AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AnyDesk App Fraud: સાયબર ઠગ્સ રિમોટ મોબાઇલ એપ્લિકેશન દ્વારા કરી રહ્યા છે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ અને શું ધ્યાન રાખવું

લોકો જ્યારે ઓનલાઈન શોપિંગ વખતે કે UPI એપ સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરે છે, ત્યારે તેઓ Google પર કસ્ટમેર કેર નંબર સર્ચ કરે છે. ઘણી કંપનીઓના ફેક નંબર હોય છે અને લોકો તેના પર કોલ કરે છે. આ નંબરો સાયબર ઠગ્સ દ્વારા જ પોસ્ટ કરવામાં આવ્યા હોય છે. વ્યક્તિ કોલ કરે છે અને મદદ માટે પૂછે છે, ત્યારે સ્કેમર્સ મેસેજમાં એપની લિંક મોકલે છે.

AnyDesk App Fraud: સાયબર ઠગ્સ રિમોટ મોબાઇલ એપ્લિકેશન દ્વારા કરી રહ્યા છે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ અને શું ધ્યાન રાખવું
AnyDesk App Fraud
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 1:08 PM
Share

બેંકની વિગતો અને OTP દ્વારા ફ્રોડ કરનારા હવે લોકોના મોબાઇલ હેક કરીને છેતરપિંડી (Cyber Crime) કરી રહ્યા છે અને એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે. ગૂગલ પર ઉપલબ્ધ ફેક હેલ્પલાઇન નંબર પર કોલ કરીને લોકો સ્કેમર્સનો શિકાર બની રહ્યા છે. સાયબર ઠગ મદદના નામે મોબાઈલ ફોનમાં એવી એપ્સ લોડ કરે છે, જેની મદદથી તેઓ લોકોના ખાતામાંથી પૈસા ગાયબ કરી દે છે. ચાલો જાણીએ કે, AnyDesk એપ (AnyDesk App Fraud) દ્વારા સાયબર ઠગ્સ કેવી રીતે છેતરપિંડી કરી રહ્યા છે.

સ્કેમર્સ મેસેજમાં એપની લિંક મોકલે છે

લોકો જ્યારે ઓનલાઈન શોપિંગ વખતે કે UPI એપ સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરે છે, ત્યારે તેઓ Google પર કસ્ટમેર કેર નંબર સર્ચ કરે છે. ઘણી કંપનીઓના ફેક નંબર હોય છે અને લોકો તેના પર કોલ કરે છે. આ નંબરો સાયબર ઠગ્સ દ્વારા જ પોસ્ટ કરવામાં આવ્યા હોય છે. કોઈ વ્યક્તિ કોલ કરે છે અને મદદ માટે પૂછે છે, ત્યારે સ્કેમર્સ મેસેજમાં એપની લિંક મોકલે છે.

લોકોના મોબાઈલ પર નિયંત્રણ મેળવે છે

લોકો મોબાઈલ પર AnyDesk એપ લોડ કરે છે, તેમાં 9 આંકડાનો એક કોડ હોય છે, જે સાયબર ઠગ્સ પૂછે છે. ઠગ આ કોડને પોતાના મોબાઈલમાં ફીડ કરતાની સાથે જ લોકોના મોબાઈલ પર નિયંત્રણ મેળવી લે છે. રિમોટ એક્સેસ દ્વારા તે લોકોના મોબાઈલમાં જે વિગતો જોઈતી હોય તે લઈ લે છે. મોબાઈલ કંટ્રોલ કર્યા બાદ મોબાઈલમાં કોઈ UPI એપ હોય તો તેના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરે છે.

નકલી વેબસાઈટ બનાવે છે

સાયબર ઠગ ઘણી ઓનલાઈન શોપિંગ કંપનીઓના નામે નકલી વેબસાઈટ બનાવે છે અને તેના પર હેલ્પલાઈન નંબર પોસ્ટ કરે છે. તેથી આવા હેલ્પલાઇન નંબરો પર કોલ કર્યા બાદ સાયબર ઠગ લોકોને છેતરે છે. મદદની ખાતરી આપીને આવી એપ લોડ કરાવવાનો પ્રયાસ કરે છે. AnyDesk સિવાય Quick Sports નામની એપ પણ છે, જે આ જ કામ કરે છે.

આ પણ વાંચો : Broadband Speed Fraud: જો તમે બ્રોડબેન્ડનો ઉપયોગ કરો છો તો ધ્યાન રાખજો, હાઈ સ્પીડ ઈન્ટરનેટના નામે થઈ રહી છે છેતરપિંડી

આ બાબતોનું રાખો ધ્યાન

કોઈ પણ ડેસ્ક એપ્લિકેશન અથવા કોઈ પણ રિમોટ ડેસ્કટોપ એપ્લિકેશનને ડાઉનલોડ કે ઈન્સ્ટોલ કરવી નહીં. કસ્ટમર કેર અધિકારી ક્યારેય કોઈ વ્યક્તિને એપ્લિકેશન ડાઉનલોડ કરવા અથવા કોડ, પાસવર્ડ, OTP જેવી કોઈ પણ માહિતી ક્યારેય પણ પૂછતા નથી. જો કોઈ છેતરપિંડી થાય છે, તો તમે 1930 પર ફરિયાદ કરી શકો છો અથવા તમે www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
g clip-path="url(#clip0_868_265)">