
મુનાવર ફારુકી
મુનાવર ફારુકીનું પૂરું નામ મુનાવર ઈકબાલ ફારુકી છે અને તેનો જન્મ ગુજરાતના જૂનાગઢમાં થયો હતો. મુનાવરના પિતા ડ્રાઈવર હતા અને માતા-પિતા સિવાય તેના પરિવારમાં ત્રણ બહેનો છે. મુનાવરે 2017માં લગ્ન કર્યા હતા, તેની પત્નીનું નામ જાસ્મિન છે અને તેને એક પુત્ર પણ છે, બંને વચ્ચે કેટલાક મતભેદોને કારણે 2022માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા.
મુનાવર ફારુકી સ્ટેન્ડ અપ કોમેડિયન તેમજ રેપર અને લેખક છે. યુટ્યુબ પર તેના વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેની સ્ટેન્ડઅપ કોમેડીના મોટાભાગના મુદ્દા ધર્મ અને રાજકારણ સાથે જોડાયેલા છે, તે ઘણા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય પણ આપે છે, થોડા સમય પહેલા તે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં જેલ પણ ગયો હતો અને ઘણા શો કેન્સલ પણ કરવામાં આવ્યા હતા. લોક અપ સિઝન 1 જીત્યા પછી તે ખૂબ જ ફેમસ થઈ ગયો.
હાલમાં બિગ બોસ 17 મુનાવર ફારુકી પોતાની ગેમથી ધૂમ મચાવી રહ્યો છે. મુનાવર ફારુકીની બિગ બોસ સીઝન 17ની અત્યાર સુધીની સફર ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે.
કોણ છે મુનાવર ફારુકીની બીજી પત્ની ? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીરો, જુઓ-Photo
મુનાવર ફારૂકીએ હજુ સુધી તેના બીજા લગ્નની પુષ્ટિ કરી નથી, પરંતુ તે લાઇમલાઇટમાં રહે છે. તેમની બીજી પત્નીનું નામ મહજબીન કોટવાલા હોવાનું કહેવાય છે, જે વ્યવસાયે સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ છે. તેના અંગત જીવનને લઈને કેટલીક માહિતી સામે આવી છે.
- Devankashi rana
- Updated on: May 27, 2024
- 6:14 pm
‘બિગ બોસ 17’ના વિજેતા મુનાવર ફારુકીની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયો દાખલ, ફેન્સ ચિંતિત
'બિગ બોસ 17' ફેમ મુનાવર ફારૂકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમના હોસ્પિટલમાં દાખલ થવા પાછળનું કારણ પણ જાણવા મળ્યું છે. તેમને ગયા મહિને જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હવે તેઓ બીજી વખત હોસ્પિટલમાં દાખલ છે.
- Devankashi rana
- Updated on: May 25, 2024
- 11:16 am
Khatron Ke Khiladi 14 : મુનાવર ફારૂકી નહીં, આ બિગ બોસ વિનર બનશે રોહિત શેટ્ટીના શોનો ભાગ
બિગ બોસનો બીજો વિજેતા મુનાવર ફારૂકીની જગ્યાએ રોહિત શેટ્ટીના એડવેન્ચર રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી 14'માં પ્રવેશવા જઈ રહ્યો છે. તાજેતરમાં આ સેલિબ્રિટીને કલર્સ ચેનલ દ્વારા શોમાં ભાગ લેવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. જો બધું બરાબર રહ્યું તો ટૂંક સમયમાં આ સ્પર્ધકો કલર્સ ટીવીના આ મજેદાર રિયાલિટી શોમાં જોડાઈ શકે છે.
- Meera Kansagara
- Updated on: Apr 16, 2024
- 2:03 pm