Tech News: આ કારણે એલોન મસ્કનું સ્ટારશીપ ઉડાન ભરતા જ સળગી ગયું? જાણો શું હતું કારણ
મીડિયા રિપોર્ટમાં સામે આવ્યો છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, SpaceXએ દાવો કર્યો છે કે, સ્પેસએક્સે એ ટ્રિગરને ખેંચી લીધું હતું જેને લોન્ચ બાદ જ સ્ટારશિપને હવામાં ઉડાવી દીધુ હતું.
SpaceXએ હાલમાં જ તેનું રોકેટ સ્ટારશીપ લોન્ચ કર્યું હતું, પરંતુ લોન્ચિંગની થોડી જ મિનિટો બાદ આ રોકેટમાં વિસ્ફોટ થયો તે જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. મીડિયા રિપોર્ટમાં સામે આવ્યો છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, SpaceXએ દાવો કર્યો છે કે સ્પેસએક્સે એ ટ્રિગરને ખેંચી લીધું હતું જેને લોન્ચ બાદ જ સ્ટારશિપને હવામાં ઉડાવી દીધુ હતું.
આ પણ વાંચો: જો કોઈ દુકાનદાર કે કંપની કરી રહી છે છેતરપિંડી, આ નંબર પર કરો WhatsApp
સ્ટારશિપ નિષ્ફળ રહ્યું
SpaceXનું સ્ટારશીપ રોકેટ લોન્ચ થયાના માત્ર ચાર મિનિટમાં જ વિસ્ફોટના કારણે બળીને ખાખ થઈ ગયું હતુ. તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એલોન મસ્કની કંપની SpaceXએ ફલાઈટ ટર્મિનેશન સિસ્ટમ એકિટવેટ કરી દીધી હતી. જેથી સુપર હેવી યાન સ્ટારશિપથી અલગ થવામાં નિષ્ફળ રહ્યું હતું.
જાણો શું હતું કારણ
લોન્ચના બે મિનિટ પછી સ્પેસએક્સના પ્રિન્સિપલ ઈન્ટિગ્રેશન એન્જિનિયર જોન ઈન્સ્પ્રકરે જણાવ્યું હતું કે રોકેટ ત્રણ મિનિટના સ્ટેજ સેપરેશન થવાની તૈયારીમાં હતું, જ્યારે મુખ્ય એન્જિન 2 મિનિટ 51 સેકન્ડે બંધ થઈ ગયું હતું, પરંતુ ઉપરના સ્ટેજનો ભાગ પૃથ્વી તરફ પાછો ફરવા લાગ્યો હતો અને રોકેટ 3 મિનિટ અને 31 સેકન્ડ પર અનિયંત્રિત થઈ ગયું હતું. ત્યારબાદ 3 મિનિટ અને 59 સેકન્ડમાં સુપર હેવીમાંથી આગ બહાર આવી અને રોકેટ હવામાં ઉડી ગયું.
With a test like this, success comes from what we learn, and today’s test will help us improve Starship’s reliability as SpaceX seeks to make life multi-planetary
— SpaceX (@SpaceX) April 20, 2023
સ્ટારશિપમાં 33 શક્તિશાળી રેપ્ટર એન્જિન હતા જે આ રોકેટને પાવર પ્રદાન કરતા હતા. સ્ટારશિપનું અંતિમ પરિણામ સફળ રહ્યું ન હતું, નાસા અને એલોન મસ્ક અને સ્પેસએક્સની ટીમ તેને સફળતા તરીકે ઉજવી રહ્યા છે કારણ કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ લોન્ચનો મુખ્ય ધ્યેય સ્ટારશિપને લોન્ચપેડથી દૂર કરવાનો હતો. એલોન મસ્કે કહ્યું હતું કે, પરીક્ષણ ઉડાન દરમિયાન અવકાશયાનમાં વિસ્ફોટ થવાની 50 ટકા સંભાવના હતી.
આ ટેસ્ટ પર કરોડોનો ખર્ચો
આ સમગ્ર મિશનના ખર્ચની વાત કરીએ તો એલોન મસ્કે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો ખર્ચ 3 બિલિયન ડોલર (લગભગ 300 કરોડ)થી લઈને 10 બિલિયન ડોલર (લગભગ 1000 કરોડ) સુધીનો છે. સ્ટારશિપ આકાશમાં 1242 માઈલ પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરશે અને સેકન્ડે ઊંચાઈ પર જશે તેવા દાવા સાથે મિશન શરૂ થયું હતું.
સ્પેસએક્સે મિશન પર કહી હતી આ વાત
આ ટેસ્ટ પછી સ્પેસએક્સે ટ્ટીટ કર્યું હતું કે, આ પ્રકારના પરીક્ષણમાંથી અમે જે પણ શીખ્યા છે તે સફળતા તરફ દોરી જાય છે અને આજનું પરીક્ષણ અમને સ્ટારશિપની વિશ્વસનીયતા સુધારવામાં મદદ કરશે. આ જ કારણ છે કે સ્પેસએક્સે સંપૂર્ણ ફ્લાઇટ ટેસ્ટ પૂર્ણ થયા વિના રોકેટ ફેલ થયા પછી પણ તેને સફળ ગણાવ્યું છે.
સ્ટારશિપ શા માટે ખાસ છે?
કંપની પાસે તેના આ રોકેટ વિશે માહિતી હતી કે આ રોકેટની મદદથી મનુષ્યને અન્ય ગ્રહો પર લઈ જઈ શકાય છે. કંપનીનું લક્ષ્ય 2029 સુધીમાં લોકોને અવકાશમાં મોકલવાનું છે, તેથી જ આ સ્ટારશિપ ઓપરેશન વિકસાવવામાં આવ્યું હતું.
ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…