Your India
જાણો. સવાલ કરો. સુધાર લાવો.
ભારત એટલું વિશાળ છે અને અહીં એકસાથે એટલી બધી ઘટનાઓ બનતી રહે છે કે માત્ર હેડલાઇન્સ અને દલીલોના આધારે તેને સંપૂર્ણ રીતે સમજવું શક્ય નથી.
ભારતને એક અલગ દૃષ્ટિકોણથી સમજવાનો આ અમારો નાનકડો દૈનિક પ્રયાસ છે. એક સમયે એક સવાલ સાથે.
તમારા ચૂકવેલા ટેક્સના પૈસા ખરેખર ક્યાં જાય છે? શિક્ષિત યુવાનો માટે આજે પણ રોજગાર મેળવવો મુશ્કેલ કેમ છે? કોઈ બીમારીનો પરિવાર પર વાસ્તવિક આર્થિક બોજ કેટલો પડે છે? બંધારણ તમને ખરેખર કયા અધિકારો આપે છે?
અમે તમને શું વિચારવું તે નહીં કહીએ. તેના બદલે, તમે પોતે વિચારી શકો તે માટે જરૂરી માહિતી પૂરી પાડવાનો પ્રયાસ કરીશું. વાસ્તવિક સ્રોતોમાંથી મેળવેલા આંકડા, સરળ ભાષામાં સમજાવેલા તથ્યો અને વિષયની ઊંડાણપૂર્વકની જાણકારી આ પ્રયાસનો આધાર હશે. જ્યાં પુરાવાઓ વચ્ચે મતભેદ હશે, ત્યાં અમે તે સ્પષ્ટપણે જણાવીશું. જ્યાં હકીકતો અસ્વસ્થ કરનારી હશે, ત્યાં પણ અમે તેનાથી મોઢું નહીં ફેરવીએ.
કેટલાક દિવસો એવા હશે જ્યારે જવાબ તમને આશ્ચર્યચકિત કરી દેશે. તો કેટલાક દિવસો એવા પણ હશે જ્યારે જવાબ તમને પહેલેથી જેની શંકા હતી, તેને જ સાચી સાબિત કરશે. પરંતુ દરેક વખતે તમે જે દેશમાં રહો છો, તેના વિશે ગઈકાલ કરતાં થોડું વધુ જાણતા હશો.
આ સમગ્ર પ્રયાસનો મૂળ વિચાર બસ આટલો જ છે.
જાણો. સવાલ કરો. સુધાર લાવો.
Read Moreતમારા ઘર સામેના ખાડાની જવાબદારી કોની? રસ્તાના ખાડામાં વાહન પટકાય તો કોને દોષ દેવો !
એક સાંજે એક બાઇક સવાર રસ્તાના ખાડા સાથે અથડાય છે અને માંડ-માંડ પોતાને સંભાળી લે છે. તે મનમાં સરકારને દોષ આપીને આગળ વધી જાય છે. પણ કઈ સરકાર? સાચો જવાબ એ છે કે આ સંપૂર્ણપણે તેના પર આધાર રાખે છે કે આ રસ્તો કયો છે અને મોટાભાગના લોકોને એ ખબર જ હોતી નથી કે તેને ઓળખવો કેવી રીતે.
- Santosh Nair
- Updated on: Oct 6, 2026
- 11:12 am
એક ધારાસભ્ય એક જ પદ પર બે સંપૂર્ણપણે અલગ જવાબદારીઓ સંભાળે છે, શું તમે જાણો છો?
એક ધારાસભ્ય એક જ પદ પર બે સંપૂર્ણપણે અલગ જવાબદારીઓ સંભાળે છે. એક જે તેમના મતવિસ્તારની સીમા પર સમાપ્ત થાય છે, અને બીજી જે સીધી ભારતના રાષ્ટ્રપતિ સુધી પહોંચે છે.
- Santosh Nair
- Updated on: Oct 5, 2026
- 12:37 pm
સ્ટ્રીટલાઈટ બંધ થઈ જાય તો, તેના માટે ફરિયાદ ક્યાં કરવી જોઈએ ? જાણો
હજારો શહેરો અને નગરોમાં, તેણે શાંતિથી સ્ટ્રીટલાઇટ, પાણીની પાઇપલાઇન અને ગટર વિશે કયા લોકો નિર્ણય લે છે તે બદલી નાખ્યું. આ જવાબદાર વ્યક્તિ તમારી ખુબ નજીક પણ હોય છે. તો ચાલો વિસ્તારથી જાણો
- Santosh Nair
- Updated on: Oct 4, 2026
- 1:44 pm
TV પર 10 સેકન્ડમાં પસાર થતો કાયદો સંસદમાં 3 વખત કેમ વંચાય છે? જાણો સંસદીય સમિતિની અસલી તાકાત
કાયદો બનતા પહેલાં બિલને ત્રણ વખત વાંચવામાં આવે છે. તમે ટીવી ચાલુ કરો અને કદાચ કોઈ બિલનું નામ આવે, ગૃહમાં હાથ ઊંચા થાય છે. સ્પીકર કહે છે, પસાર અથવા પારીત. ચેનલ તરત જ બીજા ન્યૂઝ તરફ આગળ વધી જાય છે. જોવામાં આ આખી પ્રક્રિયા માત્ર થોડી ક્ષણોની લાગે છે. પરંતુ હકીકતમાં એવું હોતું નથી.
