Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar Video : સર ટી હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ હડતાળ પર ઉતર્યા, આઉટસોર્સિંગના નામે કર્મચારીનું શોષણ થઇ રહ્યું હોવાનો આક્ષેપ

Bhavnagar Video : સર ટી હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ હડતાળ પર ઉતર્યા, આઉટસોર્સિંગના નામે કર્મચારીનું શોષણ થઇ રહ્યું હોવાનો આક્ષેપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2023 | 3:56 PM

સર ટી હોસ્પિટલમાં છેલ્લા 15 વર્ષથી માત્ર 2 એજન્સીઓ પાસે માણસો ભરતી કરવાનો પરવાનો છે. જેમાં એમ જે સોલંકી અને ડી જી નાકરાણી એજન્સીનો સમાવેશ થાય છે. આ બંને એજન્સીઓ સર ટી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ, સફાઇ કામદાર, પટાવાળા, કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી કરે છે. બંને એજન્સીઓ દ્વારા અલગ અલગ 550થી વધુ સ્ટાફ પુરો પડાય છે. જો કે એજન્સીઓ પર કર્મચારીઓના શોષણનો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે.

Bhavnagar :  ભાવનગર સર ટી હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ હડતાળ પર ઉતરી ગયા છે. હોસ્પિટલના નાઇટ ડ્યુટીના 30 ગાર્ડ  હડતાળ પર ઉતર્યા છે. સુપરવાઇઝરની તપાસ માટે નિમણૂક કરાતા વિવાદ થયો છે. હડતાળને પગલે હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે. તો બીજી તરફ  ભાવનગરની સર ટી હોસ્પિટલમાં (Sir T Hospital) આઉટસોર્સિંગના નામે કર્મચારીનું શોષણ થઇ રહ્યું હોવાનુ સામે આવ્યુ છે. આઉટસોર્સિંગના નામે કર્મચારીઓના શોષણમાં હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓની કોન્ટ્રાક્ટર સાથે મિલીભગતનો આરોપ લાગ્યો છે અને આ મિલીભગતની આડમાં એજન્સીઓ દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે. TV9ની તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. TV9ને હાથ લેગાલી માહિતી અનેક સવાલોને જન્મ આપનારી છે.

આ પણ વાંચો-Sabka Sapna Money Money : તમે પહેલી વાર SIPમાં રોકાણ કરવા જઈ રહ્યાં છો, ધ્યાન રાખો આ મહત્વની બાબતો

 આઉટ સોર્સિંગ સ્ટાફમાં કૌભાંડ?

ગયા મહિને આઉટસોર્સિંગથી કામ કરતાં 210 સિક્યોરિટી ગાર્ડને પગાર ચૂકવાયો છે. જ્યારે હકીકતમાં 120 જ ગાર્ડ છે.  90 ગાર્ડનો પગાર કોને ચુકવાયો ? આ મુદ્દો ચોક્કસથી તપાસ માગી લેનારો છે કારણ કે, સર ટી હોસ્પિટલમાં પેરા મેડિકલ સ્ટાફ, સિક્યોરિટી ગાર્ડ, નર્સ અને સફાઈ કામદારો સહિત આશરે 700થી વધુ કર્મચારીઓ આઉટસોર્સિંગ એજન્સીથી કામ કરે છે અને આશ્ચર્યની વાત તો એ છે કે, આ માટે એક જ કંપનીને વર્ષોથી કોન્ટ્રાક્ટ અપાય છે. ત્યારે એ સવાલ પણ ચોક્કસથી થાય કે  શા માટે વર્ષોથી પેધી ગયેલા કોન્ટ્રાક્ટરોની એકની એક એજન્સીને કામ આપવામાં આવે છે ?

પ્રાપ્ત વિગતો પર નજર કરીએ તો સર ટી હોસ્પિટલમાં છેલ્લા 15 વર્ષથી માત્ર 2 એજન્સીઓ પાસે માણસો ભરતી કરવાનો પરવાનો છે. જેમાં એમ જે સોલંકી અને ડી જી નાકરાણી એજન્સીનો સમાવેશ થાય છે. આ બંને એજન્સીઓ સર ટી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ, સફાઇ કામદાર, પટાવાળા, કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી કરે છે. બંને એજન્સીઓ દ્વારા અલગ અલગ 550થી વધુ સ્ટાફ પુરો પડાય છે. જો કે એજન્સીઓ પર કર્મચારીઓના શોષણનો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે.

હોસ્પિટલના આઉટસોર્સિંગ પરના કર્મચારીઓના શોષણની વાત કરીએ તો નિયમ મુજબ સરકાર પ્રત્યેક કર્મચારીને રૂ.800નું યુનિફોર્મ એલાઉન્સ ચૂકવે છે, પરંતુ એકપણ કર્મચારીને આ એલાઉન્સ નથી મળતું. સરકાર દર મહિને બોનસ પેટે રૂ.500 ચૂકવે છે, આ રકમ પણ કર્મચારીને નથી અપાતી. તો સરકાર વિના મૂલ્યે આઇ કાર્ડ ફાળવે છે, પરંતુ અહીં તો દર મહિને આઇ કાર્ડના નામે 100 રૂપિયા વસૂલાય છે. તો PFના નામે પણ છેતરપિંડી થતી હોવાનો આરોપ છે. તો TV9ના અહેવાલની ભાજપે નોંધ લીધી છે. ભાવનગર શહેર ભાજપ પ્રમુખે સર.ટી.હોસ્પિટલમાં ચાલતા કથિત કૌભાંડ મામલે ચિંતા વ્યક્ત કરી છે અને રાજ્ય સરકારમાં રજૂઆત કરીને દોષિતો સામે કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે.

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">