ગુજરાતમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી થઇ ઉજવણી, લાલાને લાડ લડાવવા ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર, ઠેર ઠેર આતશબાજી

અમદાવાદમાં (Ahmedabad) ઇસ્કોન, ભાડજ ઇસ્કોન, જગ્નાથ મંદિર સહિત રાજ્યના દરેક મોટા શહેરોના નાના મોટા મંદિરોમાં કૃષ્ણજન્મ ધામધૂમથી કરવામાં આવ્યો હતો. અને બે વર્ષ બાદ ભગવાનનો જન્મ આટલી ધામધૂમથી થાત રસ્તા પર મેળા જેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું.

ગુજરાતમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી થઇ ઉજવણી, લાલાને લાડ લડાવવા ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર, ઠેર ઠેર આતશબાજી
કૃષ્ણ મંદિરો 'જય કનૈયા લાલ કી'ના નાદથી ગુંજ્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2022 | 7:52 AM

ગુજરાતમાં દ્વારિકાનગર(Devbhoomi dwarka), ડાકોર (Dakor) , શામળાજી, ઇસ્કોન સહિત રાજ્યના કૃષ્ણમંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કૃષ્ણ જન્મોત્સવ (Krishnajanmotsav) થતા જ ભક્તો ઘેલા બન્યા હતા અને બાળ ગોપાલને પારણે ઝૂલાવવાનો લ્હાવો લીધો હતો. બાલ કૃષ્ણના જન્મ અગાઉ રાજ્યના મંદિરોમાં ભગવાનની શોડષોપચારથી પૂજા કરવામાં આવી હતી અને ભગવાનને મનમોહક શણગાર ધરાવવામાં આવ્યા હતા. ભગવાનનું આ સ્વરૂપ એવું મોહક હતું કે ભક્તો તેમના સ્વરૂપ ઉપરથી નજર હટાવી શકતા નહોતા રાત્રે બાર વાગતા જ ભક્તોની દિવસનભરની આતુરતાનો અંત આવ્યો હતો અને ક્રીષ્ન કનૈયાલાલ કી જયના નાદ સાથે ભાવિકોએ કૃષ્ણજન્મને વધાવી લીધો હતો.

ભારતમાં તેમજ ગુજરાતમાં ભક્તો ભગવાનના જન્મને વધાવવા આતુર બન્યા હતા. ત્યારે દેવભૂમિ દ્વારકા,  ખેડાના અને શામળાજી , તેમજ અમદાવાદમાં ઇસ્કોન, (ISCON) ભાડજ સહિતના કૃષ્ણ મંદિરોમાં અનેરા ઉલ્લાસ અને ભજન કીર્તન સાથે વ્હાલાના જન્મને વધાવી લીધો હતો. ઠેર ઠેર મંદિરોમાં નંદ ઘેર આનંદ ભયોના નાદ ગૂંજી ઉઠયા હતા. દેશભરમાં હાથી ઘોડા પાલખી. જય કનૈયા લાલ કીના નાદ સાથે લોકો જન્માષ્ટમીની ઉજવણી કરી રહ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ISCON મંદિરમાં કર્યા દર્શન

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદમાં જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવ્યો હતો. અમદાવાદ ઈસ્કોન મંદિર ખાતે અમિત શાહે સહ પરિવાર ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કર્યા હતા. તો કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે પણ શાહે પરિવાર સાથે કનૈયાના દર્શન કર્યા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કૃષ્ણજન્મોત્સવ બાદ ઠેર ઠેર આતશબાજી

કોરોનાકાળ હળવો થયા બાદ ઢોલ નગારાના નાદ સાથે લોકોએ ભગવાન શ્રીકૃષ્ણના જન્મને વધાવી લીધો હતો. ઠેર ઠેર આતશબાજી જોવા મળી હતી અને લોકોએ ઘરમાં તથા મંદિરોમાં બાળ ગોપાલને પારણિયે ઝૂલાવ્યા હતા. બારલ ગોપાલને જન્મ બાદ માખણ, મિસરી અને વિવિધ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

દ્વારિકામાં રાજા શ્રીકૃષ્ણના દિવ્ય દર્શન

દ્વારકામાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થઈ. મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. કાળિયા ઠાકરને જન્મદિવસનાં વધામણાં આપવા ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને ભક્તોએ નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કીના નાદ સાથે વધાવી લીધો હતો.. સમગ્ર દ્વારકાનગરી જાણે કૃષ્ણમય બની..

શામળાજીમાં કાળિયાઠાકરના ગદાધારી સ્વરૂપના દર્શન

ભગવાન શ્રી કૃષ્ણનું ગદાધારી સ્વરૂપ છે એવું શામળાજી મંદિરે જન્માષ્ટમીની અનેરી ઉજવણી ચાલી રહી છે, ગુજરાત જ નહી પરંતુ રાજસ્થાનથી પણ કૃષ્ણભક્તો કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે આવી પહોંચ્યા છે.

ડાકોરના ઠાકોરનો થયો જયનાદ

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ ડાકોરના રણછોડરાયજી મંદિરે ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય દિનની ભારે ઉત્સાહ સાથે ભાવિકોએ ઉજવણી કરી છે,,, રણછોડરાયજી મંદિરે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને દિવસભર આરતી અને દર્શન માટે ભાવિકો પડાપડી કરી રહ્યા હતા. રાત્રીના 12 કલાકે કૃષ્ણ ભગવાનના જન્મ સમયે મહા આરતી કરવામાં આવી હતી. અને ભક્તોએ દેવકી નંદનનો જયનાદ બોલાવ્યો હતો.

રાજ્યના નાના મોટા મંદિરોમાં થઈ ભક્તિભાવપૂર્ણ ઉજવણી

અમદાવાદમાં ઇસ્કોન, ભાડજ ઇસ્કોન, જગ્નાથ મંદિર સહિત રાજ્યના દરેક મોટા શહેરોના નાના મોટા મંદિરોમાં કૃષ્ણજન્મ ધામધૂમથી કરવામાં આવ્યો હતો. અને બે વર્ષ બાદ ભગવાનનો જન્મ આટલી ધામધૂમથી થાત રસ્તા પર મેળા જેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું.

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">