Chhotaudepur Rain : નસવાડીમાં 4 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો, શાળામાં ભરાયા પાણી, વિદ્યાર્થીઓને મોટા વાહનની મદદથી રેસ્ક્યુ કરાયા, જુઓ Video

મેઘરાજા આજે મધ્ય - દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓને ધમરોળ્યા છે. મધ્ય ગુજરાતમાં આવેલા છોટાઉદેપુરના નસવાડીમાં ચાર કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2024 | 4:31 PM

ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. મધ્ય ગુજરાતમાં આવેલા છોટાઉદેપુરના નસવાડીમાં ચાર કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને લીધે નસવાડીના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. નસવાડીના અનેક ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. જેના પગલે પાકને મોટાપાયે નુકસાનની ભીંતિ છે.

ખેતરો પાણીમાં ગરકાવ

નસવાડીમાં ભારે વરસાદ વરસતા એસ. બી. સોલંકી વિદ્યામંદિર શાળામાં પાણી ભરાયા છે. હાઈસ્કૂલમાં આવતા તમામ વાહનોને ત્રણ ફૂટ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે પાણી ભરાતુ હોવાનું સામે આવ્યુ છે.

મેદાનમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને લેવા વાલીઓને આવવુ પડ્યું છે. બાળકોને બહાર નીકળવા મોટા વાહનોની મદદ લેવી પડી છે. જો કે સમગ્ર ઘટનાની જાણ થતા જ તાલુકા વિકાસ અધિકારી તાત્કાલિક શાળાની મુલાકાતે દોડી આવ્યા હતા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">