Tokyo Olympics 2020 Highlights: ઓસ્ટ્રેલિયા એ ભારતીય પુરુષ હોકી ટીમને 7-1 થી હરાવ્યુ, માના પટેલ સેમિફાઇનલમાં સ્થાન ના બનાવી શકી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 11:54 PM

Tokyo Olympics 2020 Highlights : ભારતના બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ  જીતની શરુઆત કરી છે અને સરળતાથી  પહેલી મેચ જીતી છે. ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા એ પણ જોરદાર રમત રમીને જીત મેળવી. બોક્સિંગમાં ભારતનો મજબુત પંચ, મેરીકોમે હર્નાન્ડેઝ ગાર્સિયાને 4-1થી હાર આપી છે

Tokyo Olympics 2020 Highlights: ઓસ્ટ્રેલિયા એ ભારતીય પુરુષ હોકી ટીમને 7-1 થી હરાવ્યુ, માના પટેલ સેમિફાઇનલમાં સ્થાન ના બનાવી શકી
બીજા ક્વાર્ટર બાદ ભારતીય હોકી ટીમ ઓસ્ટ્રેલીયા સામે 4-0 થી પાછળ

Tokyo Olympics 2020 Live: ટોક્યો ઓલિમ્પિક 2020માં રવિવારનો દિવસ ભારત માટે દિગ્ગજ ખેલાડીઓએ પોતાનુ નસીબ અજમાવ્યુ. જો કે ભારતની શરૂઆત સારી ના રહી. નિશાનેબાજ મનુ ભાકર અને યશસ્વિની દેસવાલ 10 મીટર એર પિસ્તોલની ફાઈનલમાં સ્થાન ના પામી શત્યા. તો બીજી બાજુ દિપક કુમાર અને દિવ્યાંશ પવાર પણ 10 મીટર એર રાયફલની ફાઈનલમાં ના પહોચી શક્યા.

ટેબલ ટેનિસ ખેલાડી જી. સાથિયાનને બીજા રાઉન્ડમાં તેનાથી નીચી રેંક ધરાવતા હોંગકોગના લૈમ એ 4-3થી હરાવ્યા. સાનિયા મિર્ઝા અને અંકિતા રૈનાની જોડી પણ ટેનિસમાં મહિલા ડબલ્સના પહેલા રાઉન્ડમાં બહાર થઈ ગઈ. પી.વી. સિંધુ અને મૈરીકોમ જેવા જાણીતા ખેલાડી નસીબ અજમાવવા મેદાનમાં ઉતર્યા અને બન્નેએ શાનદાર જીત મેળવી.

ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા એ પણ જોરદાર રમત રમીને જીત મેળવી. શરૂઆતની બે ગેમ હાર્યા બાદ, તે જીતવામાં સફળ રહી. બીજી બાજુ પુરુષ હોકી ટીમ ખરાબ રીતે ઓસ્ટ્રેલિયા સામે હારી. ઓસ્ટ્રેલિયાએ ભારતની પૂરૂષ હોકી ટીમને 7-1થી હરાવી. ભારતના બે તરવૈયા માના પટેલ અને શ્રીહરી નટરાજ પણ આગળ ના જઈ શક્યા.

ભારતના બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ  જીતની શરુઆત કરી છે અને સરળતાથી  પહેલી મેચ જીતી છે.  બેડમિન્ટનની પહેલી મેચમાં પી વી સિંધુએ ઇઝરાયલના પોલિકારપોવાને કારમી હાર આપી છે. જ્યારે ટેનિસમાં સાનિયા મિર્ઝા-અંકિતા રૈનાની જોડી પહેલા રાઉન્ડમાં જ બહાર થઇ ચૂકી છે.

