જાણો શા માટે 2021માં થનારા ઓલિમ્પિકને Tokyo Olympics 2020 કહેવાય છે ?
Tokyo Olympics 2020 : ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020) ની શરુઆત થઇ ચૂકી છે. રમતોનો આ મહાકુંભ 8 ઓગષ્ટ સુધી ચાલવાનો છે.
Tokyo Olympics 2020 : ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020)ની શરુઆત થઇ ચૂકી છે. રમતોનો આ મહાકુંભ 8 ઓગષ્ટ સુધી ચાલવાનો છે. અત્યાર સુધી વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઇ ચાનૂને (Mirabai Chanu) જ સિલ્વર મેડલ મળ્યો છે. પરંતુ કેટલાક લોકો ઘણા કન્ફ્યૂઝ થઇ રહ્યા છે કે 2021માં થનારા ઓલિમ્પિકને 2020નુ નામ કેમ આપવામાં આવ્યુ છે.
આપને જણાવી દઇએ કે જાપાનના ટોક્યો શહેરમાં ઓલિમ્પિકનુ આયોજન ગયા વર્ષે કરવાનુ હતુ. પરંતુ કોરોના વાયરસના ખતરાના કારણે તેણે આગળ ધકેલવામાં આવ્યુ. 1948 બાદ પહેલીવાર ઓલિમ્પિકનુ આયોજન ટાળવામાં આવ્યુ. ઓલિમ્પિક હંમેશા 4 વર્ષના અંતરાલ બાદ આયોજિત થાય છે. એવામાં 2016 બાદ તે 2020માં કરવાનુ હતુ.
આ કારણથી કહેવાય છે Tokyo Olympics 2020
કોરોના વાયરસના કારણે સમય પર ઓલિમ્પિકનુ આયોજન ન થઇ શક્યુ અને ઓલિમ્પિકને એક વર્ષ માટે સ્થગિત કરાઇ. પરંતુ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ તેનુ ઓરિજનલ બ્રાન્ડિંગ કરવાની વાત કહી, માટે તેને Tokyo Olympics 2020 કહેવાય છે.
હવે ઓલિમ્પિક આવતા વર્ષે 2024માં આયોજિત થશે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ અને ટોક્યો 2020 આયોજન સમિતિએ ગયા વર્ષે ઓલિમ્પિક 23જુલાઇ 2021ના રોજ આયોજિત કરવાની વાત કહી. ઓલિમ્પિકની તૈયારી આયોજકો સાથે ખેલાડીઓ પણ ઘણા સમય પહેલાથી કરી લેતા હોય છે.
વર્ષ પહેલાથી જ તૈયારીઓ થઇ જાય છે શરુ
ટોક્યો ઓલિમ્પિકમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ વર્ષ પહેલાથી તૈયાર કરવામાં આવે છે, ખેલાડીઓના ટી-શર્ટથી લઇ મેદાન પર લાગનાર બેનરની વ્યવસ્થા પણ વર્ષ પહેલાથી કરી લેવામાં આવે છે. એવામાં વર્ષ 2020 માટેના ઓલિમ્પિકની તૈયારી 2018 માં જ શરુ કરી દેવાઇ હતી. પરંતુ કોરોનાના કારણે આ રમત હવે 2021માં રમાવાની છે, પરંતુ આ રમતોનુ બ્રાન્ડિંગ વર્ષ 2020ના આધાર પર કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચો : Tokyo Olympics: ભારતની મહિલા હોકી ટીમની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત, આયરલેન્ડ સામે 1-0 થી જીત