AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gama Pehalwan : ભારતીય કુસ્તીબાજ ગામા પહેલવાનનું નામ ખબર છે? કુસ્તીને લઈને તેમનો આ રેકોર્ડ જાણવા જેવો છે

Gama Pehalwan : ગામા પહેલવાન તેમણે તેમના જીવનમાં કયા રેકોર્ડ બનાવ્યા અને લંડન રેસલિંગ ચેમ્પિયનશિપ (London Wrestling Championship)માં તેમની પસંદગી કેમ ન થઈ સમગ્ર ઘટના છે શું જાણો

Gama Pehalwan : ભારતીય કુસ્તીબાજ ગામા પહેલવાનનું નામ ખબર છે? કુસ્તીને લઈને તેમનો આ રેકોર્ડ જાણવા જેવો છે
ભારતીય કુસ્તીબાજ જે કુસ્તીમાં હાર્યો ન હતોImage Credit source: Sportskeeda
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 2:30 PM
Share

Gama Pehalwan : ભારતમાં જ્યારે પણ કુસ્તીની વાત થાય છે ત્યારે ગામા પહેલવાન (Gama Pehalwan  )નો ઉલ્લેખ ચોક્કસ થાય છે. એક એવો કુસ્તીબાજ જે ક્યારેય કોઈ કુસ્તી હાર્યો નથી. વિશ્વભરમાં ઓળખ બનાવી. દેશનું નામ રોશન કર્યું છે. તેમના જન્મદિવસ (Birth Anniversary ) નિમિત્તે ગૂગલે તેમનું ડૂડલ (Google doodle )બનાવ્યું હતુ અને તેમને યાદ કર્યા હતા. ગામાએ 50 વર્ષની કારકિર્દીમાં ઘણા ખિતાબ જીત્યા. તેમની સિદ્ધિઓને કારણે, તેઓ ધ ગ્રેટ ગામા અને રૂસ્તમ-એ-હિંદ તરીકે પણ જાણીતા હતા. ગામા (The Great Gama)હંમેશા તાકાત અને કુસ્તીની ખાસ શૈલીના કારણે ચર્ચામાં રહ્યા છે.

ગામા પહેલવાનનું સાચું નામ શું હતું, તેમણે તેમના જીવનમાં કયા રેકોર્ડ બનાવ્યા અને લંડનમાં તેમની પસંદગી કેમ ન થઈ?

સાચું નામ ગુલામ મોહમ્મદ બક્ષ ભટ્ટ હતું

ગામા પહેલવાનનું સાચું નામ ગુલામ મોહમ્મદ બક્ષ ભટ્ટ હતું. 22 મે 1878ના રોજ અમૃતસરના જબ્બોવાલ ગામમાં જન્મેલા ગુલામ મોહમ્મદની ઊંચાઈ 5 ફૂટ 7 ઈંચ અને વજન લગભગ 113 કિલો હોવાનું કહેવાય છે. જો કે, તેમના જન્મસ્થળને લઈને ઈતિહાસકારોમાં મતભેદ છે. કેટલાક ઈતિહાસકારો કહે છે કે તેમનો જન્મ મધ્ય પ્રદેશના દતિયામાં થયો હતો. ગામાને તેના પિતા મોહમ્મદ અઝીઝ બક્ષ પાસેથી કુસ્તીનું કૌશલ્ય મળ્યું હતું. પિતાને કુસ્તી કરતા જોઈને તેઓ પણ કુસ્તીબાજ બનવાની તૈયારી કરવા લાગ્યા. તેથી જ તેના પિતાએ તેને કુસ્તીની યુક્તિઓ શીખવી હતી.

એટલા માટે લંડનની રેસલિંગ ચેમ્પિયનશિપમાં કોઈ એન્ટ્રી નહોતી મળી

નાનપણથી જ કુસ્તીમાં જોર દેખાડનાર ગામાએ પોતાના વિસ્તારના ઘણા જાણીતા કુસ્તીબાજોને હરાવ્યા હતા. આ જ કારણ હતું કે, નાની ઉંમરમાં જ તેમનું નામ દેશના ખૂણે ખૂણે ફેલાઈ ગયું હતું. ભારતમાં પોતાની ઓળખ બનાવ્યા પછી, તેઓ 1910માં લંડન ગયા.

અહીં તેની ઓછી ઊંચાઈ અડચણ બની હતી. તેની ઉંચાઈ 5 ફૂટ અને 7 ઈંચ હોવાને કારણે તેને લંડન ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપ (London Wrestling Championship)માં એન્ટ્રી મળી ન હતી. આનાથી ગુસ્સે થઈને ગામાએ ત્યાંના કુસ્તીબાજોને 30 મિનિટમાં હરાવવાનો પડકાર ફેંક્યો, જેને કોઈએ સ્વીકાર્યો નહીં.

જ્યારે બ્રુસ લીએ ગામા પાસેથી ‘ધ કેટ સ્ટ્રેચ’ શીખ્યા

ગામાએ પોતાની કારકિર્દીમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હતી. તેણે 1910માં વર્લ્ડ હેવીવેઈટ ચેમ્પિયનશિપ અને 1927માં વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ જીતી હતી. આ જીત બાદ તેને ‘ટાઈગર’નો ખિતાબ મળ્યો હતો. એવું કહેવાય છે કે ગામાએ માર્શલ આર્ટના દિગ્ગજ કલાકાર બ્રુસ લીને પણ પડકાર ફેંક્યો હતો. જ્યારે બ્રુસ લી ગામાને મળ્યા ત્યારે તેમણે તેમની પાસેથી ‘ધ કેટ સ્ટ્રેચ’ શીખવાનો આગ્રહ કર્યો. તેમને શીખવ્યું

6 દેશી ચિકન, 10 લિટર દૂધ અને બદામનું ખાસ પીણું

ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તે દરરોજ 6 દેશી ચિકન, 10 લીટર દૂધ પીતો હતો. આ તેની શક્તિનું સૌથી મોટું રહસ્ય હતું. જેની સામે મોટા-મોટા કુસ્તીબાજો ચિટ કરતા હતા

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">