આપને જણાવી દઇએ કે  ભારતના દીપક કુમાર અને દિવ્યાંશ પવાર શૂટિંગમાં  10મીટર એર રાયફલના ફાઇનલમાં જગ્યા મેળવી શક્યા નથી. આ ઉપરાંત ટેબલ ટેનિસમાં ભારતને ઝટકો મળ્યો છે. ભારતના જી.સાથિયાનને હાર મળી છે. હોંગકોંગના સિયુ હાંગે તેમને 4-3થી હરાવ્યા. આ ઉપરાંત જિમનાસ્ટ પ્રણતિ નાયકની સફર પણ પૂર્ણ થઇ ચૂકી છે. બોક્સિંગમાં ભારતનો મજબુત પંચ, મેરીકોમે હર્નાન્ડેઝ ગાર્સિયાને 4-1થી હાર આપી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 Jul 2021 05:07 PM (IST)

    શ્રી હરિ નટરાજ પણ બહાર

    શ્રી હરિ નટરાજ પુરુષો ની 100 મીટર બેકસ્ટ્રોક સ્પર્ધામાં ત્રીજી હિટમાં ઉતર્યા હતા. જોકે તે પણ સફળતા હાંસલ નથી કરી શક્યો. તેણે 54.31 સેકન્ડનો સમય નિકાળ્યો હતો અને છઠ્ઠુ સ્થાન હાંસલ કર્યુ હતુ.

  • 25 Jul 2021 04:56 PM (IST)

    માના પટેલ સેમિફાઇનલમાં સ્થાન ના બનાવી શકી

    રવિવારે ભારતે પણ તરણમાં ભાગ્ય અજમાવ્યું હતું. માના પટેલે મહિલા વિભાગમાં મોર્ચો સંભાળી લીધો હતો. પરંતુ 100 મીટર બેકસ્ટ્રોક ઇવેન્ટમાં તેણે પોતાની હીટમાં બીજા સ્થાને રહી હતી. તે સેમિફાઇનલમાં સ્થાન બનાવવાનુ ચુકી ગઇ હતી. તેણે 1 મિનિટ 5.20 સેકન્ડનો સમય પસાર કર્યો હતો.

  • 25 Jul 2021 04:41 PM (IST)

    ઓસ્ટ્રેલિયાએ ભારતને 7-1 થી હરાવ્યુ

    ભારતીય હોકી ટીમ ને ટોક્યો ઓલિમ્પિક 2020માં બીજી મેચમાં ખરાબ હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયા એ આ મેચમાં દમદાર પ્રદર્શન કરીને ભારતને પરાજ્ય ઓપ્યો હતો. ભારત માટે એક માત્ર ગોલ દિલપ્રિતે કર્યો હતો. પ્રથમ ક્વાર્ટરમાં કેટલોક સમય બાદ ભારત ક્યારેય ઓસ્ટ્રેલિયાની સામે ટકી શક્યુ નહોતુ.

  • 25 Jul 2021 04:30 PM (IST)

    ભારતની હાર નિશ્વિત

    આ મેચમાં ભારતની હાર નિશ્વિત લાગી રહી છે. ભારતે અત્યાર સુધીમાં ફક્ત એક જ ગોલ કર્યો છે. હવે અંતિમ મીનીટોનો સમય જ બાકી રહ્યો છે. આવામાં હવે ભારત માટે મેચમાં પરત ફરવુ મુશ્કેલ લાગી રહ્યુ. ભારતની આ ઓલિમ્પિકમાં આ પ્રથમ હાર છે.

  • 25 Jul 2021 04:14 PM (IST)

    ઓસ્ટ્રેલિયા એ છઠ્ઠો ગોલ કર્યો

    ઓસ્ટ્રેલિયાએ ત્રાજા ક્વાર્ટરમાં પોતાનો દબદબો બનાવી રાખ્યો છે. ભારત પર તેણે દબાણ વધાર્યુ છે. ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠો ગોલ કરી દીધો છે. આ ગોલ પેનલ્ટી કોર્નર પર કર્યો છે. ભારતની મેચમાં પરત ફરવાની સંભાવનાઓ ખતમ થઇ રહી છે. ઓસ્ટ્રેલિયા 6-1 થી આગળ

  • 25 Jul 2021 04:04 PM (IST)

    ભારતે ખોલ્યુ ખાતુ

    ભારતે આખરે પોતાનુ ખાતુ ખોલ્યુ છે. ભારતે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો છે. આ ગોલ ત્રીજા ક્વાર્ટરમાં કર્યો છે. હવે ભારતે ત્રણ ગોલ ને પાર પાડવાના છે. ભારત માટે દિલપ્રીત સિંહે ગોલ કર્યો છે.

