NPS Vatsalya : 6 વર્ષના બાળક માટે NPS વાત્સલ્યમાં મહિને 500 રૂપિયા જમા કરાવવા પર કેટલા વર્ષે બનશે કરોડપતિ ?
રાષ્ટ્રીય પેન્શન યોજના ‘NPS વાત્સલ્ય યોજના’ હેઠળ ભારત સરકારની એક નવી પહેલ છે. કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે તાજેતરમાં NPS વાત્સલ્ય યોજના શરૂ કરી હતી, જેની જાહેરાત જુલાઈ 2024 ના બજેટમાં કરવામાં આવી હતી. આ યોજનાનું સંચાલન પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) હેઠળ કરવામાં આવશે.
ભારત સરકારની એક યોજના છે, જે તમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે. આ સ્કીમની મદદથી તમે તમારા બાળકોને વૃદ્ધાવસ્થામાં પણ સુરક્ષિત કરી શકો છો. રાષ્ટ્રીય પેન્શન યોજના ‘NPS વાત્સલ્ય યોજના’ હેઠળ ભારત સરકારની એક નવી પહેલ છે. કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે તાજેતરમાં NPS વાત્સલ્ય યોજના શરૂ કરી હતી, જેની જાહેરાત જુલાઈ 2024 ના બજેટમાં કરવામાં આવી હતી. આ યોજનાનું સંચાલન પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) હેઠળ કરવામાં આવશે.
માર્કેટમાં બાળકોના ભણતરથી લઈને લગ્ન સુધીની વિવિધ યોજનાઓ છે. કેટલાક લોકો બાળકોના સારા શિક્ષણ માટે બચત કરે છે તો કેટલાક લગ્ન માટે. ત્યારે આ પણ આવી જ સ્કીમ છે, જે તમને ભવિષ્ય વિશે વિચારવાનું ટૂલ છે. એટલા માટે કે જ્યારે તમારા બાળકોનો નિવૃત્ત થવાનો સમય આવશે, ત્યારે તેમને કોઈપણ પ્રકારની ચિંતા રહેશે નહીં. જો તમારા દાદા કે પિતાએ તમારા માટે આવી જ સ્કીમમાં કેટલાક પૈસા રોક્યા હોત, તો આજે તમારે તમારી ચિંતા કરવાની જરૂર ના રહોત. NPS વાત્સલ્ય યોજના આવી જ એક યોજના છે.
સરકારે આ વર્ષે બાળકો માટે NPS સ્કીમ પણ શરૂ કરી છે. તેને NPS વાત્સલ્ય યોજના નામ આપવામાં આવ્યું છે. જેમાં બાળકોના નામે ખાતું ખોલાવીને રોકાણ કરવામાં આવે છે. જે પછીથી સંપૂર્ણ NPSમાં પરિવર્તિત થાય છે. જો તમે આ સ્કીમમાં 6 વર્ષના બાળકનું ખાતું ખોલાવો છો અને આ ખાતામાં 54 વર્ષ સુધી દર મહિને 500 રૂપિયાનું રોકાણ કરો છો, તો 54 વર્ષ બાદ આ ખાતામાં એક કરોડથી વધુ રકમ જમા થઈ શકે છે.
જો તમે 6 વર્ષની ઉંમરે ખાતું ખોલાવશો તો 54 વર્ષ સુધી રોકાણ કર્યા પછી 60 વર્ષની ઉંમરે તમને આ પૈસા મળશે. આ યોજના 8 થી 10 ટકા વળતર આપે છે. જો તમને વાર્ષિક 10 ટકા વળતર મળે છે. તો 60 વર્ષની ઉંમર બાદ ખાતામાં 1.3 કરોડ રૂપિયાનું ફંડ જમા થશે.