Jugaad Viral Video: કાકાએ બનાવી જબરદસ્ત ગાડી, દેશી જુગાડ જોઈ રોકી નહીં શકો હસવું
હાલ જુગાડનો એક શાનદાર વાયરલ વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે ચોંકી જશો. કારણ કે, આ વીડિયોમાં એક કાકાએ દેશી જુગાડથી મસ્ત કાર બનાવી અને તેના પર આરામથી બેસીને ફરવા નીકળ્યા છે. તમે આ જુગાડ જોઈ ચોક્કસથી હસવુ રોકી શકશો નહીં.
જુગાડનો ઉપયોગ કરીને લોકો એવી વસ્તુઓ બનાવે છે, જેને જોઈને દુનિયા ઘણી વખત દંગ રહી જાય છે. મોટા મોટા દિગ્ગજો પણ અમુક જુગાડ જોઈને ચોંકી જાય છે. જુગાડના એક પછી એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. જે યુઝર્સને ખૂબ પસંદ આવે છે. હાલ જુગાડનો વધુ એક શાનદાર વાયરલ વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે ચોંકી જશો. કારણ કે, આ વીડિયોમાં એક કાકાએ દેશી જુગાડથી મસ્ત કાર બનાવી અને તેના પર આરામથી બેસીને ફરવા નીકળ્યા છે. તમે આ જુગાડ જોઈ ચોક્કસથી હસવુ રોકી શકશો નહીં.
આ પણ વાંચો: Funny Viral Video : શખ્સ ઘેટાંને કરી રહ્યો હતો પરેશાન, ઘેટાંએ એવી રીતે ભણાવ્યો પાઠ કે જીંદગીભર નહીં ભૂલી શકે
તમે જુગાડથી બનેલી ઘણી રસપ્રદ વસ્તુઓ પણ જોઈ હશે. તમારામાંથી ઘણા લોકોએ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઘણી શાનદાર વસ્તુઓ બનાવી પણ હશે. હવે આ વાયરલ વીડિયોમાં કાકાની સ્ટાઈલ જુઓ. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે કાકાએ બે બકરી અને કેટલાક લાકડાનો ઉપયોગ કરીને શાનદાર દેશી કાર બનાવી છે. આટલું જ નહીં કાકા કાર પર આરામથી બેઠા છે અને ખુશીથી ફરતા જોવા મળે છે. હવે લોકો આ જુગાડ કાર જોઈને દંગ રહી ગયા છે. ઘણા લોકો વિશ્વાસ કરી શકતા નથી કે આવી વસ્તુઓ જુગાડ દ્વારા બનાવી શકાય છે.
View this post on Instagram
વીડિયો જોઈને તમે વિચારમાં પડી ગયા હશો. તમે વિચારતા હશો કે કાકાએ ખરેખર ગજબ જુગાડ કર્યો છે. હવે આ ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘lswarmal’ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે વીડિયોને એક લાખ 12 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. સાથે જ કેટલાક લોકો કાકાના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો જુગાડની મજા માણી રહ્યા છે. જોકે સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થતા રહેતા હોય છે પરંતુ આ વીડિયો ખુબ ફની છે.