  • 25 Jul 2021 04:02 PM (IST)

    ભારત ને મળી ત્રણ પેનલ્ટી કોર્નર

    ભારતને ત્રીજા ક્વાર્ટરની શરુઆતમાં ત્રણ પેનલ્ટી કોર્નર મળી હતી. પરંતુ ત્રણેયમાંથી એકમાં પણ તે ગોલ નથી કરી શક્યા

  • 25 Jul 2021 03:55 PM (IST)

    હોકીઃ ત્રીજો ક્વાર્ટર શરુ

    ત્રીજા ક્વાર્ટરમાં ભારતે પરત ફરવા માટે કોશિષ કરવી પડશે. ભારતે હજુ સુધી ખાતુ ખોલ્યુ નથી. જોકે મેચમાં ભારત પરત ફરવાનો દબ ધરાવે છે.

  • 25 Jul 2021 03:52 PM (IST)

    બીજા ક્વાર્ટર બાદ ઓસ્ટ્રેલિયા 4-0 થી આગળ

    પ્રથમ ક્વાર્ટરમાં ભારત જે રીતે રમત દર્શાવી છે તેને બીજા ક્વાર્ટરમાં આગળ વધારી શક્યુ નથી. પૂરી રીતે બેકફુટ પર રહી હતી. ઓસ્ટ્રેલિયાએ ભારત પર પૂરી રીતે દબાણ બનાવી રાખ્યુ હતુ. અને તેના કારણે આ ક્વાર્ટરમાં તે ત્રણ ગોલ કરવામાં સફળ રહ્યા છે. બીજા ક્વાર્ટરમાં 4-0 થી આગળ છે.

  • 25 Jul 2021 03:40 PM (IST)

    ઓસ્ટ્રેલિયાનો ચોથો ગોલ

    ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાએ આક્રમક રમતની શરુઆત કરી છે. ઓસ્ટ્રેલિયા એ બીજા ક્વાર્ટરમાં ત્રીજા અને ચોથો ગોલ કર્યો હતો. ભારતે જલ્દી થી પોતાની રમતમાં સુધારો કરવાની જરુર છે અને પરત ફરવુ પડશે. નહીંતર મેચ હાથથી નિકળી જશે.

  • 25 Jul 2021 03:28 PM (IST)

    મનિષ કૌશિકને પ્રથમ તબક્કામાં મળી હાર

    ભારતને બોક્સિંગ માટે સારી ખબર નથી આવી મનિષ કૌશિક અંતિમ 32 મેચમાં જીત મેળવી શક્યો નથી. બ્રિટનના લ્યૂક મેકોરમેક એ તેને 4-1 થી હરાવી દીધા છે. આ સાથે જ મનિષનુ ઓલિમ્પિક મેડલ જીતવાનુ સપનુ પણ ટૂટી ગયુ છે. અને ભારતનો વધુ એક બોક્સર બહાર થયો છે. આ પહેલા શનિવારે વિકાસ કૃષ્ણ પોતાની પ્રથમ મેચ હારી ગયો હતો.

  • 25 Jul 2021 03:04 PM (IST)

    આ છે હોકી ટીમ

  • 25 Jul 2021 02:34 PM (IST)

    Tokyo Olympics 2020: થોડી જ વારમાં પુરુષ હોકી ટીમનો મુકાબલો શરુ થશે

    ભારતની પુરુષ હોકી ટીમ થોડા જ સમયમાં ઓસ્ટ્રેલિયા સામે રમવા મેદનમાં આવશે. આ મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે. આ મેચ પૂલ એ ની બંને ટીમો વચ્ચે હશે. ભારતીય ટીમે તેની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડને 3-2થી હાર આપી હતી.

