હરણને લાગ્યો કૃષ્ણ ભક્તિનો રંગ, મૃગ કિર્તનના તાલે નાચ્યું, જુઓ Video
આ 27 સેકન્ડના વિડિયોમાં તમે જોઈ શકો છો કે બાળકો કિર્તનના તાલ સાથે મંજીરા વગાળીને નાચી રહ્યા છે, આ જોઇને હરણ પણ ઉત્સુક થઇ જાય છે અને નાચવા લાગે છે. તમને પણ આ વીડિયો ગમશે.
કીર્તનની ધૂન એટલી મંત્રમુગ્ધ છે કે તેને સાંભળીને દરેક વ્યક્તિ તેમાં મગ્ન થઈ જાય છે. ઇસ્કોન મંદિર અને મથુરા અને વૃંદાવન જેવા સ્થળોએ, તમે ઘણા બધા કૃષ્ણ ભક્તોને કીર્તનની ધૂન પર નાચતા જોયા હશે. પણ, તમે ક્યારેય કીર્તનના ધૂન પર હરણને નાચતા જોયું છે? જો ના જોયો હોય તો એક વાર આ વિડીયો જરૂર જોવો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો એક IFS ઓફિસરે શેર કર્યો છે. અને તેની સાથે લખ્યું છે- બાળકો સાથે કીર્તનનો આનંદ માણતું હરણ.
આ વિડિયો ક્યાંનો છે અને ક્યારે શૂટ કરવામાં આવ્યો છે તે અંગે હાલ કોઈ માહિતી નથી. અધિકારીએ આ વીડિયોને વોટ્સએપ ફોરવર્ડ ગણાવ્યો છે. આ 27 સેકન્ડના વિડિયોમાં તમે જોઈ શકો છો કે બાળકોનું એક જૂથ, બે પુખ્ત વયના લોકો સાથે,કિર્તન અને મંજીરા વગાડવામાં મજા માણી રહ્યાં છે. તે જ સમયે તેની નજીક એક હરણ પણ જોવા મળે છે.જેમા તે કિર્તનના તાલે નાચતા લોકોની સાથે નાચવા લાગે છે, હવે આ વીડિયોમાં કેટલું સત્ય છે તેની કોઇ ઓળખ થઇ નથી.પરંતુ આ વીડિયો ખુબ સુંદર લાગી રહ્યો છે.
It’s not without a reason that BlackBucks are called krishnasaar, krishna jinka, & krishna mriga in India…
According to Hindu mythology, the blackbuck draws the chariot of Lord Krishna.
Participating in the Devotional Kirtan with equal jest 🙏 pic.twitter.com/uNMJFsVrDO
— Susanta Nanda (@susantananda3) May 26, 2023
આ વીડિયોને ટ્વિટર પર શેર કરતા IFS ઓફિસર સુશાંત નંદાએ લખ્યું છે- ભારતમાં હરણને કૃષ્ણસાર અને કૃષ્ણમૃગ કહેવામાં આવે છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, હરણ ભગવાન કૃષ્ણના રથને ખેંચે છે. કદાચ આ જ કારણ છે કે તેઓ અન્ય ભક્તોની જેમ હૃદયથી કીર્તનનો આનંદ માણી રહ્યુ છે. વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 84 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 3 હજારથી વધુ વખત લાઈક કરવામાં આવ્યો છે. આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- આ ખૂબ જ ક્યૂટ છે. બીજાએ લખ્યું – તે પાલતુ હરણ હોવું જોઈએ.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો