નવસારીમાં પાર્ટી કાર્યક્રમમાં ભાજપના પૂર્વ કેબિનેટ પ્રધાન નરેશ પટેલે કાઢ્યો બળાપો, કહ્યું…
નવસારી જિલ્લાનો વાંસદા તાલુકોએ મોટા ભાગનો આદિવાસી વિસ્તાર છે. ત્યારે આ વિસ્તારમાં ભાજપે તાલુકા સ્નેહમિલનનું આયોજન કર્યું હતું. આ આયોજન દરમ્યાન પૂર્વ કેબિનેટ મંત્રી એ કાર્યકર્તાઓને ચેતવા માટે હાંકલ કરી હતી. વાત વાતમાં નરેશ પટેલે કહી દીધું કે ભાજપને હવે ભાજપના લોકોનો જ ડર છે. આમ કહેતા જ આ વાત ટોક ઓફ ધ ટાઉન બની હતી.
નવસારીમાં પૂર્વ કેબિનેટ પ્રધાન નરેશ પટેલે બળાપો કાઢ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. પાર્ટી કાર્યક્રમમાં નરેશ પટેલે પક્ષના વિરોધીઓ પર નિશાન તાક્યું હોવાની વાત સામે આવી છે. નાણાપ્રધાન કનુ દેસાઈની હાજરીમાં નરેશ પટેલે કરેલા પ્રહાર વાંસદામાં ટોક ઓફ ધ ટાઉન બન્યા છે.
આ પણ વાંચો : અંડર-19 એશિયા કપ 2023: ભારતે પાકિસ્તાનને આપ્યો 260 રનનો ટાર્ગેટ, સચિનની અડધી સદી
વાંસદા ખાતે ભાજપે સ્નેહમિલન કાર્યક્ર્મ યોજ્યો હતો આ કાર્યક્ર્મમાં પૂર્વ કેબિનેટ મતરી વિરોધીઓ પર નિશાન સાધી નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, હવે ભાજપને કોંગ્રેસનો જરાય ડર નથી રહ્યો. ભાજપને હવે ભાજપના લોકોનો જ ડર છે. નરેશ પટેલના આ નિવેદનથી લોકો ચોંકી ગયા હતા. ભાજપના લોકો જ ભાજપને નડી રહ્યા હોવાની વાત નરેશ પટેલે ભર સભામાં કરી હતી. તેમણે કહ્યું કે “પક્ષમાં રહીને પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા લોકોને ઓળખવા જરૂરી” છે. નરેશ પટેલના આ નિવેદનને લઈ રાજકારણ ગરમાયું છે.