  • 25 Jul 2021 02:15 PM (IST)

    Tokyo Olympics 2020 Live: મેરી કોમના પંચમાં છે દમ

  • 25 Jul 2021 01:55 PM (IST)

    Tokyo Olympics 2020 Live: મેરીકોમનો આગામી મુકાબલો 29 જુલાઈના રોજ

    મેરીકોમે રાઉન્ડ ઓફ 32નો મુકાબલો4:1ના સ્પલીટ નિર્ણયથી જીત મેળવી છે. આ મેચમાં તેમણે ખુબ ડિફેન્સ સાથે રમત રમી હતી, શાનદાર શરુઆત સાથે હવે મેડલની આશા વધી છે.બોક્સિંગમાં ભારતનો મજબુત પંચ, મેરીકોમે હર્નાન્ડેઝ ગાર્સિયાને 4-1થી હાર આપી છે. મેરીકોમનો આગામી મુકાબલો 29 જુલાઈના રોજ રમાશે.કોલમ્બિયાના ખેલાડી સાથે થશે.

  • 25 Jul 2021 01:50 PM (IST)

    Tokyo Olympics 2020 Live: પ્રથમ રાઉન્ડમાં મેરીકોમે ડિફેન્સ સાથે રમી

    મેરિકોમની પ્રથમ રાઉન્ડમાં શાનદાર શરુઆત કરી હતી. તેમની વિરુદ્ધી ખેલાડી ફ્રંટ પર આવી અટૈક કર્યો હતો પરંતુ મેરીકોમે ખુબ સારો ડિફેન્સ આપ્યો હતો, પ્રથમ રાઉન્ડ બાદ 5માંથી ત્રણ જજે મેરી કોમને 10 અંક આપ્યા છે.

  • 25 Jul 2021 01:40 PM (IST)

    Tokyo Olympics 2020 Live: મેરી કોમનો મેચ શરુ

    ભારતની સ્ટાર બૉક્સર મેરીકોમનો મુકાબલો શરુ થયો છે. 51 કિગ્રાની શરુઆતની રાઉન્ડમાં 32માં રાઉન્ડમાં તેમનો મુકાબલો હર્નાન્ડેઝ ગાર્સિયા સાથે ચાલી રહ્યો છે.

  • 25 Jul 2021 01:38 PM (IST)

    Tokyo Olympics 2020 Live: મેરી કોમનો મેચ શરુ

    મેરી કોમનો મેચ શરુ

  • 25 Jul 2021 01:26 PM (IST)

    Tokyo Olympics 2020 Live: પાંચમો રાઉન્ડ હારી મનિકા બત્રા

    ટેબલ ટેનિસમાં મનિકા બત્રા પાંચમો રાઉન્ડ હારી, તેમની વિરુદ્ધ ખેલાડી પેસોત્સકા પાંચમો રાઉન્ડમાં 11-8થી જીત્યો છે તે 3-2થી આગળ હતી

  • 25 Jul 2021 01:14 PM (IST)

    Tokyo Olympics 2020 Live: ટેબલ ટેનિસ : મનિકા બત્રાએ 2-2 સ્કોર બરાબર કર્યો

    મનિકા બત્રાએ સતત બીજી રમત જીતી. તેમને ચોથો રાઉન્ડ રમત 12-10થી જીતી હતી અને હવે તેનો સ્કોર 2-2 ની બરાબર પર છે. મનિકાનો પર્સનલ કોચ સ્ટેન્ડમાં છે અને સતત તેને પ્રોત્સાહિત કરી રહ્યો છે.

