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા. ધર્મ સંમેલનમાં અલગ-અલગ સંપ્રદાયના સાધુ-સંતો હાજર રહ્યા છે.
રાજકોટના (Rajkot) રેસકોર્ષ મેદાનમાં ધર્મ સંમેલન (Dharma Sammelan)યોજાયું છે. હિન્દુ ધર્મસેના દ્વારા આયોજિત આ ધર્મસભામાં પૂર્વ સીએમ વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ (C.R.PATIL) સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા. ધર્મ સંમેલનમાં અલગ-અલગ સંપ્રદાયના સાધુ-સંતો હાજર રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, પાટીલનો જન્મદિવસ 16 માર્ચે છે. પરંતુ રાજકોટમાં હિન્દુસેના દ્વારા પાટીલના જન્મદિવસની ઉજવણી થઇ છે. ત્યારે સંતો-મહંતોએ પાટીલનું ફૂલોના હાર પહેરાવી સ્વાગત કર્યું. અને આશીર્વાદ પણ પાઠવ્યા હતા. તેમજ લોકોએ ગુલાબની પાંદડીનો પાટીલ પર વરસાદ કર્યો હતો. આ સંમેલનમાં શાકોત્સવનું પણ આયોજન કરાયું છે. આ પ્રસંગે પાટીલે જણાવ્યું હતું કે, અખિલ ભારતીય સંત સમિતિએ 20 જિલ્લામાં સંગઠન બનાવ્યું છે, આ રીતે ધર્મનો વધુને વધુ પ્રચાર થાય કે જેનાથી હિન્દુ ધર્મ પર આફત ન આવે.
પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાને દેશની અંદર અનેક મંદિરોના જીર્ણોદ્ધાર કરવાનું બીડું ઝડપ્યું છે. રામ મંદિરનું નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આવનારા થોડા દિવસની અંદર મંદિરનું નિર્માણ પૂરૂ થશે. રાજકોટ મોજીલું છે એવું લોકો કહેતા હતા. પરંતુ રાજકોટ સંતોના આશીર્વાદથી પ્રભાવિત છે. સોમનાથ મંદિર આસ્થાનું કેન્દ્ર છે. સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. સેવાકીય પ્રવૃત્તિઓ મંદિરો કરતા રહ્યા છે.
આ પણ વાંચો : Gir Somnath જિલ્લા કોંગ્રેસે ચૂંટણી માટે કમર કસી, ડિજિટલ સભ્ય નોંધણીની કામગીરી પૂર્ણ કરવા આહવાન
આ પણ વાંચો : Panchmahal: ગોધરામાં વૃદ્ધની હત્યા કરી લાશ નર્મદા કેનાલમાં ફેકી દીધી, 9 દિવસ બાદ 110 કિમી દૂરથી મળી