શું તમે જાણો છો? આ વ્યક્તિના કારણે આજે આપણને મળે છે રવિવારની રજા, જાણો અંગ્રેજોના સમયનો ઈતિહાસ
શું તમે ક્યારેય વિચાર્યું છે આ રવિવારની રજા કઈ રીતે શરુ થઇ? શું છે આ દિવસની રજા પાછળનો ઈતિહાસ? તો ચાલો આજે તમને જણાવીએ આ રસપ્રદ વાત.
સોમવારનું ટેન્શન અને રવિવારની ખુશી જ કંઇક અલગ હોય છે. રવિવાર આવતાજ મન પ્રફુલ્લિત થઇ જાય છે. મનમાં એમ થાય છે કે છેવટે જે દિવસની રાહ જોવાઈ રહી હતી તે દિવસ આવી જ ગયો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે આ રવિવારની રજા કઈ રીતે શરુ થઇ? શું છે આ દિવસની રજા પાછળનો ઈતિહાસ? તો ચાલો આજે તમને જણાવીએ આ રસપ્રદ વાત.
આંતરરાષ્ટ્રીય માનકકરણ સંસ્થા (ISO ) અનુસાર, રવિવારને અઠવાડિયાનો અંતિમ દિવસ માનવામાં આવે છે અને આ દિવસે સામાન્ય રજા હોય છે. આ વાતને 1986 માં માન્યતા મળી હતી પરંતુ બ્રિટિશરો તેની પાછળનું સાચું કારણ હોવાનું માનવામાં આવે છે. ખરેખર 1843 માં બ્રિટીશના ગવર્નર જનરલે પ્રથમ આ આદેશ આપ્યો હતો. યુકેએ સ્કૂલનાં બાળકોને રવિવારની રજાની જાહેરાત કરી હતી. આ પાછળનું કારણ આપવામાં આવ્યું હતું કે બાળકોએ ઘરે રહીને કંઈક રચનાત્મક કામ કરવું જોઈએ.
ભારતમાં પ્રચલિત છે આ ઈતિહાસ
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અંગ્રેજોએ ઘણા વર્ષો સુધી આપનું શોષણ કર્યું. તે સમયે ભારતમાં મોટાભાગે મજૂર વર્ગ માટે સાતે દિવસ કામ હોતું હતું. તેમને કોઈ રજા મળતી ન હતી. રજા તો દૂરની વાત તેમને જમવા માટે બ્રેકનો સમય પણ મળતો ન હતો. આ એક પ્રકારે ખુબ મોટું શોષણ હતું.
આ પછી, લગભગ ઇસ. 1857 માં મજૂરવર્ગના નેતા મેઘાજી લોખંડેએ મજૂરોની તરફેણમાં અવાજ ઉઠાવ્યો. તેમણે દલીલ કરી કે અઠવાડિયામાં એક દિવસ એવો હોવો જોઈએ જ્યારે મજૂરો આરામ કરી શકે અને પોતાને સમય આપી શકે. એવું માનવામાં આવે છે કે આ પછી મેગાજી લોખંડેનો પ્રયાસ 10 જૂન, 1890 ના રોજ સફળ થયો હતો અને બ્રિટીશ સરકારે રવિવારના રોજ દરેકને રજા જાહેર કરવી પડી હતી.
ધાર્મિક કારણ
માન્યતાઓની વાત કરીએ તો, હિંદુ ધર્મમાં અઠવાડિયાની શરૂઆત રવિવારથી થાય છે. આ દિવસ સૂર્ય ભગવાનનો દિવસ પણ માનવામાં આવે છે. અને અંગ્રેજો એમ માનતા હતા કે ભગવાને ખાલી 6 દિવસ બનાવ્યા છે, અને સાતમો દિવસ આરામનો બનાવ્યો છે.
અહીં રવિવારની રજા નથી હોતી
મોટાભાગના મુસ્લિમ દેશોમાં શુક્રવારને ઈબાદતનો દિવસ માનવામાં આવે છે. આ કારણોસર, રવિવારને બદલે શુક્રવારે રજા હોય છે. જો કે, મોટાભાગના દેશોમાં રવિવારને રજા માનવામાં આવે છે.
આ પણ વાંચો: સુરતના ઐતિહાસિક કિલ્લાનું બીજા તબક્કાનું કામ પણ પૂર્ણતાના આરે, જાણો અદભૂત ઈતિહાસ
આ પણ વાંચો: કોરોનાનો ડર, તોયે બેફિકર: છેલ્લા બે મહિનામાં માસ્ક ના પહેરવા માટે સુરતીઓએ ભર્યો આટલા કરોડનો દંડ