Amreli: સાંસદ નારણ કાછડિયાએ અશ્લીલ વીડિયો મુદ્દે નોંધાવી ફરિયાદ
વીડિયો કોલ રિસીવ કરતા યુવતી અશ્લીલ હરકતો કરતી જોવા મળી હતી. આ જોતા તુરંત જ નારણ કાછડિયાએ કોલ કટ કરી દીધો હતો. જોકે એટલી વારમાં તેમનો સ્ક્રીન શોટ લઈ લેવામાં આવ્યો હતો અને પછી સાંસદને બ્લેકમેલ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. યુવતીએ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી.
અમરેલીના (Amreli) સાંસદ નારણ કાછડિયાએ (Naran Kachdia) તેમને આવેલા અશ્લીલ વીડિયો મુદ્દે સાયબર ક્રાઈમમાં (Cyber crime) ફરિયાદ નોંધાવી હતી. સાંસદ નારણ કાછડિયાના મોબાઇલ ઉપર વીડિયો કોલ આવ્યો હતો આ વીડિયો કોલ અજાણ્યા નંબર ઉપરથી આવ્યો હતો આ વીડિયો કોલ રિસીવ કરતા યુવતી અશ્લીલ હરકતો કરતી જોવા મળી હતી. આ જોતા તુરંત જ નારણ કાછડિયાએ (MP Naran Kachdia ) કોલ કટ કરી દીધો હતો. જોકે એટલી વારમાં તેમનો સ્ક્રીન શોટ લઈ લેવામાં આવ્યો હતો અને પછી સાંસદને બ્લેકમેલ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. યુવતીએ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી.
શું હતી સમગ્ર ઘટના?
શુક્રવારે નારણ કાછડિયા ઓફિસે બેઠા હતા અને અરજદારોને મળી રહ્યા હતા તે સમયે તેમના મોબાઈલ પર એક યુવતીનો વીડિયો કોલ આવ્યો હતો. કોલ રીસીવ કર્યા બાદ યુવતીના ચેનચાળા જોઇ તેમણે કોલ કાપી નાખ્યો હતો. થોડીવારમાં જ તેમને મેસેજ આવ્યો હતો કે તમારો અશ્લીલ વીડિયો ઉતારી લેવાયો છે અને સોશિયલ મીડિયા પર તેને ફરતો કરી દેવામાં આવશે. આ ઘટના બાદ સાંસદે સાયબર ક્રાઇમ વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી.