રસ્તા પર ચાલતા અચાનક બે પગ પર ઉભો થઈ ગયો દીપડો, કેમેરા સામે આપવા લાગ્યો પોઝ! જુઓ Viral Video
દીપડો રસ્તાના કિનારે ચાલતી વખતે પહેલા જમીન પર બેસે છે અને પછી અચાનક બે પગ પર ઉભો થઈ જાય છે. તેની સ્ટાઈલ જોઈને ઘણા લોકો દંગ રહી ગયા હતા. કારણ કે બહુ ઓછા લોકો હશે જેમણે દીપડાને આ રીતે બેઠેલા જોયા હશે.

તમે દીપડાને શિકાર કરતા અને ઝાડ પર ચઢતા જોયા હશે. પણ શું તમે તેને ક્યારેય બે પગ પર ઉભો રહેતા જોયો છે? જે રીતે એક બિલાડી અને કૂતરા ક્યારેક તેમના પાછળના પગ પર ઉભા રહે છે. એક IFS અધિકારીએ સોશિયલ મીડિયા પર દીપડાનો વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં દીપડો રસ્તાના કિનારે ચાલતી વખતે પહેલા જમીન પર બેસે છે અને પછી અચાનક બે પગ પર ઉભો થઈ જાય છે. તેની સ્ટાઈલ જોઈને ઘણા લોકો દંગ રહી ગયા હતા. કારણ કે બહુ ઓછા લોકો હશે જેમણે દીપડાને આ રીતે બેઠેલા જોયા હશે.
ભારતીય વન સેવા અધિકારી સાકેત (@Saket_Badola) દ્વારા આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેના કેપ્શનમાં લખ્યુ છે કે એરપોર્ટની બહાર પાપારાઝીને જોયા પછી સેલિબ્રિટી. આ સમાચાર લખાય છે ત્યાં સુધી 30 હજારથી વધુ વ્યૂઝ અને એક હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આ અંગે લોકો સતત કોમેન્ટ કરી રહ્યા છે. જેમ કે કેટલાક યુઝર્સે ઓફિસરના કેપ્શનના વખાણ કર્યા તો કેટલાકે કહ્યું કે તેમણે બિલાડી અને કૂતરાને બે પગે ઉભા જોયા છે પરંતુ દીપડાને આવું પહેલીવાર કરતા જોયા છે.
આ ક્લિપ 27 સેકન્ડની છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે કાર ચાલકે ગાડી રોકીને વીડિયો બનાવવાનું શરૂ કર્યું ત્યારે એક દીપડો રસ્તાની બાજુએથી ચાલી રહ્યો હતો. પહેલા દીપડો થોડા ડગલાં આગળ ચાલે છે અને પછી અચાનક સાવધ થઈ જાય છે અને જાણે શિકાર કરવા જઈ રહ્યો હોય તેમ જમીન પર બેસી જાય છે. પરંતુ થોડીવાર પછી તે બિલાડીની જેમ તેના બંને પગ પર ઉભો રહે છે અને અંતર જોવાનો પ્રયાસ કરે છે. વીડિયો આ સાથે જ સમાપ્ત થાય છે.
Celebrities after spotting paparazzi, outside an Airport. 😊#WAForward pic.twitter.com/WfgnuCRJJ9
— Saket Badola IFS (@Saket_Badola) May 18, 2023
સોશિયલ મીડિયામાં પ્રાણીઓને લગતા ઘણા વીડિયો વાયરલ થતા હોય છે પરંતુ વીડિયો ખુબ જ આશ્ચર્યજનક છે જેમાં દીપડો બિલાડીની જેમ બે પગ પર ઉભો જોવા મળી રહ્યો છે ત્યારે લોકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો