PFમાંથી પૈસા ઉપાડનારને નિવૃત્તિ પછી પેન્શન મળે ? જાણો શું છે નિયમ
દર મહિને બેઝિક સેલરીના 12 ટકા EPFOમાં જમા કરાવવાના હોય છે. તેમાંથી 8.3 ટકા PF ખાતામાં અને 3.67 ટકા EPF સ્કીમમાં જમા થાય છે. EPF સ્કીમમાં જમા રકમ પાકતી મુદત પછી પેન્શન તરીકે આપવામાં આવે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, જે લોકો PFમાંથી પૈસા ઉપાડે છે તેમને નિવૃત્તિ પછી પેન્શન મળે છે.
લોકોના મનમાં PF અને પેન્શનને લઈને ઘણા સવાલો હોય છે, ત્યારે આવો જ એક સવાલ છે કે, જે લોકો PFમાંથી પૈસા ઉપાડે છે તેમને નિવૃત્તિ પછી પેન્શન મળે છે ? જો તમે PFમાંથી પૈસા ઉપાડી રહ્યા છો, તો શું તમને નિવૃત્તિ પછી પેન્શન મળશે ? આનાથી સંબંધિત નિયમો શું છે ? તેના વિશે આ લેખમાં જાણીશું.
હકીકતમાં, જો તમે PFમાંથી પૈસા ઉપાડી રહ્યા હોવ તો પણ પેન્શન મેળવવા માટે હકદાર છો. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના કાર્યક્ષેત્રમાં આવતા કર્મચારીઓને નિવૃત્તિ પર પેન્શન મળે છે. જો કે, આ માટે કર્મચારીએ ઓછામાં ઓછા 10 વર્ષ નોકરી કરવી પડશે.
દર મહિને બેઝિક સેલરીના 12 ટકા EPFOમાં જમા કરાવવાના હોય છે. તેમાંથી 8.3 ટકા PF ખાતામાં અને 3.67 ટકા EPF સ્કીમમાં જમા થાય છે. EPF સ્કીમમાં જમા રકમ પાકતી મુદત પછી પેન્શન તરીકે આપવામાં આવે છે. 50 વર્ષની ઉંમર પછી, EPF ખાતાધારક પેન્શનનો દાવો કરી શકે છે.
10 વર્ષ નોકરી કર્યા પછી પેન્શન મેળવવા માટે હકદાર
તમને જણાવી દઈએ કે જો કોઈ કર્મચારી EPFOમાં યોગદાન આપે છે તો તે 10 વર્ષ સુધી નોકરી કર્યા બાદ પેન્શન મેળવવાનો હકદાર બને છે. જો કે, તેમને આ પેન્શન 58 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી મળે છે. પેન્શન 50 વર્ષ પછી પણ લઈ શકાય છે, પરંતુ પેન્શન કપાત સાથે આપવામાં આવે છે.
જો કોઈ વ્યક્તિ 58 વર્ષ પહેલાં પેન્શનનો દાવો કરે છે, તો દર વર્ષે 4 ટકાની કપાત થશે. નિવૃત્તિ પછી EPF ફંડમાં જમા થયેલી રકમમાંથી 75 ટકા રકમ એકસાથે આપવામાં આવે છે અને 25 ટકા દર મહિને પેન્શન તરીકે આપવામાં આવે છે.