Tokyo Olympics: નિરજના પરિવાર સાથે વાત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ, મરાઠા વાતો નથી કરતા, ઇતિહાસ રચે છે

નિરજ ચોપરા (Neeraj Chopra) 15 ઓગષ્ટના કાર્યક્રમ માટે દિલ્હી જશે. ત્યાર બાદ મહારાષ્ટ્ર સરકાર ( Maharashtra Government) નિરજને, પોતાના ત્યા બોલાવવા ઇચ્છે છે. સાથે જ તેના સન્માનમાં એક ભવ્ય સ્વાગત સમારોહનુ આયોજન પણ કરવા પણ તેઓ ઇચ્છે છે.

Tokyo Olympics: નિરજના પરિવાર સાથે વાત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ, મરાઠા વાતો નથી કરતા, ઇતિહાસ રચે છે
CM Uddhav Thackeray
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 11:20 PM

નિરજ ચોપરા (Neeraj Chopra) એ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં ભારતને ઐતિહાસિક ગોલ્ડ મેલ અપાવ્યો છે. જેના બાદ મહારાષ્ટ્ર ના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)એ નિરજના વખાણ કરતા મહત્વની વાત કરી તેના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. સાથે જ તેમણે નિરજનુ મહારાષ્ટ્રમાં ભવ્ય સન્માન કરવાની ઇચ્છા દર્શાવી હતી.

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નિરજ ચોપરાના વખાણ ખાસ શબ્દોમાં કર્યા હતા. તેઓએ નિરજના પરિવારજનો સાથે વાત કરતા કહ્યુ હતુ, મરાઠા વાતો નથી બનાવતા, ઇતિહાસ રચે છે. મુખ્ય પ્રધાને ના ફક્ત નિરજના કાર્યોની પ્રશંસા કરી હતી, પરંતુ મહારાષ્ટ્રમાં તેમના ભવ્ય સ્વાગત સત્કારની ઇચ્છા પણ દર્શાવી હતી. આ માટે તેઓએ નિરજના પરિવારવાળાઓ સાથે સમય માગ્યો હતો. તેઓએ બતાવ્યુ હતુ કે, નિરજનુ સન્માન વિધાનસભામાં બોલાવીને કરવામાં આવશે.

15 ઓગષ્ટ બાદ નિરજને મહારાષ્ટ્ર બોલાવવાની તૈયારી

હરિયાણાના ખાંદરા ગામના રહેનાર નિરજ 13 ઓગષ્ટે પોતાના ગામ પરત ફરશે. ગામમાં નિરજના સ્વાગતમાં લોકો રાહ જોઇને બેઠા છે. પોતાના ગામ થી નિરજ 15 ઓગષ્ટના કાર્યક્રમ માટે દિલ્હી જશે. ત્યાર બાદ મહારાષ્ટ્ર સરકાર તેને, બોલાવવા માટે ઇચ્છે છે. તેના સન્માનમાં એક ભવ્ય સ્વાગત સમારોહ આયોજીત કરવા ઇચ્છે છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

નિરજ ચોપરાનો પરિવાર કહેવાય છે, રોડ મરાઠા, શુ છે તેમની ગૌરવ ગાથા

બતાવી દઇએ કે નિરજ ચોપરાના પુર્વજ મહારાષ્ટ્રના હતા. તેઓ પાનીપતના ત્રીજા યુદ્ધમાં પેશ્વા બાલાજી બાજીરાવ તરફ થી ત્રીજા પાનીપત માટે અહીં આવ્યા હતા. જે યુદ્ધ અફઘાન સાશક અહમદ શાહ અબ્દાલી અને વીર મરાઠાઓ વચ્ચે લડવામાં આવ્યુ હતુ. તેના બાદ નિરજ ચોપડાના પૂર્વજ પાણીપતમાં જ વસી ગયા હતા. પાણીપત યુદ્ધમાં જે લોકો બચી ગયા હતા, તે તમામ જાતી અને સમાજા લોકો હરિયાણામાં રોડ મરાઠા નામ થી જાણીતા છે. સોનીપત, પાણીપત, કુરુક્ષેત્ર, કરનાલ, કૈથલ અને જીંદ એટલે કે આ 6 જીલ્લાઓમાં રાણે, ભોસલે, ચોપડે, મુલે, મહલે સરનેઇમ સાતે મરાઠા સમાજ સદીઓથી હરિયાણામાં રહેતો આવ્યો છે. ખેતી અને દુધના વ્યવસાય આ સમાજનો મુખ્ય વ્યવસાય છે. એ જ ગૌરવ શાળી પરંપરા વાળા મરાઠા સમાજના એક પરિવાર થી નિરજ સંબંધીત છે.

 આ પણ વાંચોઃ IND vs ENG: વરસાદે ભારતની જીતની આશાઓ પર ફેરવ્યુ પાણી, નોટિંગહામ ટેસ્ટ ડ્રો પર સમાપ્ત જાહેર કરાઇ

 આ પણ વાંચોઃ IND vs ENG: બુમરાહે કરેલી કમાલ ટ્રેન્ટ બ્રિઝ ગ્રાઉન્ડ પર લખાઈ ગઈ, BCCI એ શેર કર્યો વિડીયો, જુઓ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">