  • 25 Jul 2021 12:59 PM (IST)

    ટેબલ ટેનિસ – ત્રીજી ગેમ જીત્યા મનિકા બત્રા

    સતત બે ગેમ હાર્યા બાદ મનિકાએ ત્રીજી ગેમ 11-7થી પોતાના નામે કરી છે. હવે તેઓ 1-2થી પાછળ છે.

  • 25 Jul 2021 12:50 PM (IST)

    ટેબલ ટેનિસ (Table Tennis) : મનિકા બત્રાને બે ગેમમાં મળી હાર

    મનિકા બત્રાનીપહેલી ગેમમાં તેમને 4-11થી હાર મળી. બીજી ગેમમાં પણ મનિકાને હાર મળી છે. બીજી ગેમમાં યુ્ક્રેનના ખેલાડીએ તેમને 11-4 મ્હાત આપી છે.

  • 25 Jul 2021 12:35 PM (IST)

    ટેબલ ટેનિસ (Table Tennis) – મનિકા બત્રાની મેચ શરુ

    ભારતના મનિકા બત્રાની મેચ શરુ.ટેબલ ટેનિસના બીજા રાઉન્ડની મેચમાં તેઓ યૂક્રેનના માર્ગરીટા પેસોત્સકા સામે રમી રહ્યા છે.

  • 25 Jul 2021 12:19 PM (IST)

    સેલિંગ – બે રેસ બાદ 27માં સ્થાન પર નેત્રા કુમાનન

    મહિલા સિંગલ ડિંગીની બીજી રેસમાં નેત્રા 16માં સ્થાન પર રહ્યા. પહેલી રેસમાં તેઓ 33માં સ્થાન પર હતા. કુલ 49 અંક સાથે 27માં સ્થાન પર છે. આગામી બે રેસ આવતીકાલે થશે. કુલ 10 રેસ થશે ટૉપ 10 ખેલાડી ફાઇનલમાં પહોંચશે.

  • 25 Jul 2021 12:06 PM (IST)

    જિમનાસ્ટિક – પ્રણતિ નાયકની સફર પૂર્ણ

    આર્ટિસ્ટિક જિમનાસ્ટિકમાં ભારતના પ્રણતિ નાયક ઑલ રાઉન્ડના ફાઇનલ્સ માટે ક્વોલિફાય ન કરી શક્યા. ચાર કેટેગરીનો તેમનો કુલ સ્કોર 42.565 રહ્યો, જ્યારે બીજા સબડિવિઝન બાદ 29માં રેન્ક પર છે. ટૉપ 24 ખેલાડી ઓલરાઉન્ડ ફાઇનલમાં જાય છે.

  • 25 Jul 2021 11:49 AM (IST)

    ટેબલ ટેનિસ (Table Tennis ) – ભારતના જી.સાથિયાનને ટેબલ ટેનિસમાં મળી હાર

    ટેબલ ટેનિસમાં ભારતને ઝટકો મળ્યો છે. ભારતના જી.સાથિયાનને બીજા રાઉન્ડની મેચમાં હાર મળી છે. હોંગકોંગના સિયુ હાંગે તેમને 4-3થી હરાવ્યા.

  • 25 Jul 2021 11:36 AM (IST)

    ટેબલ ટેનિસ (Table Tennis) – રોમાંચક મોડ પર જી સાથિયાનનો મુકાબલો

    જી સાથિયાનનો મુકાબલો રોમાંચક થઇ ગયો છે. સતત ત્રણ ગેમ હાર્યા બાદ હૉન્ગ કૉન્ગના લૈમ સિયૂ હેંગે પાંચમી ગેમમાં 11-9થી જીત મેળવી. હવે માત્ર બે ગેમ છે તે વિજેતાનો નિર્ણય કરશે.

  • 25 Jul 2021 11:17 AM (IST)

    ટેબલ ટેનિસ (Table Tennis) – પહેલી ગેમ હાર્યા બાદ ભારતના સાથિયાને સતત બે રાઉન્ડ જીતીને 2-1ની લીડ મેળવી

    જી સાથિયાન પુરુષ સિંગલ્સના બીજા રાઉન્ડના મુકાબલામાં પહેલી ગેમ હાર્યા. પરંતુ ફરી પછીના બે રાઉન્ડ સતત જીતીને 2-1ની લીડ મેળવી લીધી છે.

