Funny Viral Video : શખ્સ ઘેટાંને કરી રહ્યો હતો પરેશાન, ઘેટાંએ એવી રીતે ભણાવ્યો પાઠ કે જીંદગીભર નહીં ભૂલી શકે
આ વીડિયોમાં એક વ્યક્તિ ઘેટાંને મોટરસાઈકલ બનાવીને તેની સવારી કરતો જોવા મળી રહ્યો છે. એક રીતે તે ઘેટાંને પરેશાન કરી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઘેટું તે વ્યક્તિના કૃત્યથી ખૂબ નારાજ થઈ રહ્યો છે.
ઘણી વખત લોકો તેમની મજા માટે પ્રાણીઓને પરેશાન કરવાનું શરૂ કરે છે. તેઓ જાણતા નથી કે પ્રાણીઓને પણ પરેશાની થતી હોય છે. જેમાં પ્રાણીઓ પણ ઘણી વખત વળતો જવાબ આપતા હોય છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ ઘેટાંને મોટરસાઈકલ બનાવીને તેની સવારી કરતો જોવા મળી રહ્યો છે. એક રીતે તે ઘેટાંને પરેશાન કરી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઘેટો તે વ્યક્તિના કૃત્યથી ખૂબ નારાજ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: Viral Video : સ્ટાર ખેલાડીએ પહેલા ‘ધોખેબાઝ ગર્લફ્રેન્ડ’નો સામાન ફેંક્યો, પછી વીડિયો વાયરલ કર્યો
ઘેટાંએ લીધો બદલો
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિ ઘેટાંની પીઠ પર બેઠો છે. તે ઘેટાના કાનને મોટરસાઇકલના હેન્ડલબારની જેમ પકડી રાખે છે. તે ઘેટાંને લાંબા સમય સુધી હેરાન કરે છે. જો કે, થોડીવાર પછી તે ઘેટાં પર સવારી કરવાનું બંધ કરી દે છે અને આગળ ચાલવાનું શરૂ કરે છે. આ પછી જે થાય છે તે જોઈ તમે હસવુ રોકી શકશો નહીં. તમે જોશો કે વ્યક્તિ ચાલીને પરત જાય છે પછી, ઘેટો ત્યાં આવી વ્યક્તિને પાછાળથી જોરદાર ટક્કર મારે છે અને શખ્સ પડી જાય છે.
— Video Video (@ks47391657) January 21, 2023
વીડિયો @ks47391657 નામના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઘેટો વ્યક્તિને એવો પાઠ ભણાવે છે, જે કદાચ તે આખી જિંદગી ભૂલી નહીં શકે. યુવાન ઘેટાં પરથી નીચે ઉતરે છે અને પાછા આવવાનું શરૂ કરે છે. બદલો લેવા માટે ઘેટો તેની પાછળ દોડે છે અને યુવકને પાછળથી જોરદાર ધક્કો મારે છે. ઘેટાં યુવકને પાછળથી એટલી તાકાતથી મારે છે કે તે તેની કમર પર જમીન પર પડી જાય છે. વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે વ્યક્તિને ખૂબ જ ઈજા થઈ હશે. આ વીડિયો ખુબ ફની છે. લોકો પણ આ વીડિયો પર પોતાની વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે.