AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: પંચમહાલ: કાલોલના સુરેલીમાં રેતી ખનન મામલે ગામના સરપંચ અને પૂર્વ સરપંચના પતિ તેમજ તલાટી વચ્ચે બબાલ, વીડિયો વાયરલ

Gujarati Video: પંચમહાલ: કાલોલના સુરેલીમાં રેતી ખનન મામલે ગામના સરપંચ અને પૂર્વ સરપંચના પતિ તેમજ તલાટી વચ્ચે બબાલ, વીડિયો વાયરલ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2023 | 11:54 PM
Share

Panchmahal: કાલોલના સુરેલીમાં રેતી ખનન મામલે બે પક્ષો વચ્ચે બબાલ થઈ. જેમા ગામના સરપંચ અને પૂર્વ સરપંચના પતિ તેમજ તલાટી વચ્ચે બબાલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમા સુરેલી નજીકથી પસાર થતી ગોમાં નદીમાંથી મોટાપાયે રેતી ખનન થાય છે.

પંચમહાલના કાલોલના સુરેલીમાં રેતી ખનન મામલે બે પક્ષો વચ્ચે બબાલ થઇ. ગામના સરપંચ અને પૂર્વ સરપંચના પતિ તેમજ તલાટી વચ્ચે બબાલ થતા વાતાવરણ તંગ બન્યું. સુરેલી નજીકથી પસાર થતી ગોમાં નદીમાંથી મોટાપાયે રેતી ખનન થાય છે. સમગ્ર મામલે ફરિયાદ મળતા ખાણ-ખનિજ વિભાગે ટ્રેક્ટર જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. તથા તલાટી વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ છે. મહત્વપૂર્ણ છે કે રેતી ખનન મામલે થયેલી બબાલનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો: Gandhinagar: નલ સે જલ યોજના હેઠળ પંચમહાલમાં 1217 વસાહતોનો કરાયો સમાવેશ, 182 વસાહતોની કામગીરી કરાઈ પૂર્ણ

સુરેલી ગામે સફેદ રેતીના કાળા કારોબારમાં  પૂર્વ મહિલા સરપંચ ચેતનાબેન શિશુનાથ ઠાકોરના પતિ કે જે કાલોલ તાલુકા પંચાયત કચેરી હસ્તકની ત્રણ ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ સુરેલી ગામે ગોમાં નદીના પટમાંથી વહેલી સવારે ગેરકાયદેસર રેતી કાઢવામાં આવી રહી હોવાનું ગામના સ્થાનિક રહીશ અને ખાનગી કંપનીમાં નોકરી કરતા ભારતસિંહ પર્વતસિંહ ચૌહાણના ધ્યાને આવ્યું હતું. તેઓએ પૂછપરછ કરતા ટ્રેક્ટર પૂર્વ સરપંચનું હોવાનું અને રેતી તેમાં પતિ શિશુનાથ ઠાકોર કઢાવી રહ્યા હોવાનું ડ્રાઇવરે જણાવતા કોઈ પણ જાતની મંજૂરી વગર ગેરકાયદે રેતી ચોરી કરવામાં આવી રહી હોવાથી મામલો બીચક્યો હતો.

ગુજરાત સહિત પંચમહાલ શહેરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">