મહિલાએ સાડી પહેરી બર્ફીલા મેદાન પર કર્યા જબરદસ્ત સ્ટંટ, યુઝર્સે કર્યા ખુબ વખાણ, જુઓ Viral Video
વીડિયોમાં સાડી પહેરેલી એક મહિલા બરફના મેદાનમાં એડવેન્ચર કરતી જોવા મળી રહી છે. મહિલા સાડી પહેરીને સ્કીઇંગ કરતી જોવા મળે છે. જબરદસ્ત સ્કીઇંગ કરતી આ મહિલાનું નામ દિવ્યા મૈયા છે. દિવ્યાએ આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે.
ઘણા લોકો માને છે કે સાડીમાં લોકો સ્ટંટ કરી શકતા નથી. આ દરમિયાન ઈન્ટરનેટ પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને દરેક ભારતીયને ગર્વ થશે. સાડી એ આપણી ભારતીય પરંપરાનો સૌથી સુંદર પોશાક છે. મહિલાઓ સાડીમાં ખૂબ જ સુંદર લાગે છે. તેનો આત્મવિશ્વાસ સાડીમાં પણ જોવા મળે છે. દરેક વ્યક્તિએ આ વીડિયો જોવો જોઈએ.
મહિલાનો જબરદસ્ત સ્ટંટ
વીડિયોમાં સાડી પહેરેલી એક મહિલા બરફના મેદાનમાં એડવેન્ચર કરતી જોવા મળી રહી છે. મહિલા સાડી પહેરીને સ્કીઇંગ કરતી જોવા મળે છે. જબરદસ્ત સ્કીઇંગ કરતી આ મહિલાનું નામ દિવ્યા મૈયા છે. દિવ્યાએ આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દિવ્યાએ ગુલાબી સાડી મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં પહેરી છે. તેને ‘નૌવારી’ પણ કહે છે. આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં ‘કૌન દિશા મેં લેકર ચલે રે બટોહિયા’ ગીત સંભળાઈ રહ્યું છે. જુઓ જોરદાર વીડિયો.
View this post on Instagram
દિવ્યા બરફીલા મેદાનમાં સાડી લહેરાવીને શાનદાર સ્કીઇંગ કરી રહી છે. દિવ્યાનો વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. વીડિયોના કોમેન્ટ બોક્સમાં લોકો તેના વખાણ કરી રહ્યા છે. વીડિયો ખુબ શેર કરવામાં આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું, ‘મહિલાએ પોતાના સ્ટંટથી દિલ જીતી લીધા છે.’ અન્ય યુઝરે પણ કેમેરામેનના વખાણ કર્યા હતા. વ્યક્તિએ લખ્યું, ‘કેમેરામેન એક પણ શોટ ચૂક્યો ન હતો.’
સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનો ખજાનો છે ત્યારે અહીં ક્યારે શુ વાયરલ થઈ જાય કંઈ કહી ન શકાય, હાલ સ્ટંટનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે અમેજીંગ છે જેમાં એક મહિલા બરફ પર સાડી પહેરી સ્ટંટ કરી રહી છે. લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો આ વીડિયોના ખુબ વખાણ કરી રહ્યા છે.
ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…