IND vs ENG: બુમરાહે કરેલી કમાલ ટ્રેન્ટ બ્રિઝ ગ્રાઉન્ડ પર લખાઈ ગઈ, BCCI એ શેર કર્યો વિડીયો, જુઓ
ભારતીય ઝડપી બોલરોએ કમાલની બોલીંગ પ્રથમ ટેસ્ટ દરમ્યાન કરી છે. ઇંગ્લેન્ડની બંને ઇનીંગ દરમ્યાન 10-10 વિકેટ ઝડપી બોલરોએ હાંસલ કરી છે. જેમાં જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) ની બોલીંગ જબરદસ્ત રહી હતી.
ભારત અને ઇંગ્લેન્ડ (India Vs England) વચ્ચે નોટિંગહામના ટ્રેન્ટ બ્રિઝ ગ્રાઉન્ડ પર પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરીને ભારત સામે ટક્કર લેવાની યોજના ઘડી, પરંતુ ભારતીય બોલરોએ તે દાવ ઉલ્ટો કરી દીધો હતો. ભારતીય ઝડપી બોલરોએ બંને ઇનીંગમાં તમામ 20 વિકેટ ભારતીય બોલરોએ ઝડપી લીધી હતી. ખાસ કરીને જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) વિકેટ ઝડપવામાં મેચમાં સૌથી આગળ રહ્યો હતો.
બુમહારે પ્રછમ ઇનીંગમાં તરખાટ મચાવ્યા બાદ બીજી ઇનીંગમાં પણ 5 વિકેટ મેળવી હતી. પ્રથમ ઇનીંગમાં ભારતીય બોલરોએ ઇંગ્લેન્ડને 200 રનના આંક સુધી પણ પહોંચવાથી દૂર રાખ્યુ હતુ. જ્યારે બીજી ઇનીંગમાં પણ ભારતીય બોલરો જો રુટને બાદ કરતા અન્ય ઇંગ્લીશ ખેલાડીઓને નિયમીત પેવેલિયન મોકલવામાં સફળ રહ્યા હતા. જો રુટ ભારતીય બોલરો સામે શતક નોંધાવવામાં સફળ રહ્યો હતો. જેને લઇને ભારત સામે સન્માનજનક સ્કોર ઇંગ્લેન્ડ ખડકી શક્યુ હતુ.
ઝડપી બોલર બુમરાહે બીજી ઇનીંગમાં ઇંગ્લેન્ડના 5 ખેલાડીઓને આઉટ કર્યા હતા. જેને લઇને તેનુ નામ ટ્રેન્ટ બ્રિઝના ઓનર બોર્ડ પર સામેલ કરવામાં આવ્યુ હતુ. આ પહેલા પણ બુમરાહનુ નામ 2018માં બોર્ડ ઓનર બોર્ડ પર લખવામાં આવ્યુ હતુ. આમ ટ્રેન્ટ બ્રિઝમાં બીજી વખત તેનુ નામ બોર્ડ પર લખવામાં આવ્યુ હતુ. જેને લઇ BCCI એ બુમરાહના નામ લખવાનો વિડીયો શેર કર્યો હતો.
🎥 After a fantastic 5⃣-wicket haul on Day 4 of the first #ENGvIND Test, @Jaspritbumrah93 has his name inscribed on the Honours Board for the 2⃣nd time at Trent Bridge. 👏 👏#TeamIndia pic.twitter.com/znKWnwOCUz
— BCCI (@BCCI) August 8, 2021
રોબિન્સન અને જો રુટનુ પણ નામ લખાયુ
આ પહેલા ઇંગ્લેન્ડ સામે 2018માં પ્રથમ વાર ટેસ્ટ મેચ રમતા બુમરાહે 5 વિકેટ ઝડપી હતી. આમ ફરી થી નામ લખવાને લઇ BCCI એ નામ લખવાની પુરી પ્રક્રિયાનો વિડીયો દર્શાવ્યો હતો. જેમાં બુમરાહનુ નામ ઓનર બોર્ડ પર લખવામાં આવી રહ્યુ છે, તે જોવા મળી રહ્યુ છે. બુમરાહે ડોમનિક સિબ્લે, ક્રોલી, જો રુટ, સેમ કરન અને સ્ટુઅર્ટ બ્રોડની વિકેટ ઝડપી હતી.
ઇંગ્લેન્ડના બોલર ઓલી રોબિન્સને પણ 5 વિકેટ ઝડપી હોવાને લઇને તેનુ નામ પર બુમરાહની ઉપર લખવામાં આવ્યુ હતુ. તેમજ ઇંગ્લીશ કેપ્ટન જો રુટનુ નામ પણ શતક નોંધાવવાને લઇને ઓનર બોર્ડમાં લખવામાં આવ્યુ હતુ. આમ બુમરાહનુ નામ હવે બીજી વાર નોંટિંગહામના ટ્રેન્ટ બ્રિઝ ગ્રાઉન્ડમાં નોંધાઇ ચુક્યુ છે.
આ પણ વાંચોઃ જાણો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ Neeraj Chopraનો હવે પછીનો ટારગેટ શું છે ?
આ પણ વાંચોઃ Neeraj Chopra પર ગોલ્ડ મેડલ જીતવાને લઇ પુરસ્કાર વરસ્યા, ધોનીની ટીમ પણ નથી રહી પાછળ, જાણો શું આપ્યુ