- Santosh Nair
- Updated on: Oct 3, 2026
- 12:31 pm
દેશને આઝાદી અપાવવામાં મોટી ભૂમિકા ભજવનાર ગાંધીજીએ દેશ પર શાસન કેમ ન કર્યું? જાણો કારણ
આજે બેંકો બંધ છે. શાળાઓ પણ બંધ છે. અદાલતો અને મોટાભાગની સરકારી કચેરીઓ પણ બંધ છે. કોઈને પૂછો કે કેમ, તો લગભગ દરેક વ્યક્તિ એક જ જવાબ આપશે કે ગાંધી જયંતિ. આ દિવસની એક તસવીર આપણામાંથી મોટાભાગના લોકોના મનમાં પહેલેથી જ છે. ગોળ ચશ્મો, હાથમાં લાકડી અને શરીર પર સફેદ વસ્ત્ર. એક એવું નામ, જે શાળાની લગભગ દરેક પાઠ્યપુસ્તકના શરૂઆતના અધ્યાયોમાં જોવા મળે છે.
- Santosh Nair
- Updated on: Oct 2, 2026
- 12:42 pm
નાનકડી ઝૂંપડીનો એ સવાલ જેણે આખા દેશનો કાયદો બદલી નાખ્યો, જાણો RTI Act પાછળની કહાની !
રાજસ્થાનના દેવડુંગરી ગામમાં મજૂરોની મજૂરીના હિસાબને લઈને ઉઠેલા એક સવાલે આખા દેશમાં પારદર્શિતાની નવી શરૂઆત કરી. જાણો કેવી રીતે જન સુનાવણીથી શરૂ થયેલી આ ચળવળ 2005ના RTI Act સુધી પહોંચી.
- Santosh Nair
- Updated on: Oct 1, 2026
- 1:31 pm
તમારો નગરસેવક આખરે શું કામ કરે છે? ગલીની સમસ્યાથી લઈને મેયરની પસંદગી સુધીની જાણો અસલી જવાબદારીઓ !
તમારું શહેર એક મોટો વિસ્તાર નથી હોતું. તેને અનેક વોર્ડમાં વહેંચવામાં આવેલું છે. દરેક વોર્ડમાં લગભગ 30થી 40 હજાર લોકો હોઈ શકે છે અને દરેક વોર્ડ પોતાના એક નગરસેવકને ચૂંટે છે. ભારતીય શહેરની સરકારમાં આ સૌથી નાનું અને સૌથી સ્થાનિક ચૂંટાયેલું પદ માનવામાં આવે છે.
- Santosh Nair
- Updated on: Sep 30, 2026
- 2:19 pm
તમારા મતવિસ્તારના ધારાસભ્ય પાસે કેટલું ફંડ હોય છે અને શું કરે છે? ક્યાં વાપરી શકાય આ પૈસા, જુઓ હિસાબ
ધારાસભ્ય એટલે Member of the Legislative Assembly, એટલે કે વિધાનસભાના સભ્ય. તમે તમારા વિસ્તારના ધારાસભ્યને ચૂંટો છો. તેમનો મતવિસ્તાર સાંસદના મતવિસ્તાર કરતાં ઘણો નાનો હોય છે. તેઓ દિલ્હીની સંસદમાં નહીં, પરંતુ તમારા રાજ્યની વિધાનસભામાં બેસે છે. અને ધારાસભ્ય જે મુદ્દાઓ પર કામ કરે છે, તે આપણા રોજિંદા જીવનની ઘણી બાબતો સાથે જોડાયેલા હોય છે.
- Santosh Nair
- Updated on: Sep 29, 2026
- 2:00 pm
‘તમારો સાંસદ આખરે કરે છે શું?’ વરસાદમાં ગલીઓ ડૂબે ત્યારે સાંસદને જવાબદાર ગણાવતા પહેલા જાણો તેમની વાસ્તવિક જવાબદારી
ગલીઓમાં પાણી ભરાઈ જાય, ઘરના દરવાજા સુધી પાણી પહોંચી જાય ત્યારે લોકોનો ગુસ્સો સ્વાભાવિક રીતે સ્થાનિક સાંસદ તરફ વળે છે. લોકો સવાલ કરે છે કે, “આખરે આપણો સાંસદ કરે છે શું?” જોકે, શક્ય છે કે સમસ્યા સાચી હોય પરંતુ તેનો સવાલ ખોટી સરકારી કચેરીને કરવામાં આવી રહ્યો હોય.
- Santosh Nair
- Updated on: Sep 28, 2026
- 11:02 am
તમારા ગામમાં ખાડા, કચરો અને પાણી ભરાવાની સમસ્યા માટે કોણ જવાબદાર છે ? જાણી લો
જો તમે કોઈને પુછો કે, તમારું શહેર કોણ ચલાવે છે. તો મોટાભાગના લોકો એક જ જવાબ આપશે મેયર, આ જવાબ ખોટો પણ નથી. દુનિયાના મોટાભાગના દેશને મેયર ચલાવે છે. તે આખા શહેરની જવાબદારી સંભાળે છે. જો કાંઈ સારું થાય તો વખાણ કરવામાં આવે છે અને ખરાબ થાય તો પ્રશ્નો કરવામાં આવે છે. તો આજે આપણે જાણીશું કે, તમારા શહેરને કોણ ચલાવે છે?
- Santosh Nair
- Updated on: Sep 27, 2026
- 10:57 am
તમારું શહેર ખરેખર કોણ ચલાવે છે? મેયર કે મ્યુનિસિપલ કમિશનર, જાણો શું છે બંને વચ્ચેનો તફાવત
ભારતમાં મેયરનું પદ મહત્વનું હોવા છતાં તેમની ભૂમિકા ઘણી વખત મુખ્યત્વે ઔપચારિક રહે છે. શહેરના રોજિંદા વહીવટ અને અનેક મહત્વની સેવાઓની જવાબદારી સામાન્ય રીતે Municipal Commissioner એટલે કે મ્યુનિસિપલ કમિશનર પાસે હોય છે.
- Santosh Nair
- Updated on: Sep 26, 2026
- 12:03 pm
સરકાર ખરેખર કેટલું કામ કરે છે અને તમારા માટે શું થઈ રહ્યું છે? જાણો
ચાનો પહેલો કપ બને તે પહેલાં જ, સરકારે તમારા જીવનને ઘણી વખત સ્પર્શ કર્યો છે.સવારે ઉઠો. ઘડિયાળ જુઓ. તમે જે સમય જુઓ છો તે સરકાર દ્વારા આખા દેશ માટે નક્કી કરાયેલો સમય છે. દાયકાઓ પહેલા નક્કી કરાયેલો આ સમય હવે આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગયો છે.
- Santosh Nair
- Updated on: Sep 25, 2026
- 12:19 pm
સંસદનું અસલી કામ શું છે? બહુમતી હોવા છતાં લોકસભા બેઠકો વધારવાનો પ્રસ્તાવ કેમ નિષ્ફળ ગયો?
લોકસભાની બેઠકો વધારવાના પ્રસ્તાવથી લઈને બંધારણમાં ફેરફાર માટે જરૂરી વિશેષ બહુમતી સુધી, જાણો સંસદમાં સામાન્ય બહુમતી અને વિશેષ બહુમતી વચ્ચે શું તફાવત છે અને સંસદની ભૂમિકા શા માટે મહત્વપૂર્ણ છે.
- Santosh Nair
- Updated on: Sep 24, 2026
- 1:35 pm
ભારતના રાજ્યો એકબીજાથી આટલા અલગ કેમ? જાણો 565 રજવાડાંઓથી લઈને અખંડ ભારત બનવા સુધીની વાર્તા
1947માં જ્યારે ભારત સ્વાતંત્ર્ય થયું, ત્યારે એવું નહોતું કે એક જ દેશે એક સવારે આંખો ખોલી હોય. તે સમયે ભારતની અંદર સેંકડો નાનાં-નાનાં રજવાડાં અને અલગ-અલગ પ્રદેશો હતા.
- Santosh Nair
- Updated on: Sep 23, 2026
- 2:50 pm
ભારત રાજ્યનો નકશો બદલી શકે, પણ કોઈ રાજ્ય દેશ ન તોડી શકે! જાણો બંધારણના કયા એક જ શબ્દમાં છુપાયેલી છે ભારતની અખંડ તાકાત
ભારતનું બંધારણ દેશને Union of States કહે છે. આ એક શબ્દ પાછળ ભારતના અખંડ અસ્તિત્વનું મહત્વપૂર્ણ બંધારણીય તત્વ છુપાયેલું છે. સંસદ રાજ્યોની સીમા, વિસ્તાર અથવા નામ બદલી શકે છે, પરંતુ કોઈ રાજ્યને ભારતથી અલગ થવાનો અધિકાર નથી. જાણો આ બંધારણીય વ્યવસ્થા પાછળનો ઇતિહાસ.
- Santosh Nair
- Updated on: Sep 22, 2026
- 3:00 pm