AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech News : ખુશખબર, BSNLના 1.12 લાખ ટાવર દેશભરમાં સ્થાપિત થશે, મળશે ઉત્તમ 4G કનેક્ટિવિટી

BSNL તાત્કાલિક અસરથી દેશભરમાં 6000 મોબાઈલ ટાવર લગાવવાની દિશામાં કામ કરી રહ્યું છે. જ્યારે આ પછી કુલ 1 લાખ ટાવર લગાવવામાં આવશે. કંપની દેશભરમાં 4G નેટવર્ક (4G Network)ને વિસ્તારવા માટે આ ટાવર ઇન્સ્ટોલ કરી રહી છે.

Tech News : ખુશખબર, BSNLના 1.12 લાખ ટાવર દેશભરમાં સ્થાપિત થશે, મળશે ઉત્તમ 4G કનેક્ટિવિટી
BSNL (Google)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 9:57 AM
Share

સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ (BSNL) દેશભરમાં લગભગ 1.12 લાખ ટાવર લગાવશે. જેની મદદથી ભારતમાં સ્વદેશી 4G ટેલિકોમ નેટવર્ક રોલઆઉટ કરી શકાય. ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) બુધવારે આ જાણકારી આપી. પ્રશ્નકાળ દરમિયાન વૈષ્ણવે કહ્યું કે ‘મને એ જણાવતા આનંદ થાય છે કે ભારતમાં BSNLનું 4G નેટવર્ક રોલઆઉટ માટે સંપૂર્ણપણે તૈયાર છે. જેને ભારતીય એન્જિનિયરે વિકસાવ્યું છે.’

6000 ટાવર તાત્કાલિક અસરથી ઉભા કરવામાં આવશે

ટેલિકોમ મંત્રીએ કહ્યું કે BSNL તાત્કાલિક અસરથી દેશભરમાં 6000 મોબાઈલ ટાવર લગાવવાની દિશામાં કામ કરી રહ્યું છે. જ્યારે આ પછી કુલ 1 લાખ ટાવર લગાવવામાં આવશે. કંપની દેશભરમાં 4G નેટવર્કને વિસ્તારવા માટે આ ટાવર ઇન્સ્ટોલ કરી રહી છે.

4G સાથે 5G લોન્ચ માટે તૈયાર

વૈષ્ણવે BSNLના 5G રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે 4Gની સાથે BSNL 5G ટેક્નોલોજી પર કામ કરી રહી છે. જે આગામી થોડા મહિનામાં તૈયાર થઈ જશે. જ્યારે મંત્રીને ટ્રેનમાં 4G નેટવર્કની ઉપલબ્ધતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ટ્રેનની અંદર ઈન્ટરનેટ કનેક્શનની સુવિધા 5G નેટવર્ક પછી જ શક્ય છે.

તેમણે કહ્યું કે 4G ટેક્નોલોજી દ્વારા 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેનની અંદરના સંચારમાં વિક્ષેપ આવશે. મંત્રીએ કહ્યું કે 1 ફેબ્રુઆરી, 2022 સુધીમાં દેશમાં લગભગ 7,93,551 બેઝ ટ્રાન્સસીવર્સ (BTS) ઓપ્ટિકલ ફાઈબર સાથે જોડાઈ ચૂક્યા છે.

મોબાઈલ ટાવરને ઓપ્ટિકલ ફાઈબરથી જોડવામાં આવશે

સરકાર વધુ ને વધુ BSNL ટાવર્સને ઓપ્ટિકલ ફાઈબર (Optical Fiber)થી જોડી રહી છે. મંત્રીએ ધ્યાન દોર્યું કે BTS TSP સંબંધિત મોબાઇલ સંચાર પ્રોવાઈડ કરે છે. તેમણે કહ્યું કે, ફાઇબર અથવા માઇક્રોવેવ સહિત અન્ય માધ્યમો દ્વારા તેમને કનેક્ટ કરવાનો નિર્ણય TSP દ્વારા લેવામાં આવે છે. જે ચોક્કસ સ્થાન પર જરૂરી નેટવર્ક ક્ષમતા સહિત વિવિધ તકનીકી-વ્યાપારી બાબતોના આધારે લેવામાં આવે છે.

આ પણ વાંચો: Instagram Updates : આવી રહ્યા છે 7 નવા ફીચર્સ, યૂઝર્સનો બદલાશે ઇન-એપ એક્સપીરિયન્સ

આ પણ વાંચો: Viral: બાઇક રેસરે દેખાડ્યો અદ્દભુત જુસ્સો, વીડિયો જોઈને તમે પણ કહેશો ‘શોખ મોટી વસ્તુ છે’

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

g clip-path="url(#clip0_868_265)">