Rajkot: PGVCLનો સપાટો, 4 મહિનામાં સૌરાષ્ટ્રમાંથી 82 કરોડ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડી, વીજચોરી ભાવનગર સર્કલ અવ્વલ !
Rajkot: PGVCL દ્વારા ચાર મહિનામાં સૌરાષ્ટ્રમાંથી 82 કરોડ રૂપિયાની વીજ ચોરી પકડી પાડી છે. જેમા સૌથી વધુ વીજચોરી ભાવનગર સર્કલમાંથી ઝડપી પાડવામાં આવી છે. સૌરાષ્ટ્રના 29,254 વીજ કનેક્શન પૈકી કુલ 82 કરોડની વીજચોરી સામે આવી છે.
પશ્વિમ ગુજરાત વીજ કંપની પ્રાઇવેટ લીમીટેડ (PGVCL) દ્રારા છેલ્લા ચાર મહિનાથી સૌરાષ્ટ્રમાં વીજચોરો સામે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલ દ્રારા છેલ્લા ચાર મહિનામાં સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં કુલ 29,254 વીજ કનેક્શનમાંથી કુલ 82 કરોડ રૂપિયાની વીજચોરી પકડી પાડી છે. પીજીવીસીએલ દ્રારા સૌરાષ્ટ્ર-કચ્છના કુલ 12 જેટલા સર્કલોમાં 1.40 લાખ જેટલા વીજજોડાણોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને વીજચોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ક્યાંથી પકડાઇ કેટલી વીજચોરી ?
વર્તુળ | કનેકશન ચેકિંગ | વીજચોરી કરનાર કનેકશન | રૂપિયા(લાખમાં) |
રાજકોટ | 21310 | 2987 | 738.61 |
રાજકોટ ગ્રામ્ય | 17424 | 2880 | 744.54 |
મોરબી | 10715 | 1834 | 512.25 |
પોરબંદર | 14422 | 2427 | 658.74 |
જામનગર | 7970 | 2050 | 712.22 |
ભુજ | 9780 | 919 | 378.16 |
અંજાર | 5442 | 1192 | 576.32 |
જુનાગઢ | 10784 | 2242 | 649.02 |
અમરેલી | 9968 | 2458 | 520.76 |
બોટાદ | 6309 | 1485 | 303.42 |
ભાવનગર | 13129 | 3763 | 1508.23 |
સુરેન્દ્રનગર | 2466 | 3017 | 904.55 |
સૌથી વધારે વીજચોરી ભાવનગર સર્કલમાંથી પકડાઇ
છેલ્લા ચાર મહિનાથી પીજીવીસીએલ આ ઝુંબેશ ચલાવી રહી છે.પીજીવીસીએલ દ્રારા સૌરાષ્ટ્ર કચ્છના 12 જેટલા સર્કલમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર જિલ્લામાં 15.08 કરોડની વીજચોરી પકડાઇ હતી જે સૌથી વધારે છે જ્યારે ભાવનગર બાદ સુરેન્દ્રનગરમાંથી પણ 9 કરોડ રૂપિયાની વીજચોરી પકડાઇ હતી.
રાજકોટ શહેર અને ગ્રામ્યમાં વીજચોરીનો આંક 14 કરોડને પહોંચ્યો છે. રાજ્યની ચારેય વીજકંપનીઓમાં પીજીવીસીએલમાં વીજલોસ સૌથી વધારે 16 ટકા છે જેને લઇને પીજીવીસીએલ દ્રારા સમયાંતરે વીજચોરો વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરે છે અને વીજચોરી કરનારને આકરો દંડ ફટકારે છે.
આ પણ વાંચો: નૈતિકતાનું અધ:પતન, ઘરની લક્ષ્મીની ઈજ્જત પોર્ન સાઈટ પર કરી નીલામ, સાસુ-સસરા અને પતિ સામે નોંધાઈ ફરિયાદ
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો