AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Call Forwarding Fraud: ભૂલથી પણ આ નંબર ડાયલ કરવો નહીં, એક કોલથી તમારું વોટ્સએપ એકાઉન્ટ થઈ જશે હેક, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ

હકીકતમાં તે નંબર ડાયલ કરવાથી લોકોના તમામ કોલ્સ છેતરપિંડી કરનારાઓના નંબર પર ડાયવર્ટ થઈ જાય છે. WhatsApp એકાઉન્ટ વેરિફાય કરવા માટે 2 વિકલ્પ OTP દ્વારા અથવા Call દ્વારા થઈ શકે છે. છેતરપિંડી કરનાર કોલ વિકલ્પ પસંદ કરે છે કારણ કે તમારા બધા કોલ્સ છેતરપિંડી કરનારના મોબાઇલ નંબર પર ડાયવર્ટ કરવામાં આવ્યા હોય છે.

Call Forwarding Fraud: ભૂલથી પણ આ નંબર ડાયલ કરવો નહીં, એક કોલથી તમારું વોટ્સએપ એકાઉન્ટ થઈ જશે હેક, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ
Call Forwarding Fraud
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2023 | 1:00 PM
Share

ઘણી વખત લોકોને મોબાઈલ નેટવર્ક કે ઈન્ટરનેટની (Internet Speed) સમસ્યાનો સામનો કરવો પડે છે. છેતરપિંડી (Cyber Crime) કરનારાઓ તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. સ્કેમર્સ આવા લોકોને ફોન કરીને કહે છે કે, તમારા વિસ્તારમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી નબળી છે. તમે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે છેતરપિંડી કરનારા એક નંબર ડાયલ કરવાનું કહે છે. તેઓ કહે છે કે જો તમે *401* મોબાઈલ નંબર ડાયલ કરશો, તો તમને કોલ બેક કરવામાં આવશે.

કોલ ફોરવર્ડિંગ ફ્રોડ શું છે?

સ્કેમર્સ તમને તમારા મોબાઈલ ઓપરેટર અથવા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર હોવાનો ઢોંગ કરીને કોલ કરી શકે છે. તેઓ દાવો કરી શકે છે કે તમારા એકાઉન્ટ સાથે ચેડા કરવામાં આવ્યા છે અથવા તમારા સિમ કાર્ડમાં કોઈ સમસ્યા છે. પછી તેઓ તમને 401 થી શરૂ થતો વિશેષ નંબર ડાયલ કરવાની વિનંતી કરે છે.

કોલ્સ છેતરપિંડી કરનારના મોબાઇલ નંબર પર ડાયવર્ટ થાય છે

હકીકતમાં તે નંબર ડાયલ કરવાથી લોકોના તમામ કોલ્સ છેતરપિંડી કરનારાઓના નંબર પર ડાયવર્ટ થઈ જાય છે. WhatsApp એકાઉન્ટ વેરિફાય કરવા માટે 2 વિકલ્પ OTP દ્વારા અથવા Call દ્વારા થઈ શકે છે. છેતરપિંડી કરનાર કોલ વિકલ્પ પસંદ કરે છે કારણ કે તમારા બધા કોલ્સ છેતરપિંડી કરનારના મોબાઇલ નંબર પર ડાયવર્ટ કરવામાં આવ્યા હોય છે.

મેસેજ કરીને રૂપિયાની કરે છે માંગણી

તેનો લાભ લઈને છેતરપિંડી કરનારાઓ તેમના ફોન પર અન્ય કોઈના વોટ્સએપમાં લોગઈન કરે છે અને તે એકાઉન્ટમાં હાજર વોટ્સએપ ગ્રુપ અને નંબરો પર મેસેજ કરીને રૂપિયાની માંગણી કરે છે. આ નંબર સાચો હોય છે, તેથી મેસેજ મેળવનારા લોકોને પણ લાગે છે કે તેમનો પરિચિત વ્યક્તિ પૈસા માંગી રહ્યો છે અને તેઓ ઓનલાઈન અથવા UPI દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરે છે.

આ પણ વાંચો : AnyDesk App Fraud: સાયબર ઠગ્સ રિમોટ મોબાઇલ એપ્લિકેશન દ્વારા કરી રહ્યા છે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ અને શું ધ્યાન રાખવું

આવી રીતે છેતરપિંડીથી બચો

1. તમારા વોટ્સએપ એકાઉન્ટમાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશનને એનેબલ કરો. તેથી OTP મળ્યા પછી પણ કોઈ લોગ ઈન કરી શકશે નહીં.

2. તમારે *401* ડાયલ ન કરવો અને ત્યારબાદ 10 અંકનો મોબાઈલ નંબર લખવો નહીં, કારણ કે આ કોલ ફોરવર્ડ માટેનો કોડ છે.

3. કોઈપણ અજાણી લિંક પર ક્યારેય ક્લિક કરશો નહીં.

4. કોલર્સ સાથે OTP જેવી માહિતી શેર કરશો નહીં.

5. જો કોઈ છેતરપિંડી થાય છે, તો તમે 1930 પર ફરિયાદ કરી શકો છો અથવા તમે www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">