Anand : નકલી રબર સ્ટેમ્પ કૌભાંડનો પર્દાફાશ,બનાવટી દસ્તાવેજો-સ્ટેમ્પ પર લોન અપાવી છેતરપિંડી, જુઓ Video

Anand : નકલી રબર સ્ટેમ્પ કૌભાંડનો પર્દાફાશ,બનાવટી દસ્તાવેજો-સ્ટેમ્પ પર લોન અપાવી છેતરપિંડી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2024 | 10:58 AM

આણંદના પેટલાદમાં નકલી રબ્બર સ્ટેમ્પ કૌભાંડનો પર્દાફાશ થયો છે. પેટલાદ પોલીસે બાતમીના આધારે સચ્ચિદાનંદ ટાઉનશીપના મકાનમાં દરોડા પાડી બનાવટી દસ્તાવેજો-સ્ટેમ્પો દ્વારા ગ્રાહકોને લોન અપાવીને વળતર મેળવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

નકલી રબર સ્ટેમ્પ કૌભાંડનો પર્દાફાશ

આરોપી ગ્રામ્ય વિસ્તારના લોકોને અલગ-અલગ બેંકોમાંથી લોન મંજૂર કરાવવામે બહાને કૌભાંડ આચરતો હતો. આરોપી ગ્રાહકોના નામના ગ્રામ પંચાયતના દસ્તાવેજમાં છેડછાડ કરીને ખોટી વિગતો પર લોન મેળવતો હતો. આરોપી ગ્રાહકોને નકલી દસ્તાવેજો પર લોન અપાવીને ઉંચુ વળતર આપવાનું કહી કૌભાંડ આચર્યું હતુ.

પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

પોલીસને સમગ્ર મામલે તપાસ હાથ ધરતા દરોડા પાડી આરોપી ઋષિલકુમાર ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીને પાસેથી અલગ-અલગ તલાટી કમ મંત્રી અને ગ્રામ પંચાયતના નામના ડુપ્લીકેટ રબ્બર સ્ટેમ્પ, લેપટોપ, પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

g clip-path="url(#clip0_868_265)">