Tokyo Olympics: સેનાની ત્રણેય પાંખના જવાનો ટોક્યો ઓલિમ્પિકમાં મેદાને ઉતરશે

સંરક્ષણ મંત્રાલયે ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓને (Indian player) પ્રોત્સાહિત કર્યા છે. સાથે સંરક્ષણ મંત્રાલયે તે ખેલાડીઓના ફોટો શેર કર્યા હતા

Tokyo Olympics: સેનાની ત્રણેય પાંખના જવાનો ટોક્યો ઓલિમ્પિકમાં મેદાને ઉતરશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 1:02 PM

Indian Army: 23 જુલાઈથી શરુ થનારી ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) 2020 પર હવે સૌની નજર છે. એક વર્ષના લાંબા ગાળાની રાહ જોયા બાદ આ વર્ષ ટોક્યો ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં દુનિયાભરના રમતવીરો દેશનું ગૌરવ વધારશે. સેનાની ત્રણેય પાંખોના જવાનો ટોક્યો ઓલિમ્પિકમાં મેદાને ઉતરશે.

આ વચ્ચે સંરક્ષણ મંત્રાલયે ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓને (Indian player) પ્રોત્સાહિત કર્યા છે. સાથે સંરક્ષણ મંત્રાલયે તે ખેલાડીઓના ફોટો શેર કર્યા હતા, જે દેશની સેનામાં તો સેવા આપી રહ્યા છે, પરંતુ હવે તે ઓલિમ્પિક (Olympics)માં પણ દેશની શાન વધારવા માટે મેદાનમાં ઉતરશે. સંરક્ષણ મંત્રાલયે ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા ટ્વીટ કર્યું હતુ કે આપણા સશસ્ત્ર દળો દેશની રક્ષા જ નહીં પરંતુ ઓલિમ્પિક (Olympics)માં દુનિયાના સૌથી શ્રેષ્ઠ ખેલાડીઓની સાથે સ્પર્ધા કરે છે. તેમને શુભકામનાઓ.

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ભાગ લેનારા કેટલાક ખેલાડીઓ ભારતીય સેનામાં પણ ફરજ બજાવી રહ્યા છે. આ તમામ ખેલાડીઓ (player) માત્ર મેદાન પર દેશનું નામ રોશન કરતા નથી, પરંતુ સેનામાં રહીને પણ દેશની સેવા કરવામાં પગ પાછળ કરતા નથી તો ચાલો આપણે એક નજર તે રમતવીરો પર કરીએ જે ભારતીય સેના (Indian Army)નો પણ ભાગ છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ભુમિદળ: અમિત પંધલ (બૉક્સિંગ), મનીષ કૌશિક (બોક્સિંગ), સતિષ કુમાર (બોક્સિંગ), તરુણદીપ રાય (તીરંદાજી), સંદીપ કુમાર (એથલેટિક્સ), ગુરપ્રીત સિંઘ (એથ્લેટીક્સ), અવિનાશ સેબલ (એથલેટિક્સ), મીરાજ ચોપડા (એથલેટિક્સ), અર્જુન લાલ અને અરવિંદસિંહ (નૌકા), વિષ્ણુ સરવનન (નૌકા), પ્રવીણ જાધવ (તીરંદાજી)

વાયુદળ: શિવપાલ સિંહ (જેવેલિન થ્રો), દીપક કુમાર (એર રાઈફલ), અશોક કુમાર (રેસલિંગ કોમ્પિટિશન રેફરી), નોહ નિર્મલ ટોમ (400 મી રિલે), એલેક્સ એન્થોની (400 મીટર મિક્સ રિલે)

નૌસેના: તેજિંદર પાલ સિંહ (ગોળા ફેંક), મોહમ્મદ અનસ (4 x 400 મીટર રિલે), જગબીર (400 મીટર હર્ડલ્સ)

આ તમામ ખેલાડીઓ પહેલા પણ આપણા દેશનું નામ રોશન કરી ચૂક્યા છે અને ફરી એક વખત ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympics)માં મેદાન પર રમવા ઉતરશે.

આ પણ વાંચો : NRI Player of India : ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના NRI ખેલાડી ભાગ લેશે, ખેલાડીઓ હૉકી અને ટેનિસના મેડલ પર દાવેદાર

g clip-path="url(#clip0_868_265)">