  • 25 Jul 2021 11:07 AM (IST)

    Shooting (શૂટિંગ) – ભારતના દીપક કુમાર અને દિવ્યાંશ પવાર 10 મીટર એર રાયફલના ફાઇનલમાં ન મેળવી શક્યા સ્થાન

    ભારતના દીપક કુમાર અને દિવ્યાંશ પવાર  10મીટર એર રાયફલના ફાઇનલમાં જગ્યા મેળવી શક્યા નથી.  દીપકે 624.7 અંક સાથે 26માં સ્થાન પર અને દિવ્યાંશ 622.8 અંક સાથે 32માં સ્થાન પર રહ્યા.  ચીનના યાંગ હોરાને 632.7 અંક સાથે ઓલિમ્પિક રેકોર્ડ કાયમ કર્યો .

  • 25 Jul 2021 10:46 AM (IST)

    શૂટિંગ (Shooting ) – પુરુષોના 10 મીટર એર રાયફલ ક્વોલિફિકેશનમાં દીપક 28 અને દિવ્યાંશ 33માં સ્થાન પર  

    પુરુષોના 10 મીટર એર રાયફલ ક્વોલિફિકેશનમાં ભારતના દીપક કુમાર અને દિવ્યાંશ સિંહ પવારે નિરાશ કર્યા છે. દીપક 28 અને દિવ્યાંશ 33માં સ્થાન પર છે.

  • 25 Jul 2021 10:33 AM (IST)

    સ્કેટબોર્ડિંગ – જાપાનના યૂટો હોરીગોમ બન્યા પહેલા ગોલ્ડ મેડલિસ્ટ

    સ્કેટબોર્ડિંગને પહેલીવાર ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવ્યુ છે. સ્કેટબોર્ડિંગમાં પુરુષ વર્ગમાં જાપાન ચેમ્પિયન બન્યુ છે. જાપાનના યૂટો હોરીગોમે ગોલ્ડ મેડલ જીત્યો છે.

  • 25 Jul 2021 10:23 AM (IST)

    સેલિંગ – રેસ 01માં 33માં સ્થાન પર રહ્યા ભારતના નેત્રા કુમાનન

    સેલિંગ – મહિલા સિંગલ્સ વન ડિંઘી રેડિયાલ રેસ 01માં 44 ખેલાડીઓએ ભાગ લીધો. ભારતની નેત્રા કુમાનન 33માં સ્થાન પર રહ્યા. આગામી દિવસોમાં 10 રેસ થશે ત્યારબાદ ટૉપ 10 ખેલાડી ફાઇનલ માટે ક્વોલિફાઇ કરશે.

  • 25 Jul 2021 10:05 AM (IST)

    શૂટિંગ (Shooting) – પુરુષોના 10મીટર એર રાઇફલ ક્વોલિફિકેશનમાં ત્રણ સીરીઝ બાદ દિવ્યાંશ 33માં સ્થાન પર

    પુરુષોના 10 મીટર એર રાઇફલ ક્વોલિફિકેશનમાં ભારતના દીપક કુમાર અને દિવ્યાંશ સિંહ પવાર પાછળ ચાલી રહ્યા છે. ત્રણ સીરીઝ સમાપ્ત થયા બાદ દિવ્યાંશ 33માં સ્થાન પર

  • 25 Jul 2021 09:54 AM (IST)

    શૂટિંગ (Shooting) – દીપક અને દિવ્યાંશ પાસેથી ભારતને આશાઓ

    પુરુષોના 10મીટર એર રાઇફલ ક્વોલિફિકેશનમાં ભારતના દીપક કુમાર અને દિવ્યાંશ સિંહ પવાર સામેલ થઇ રહ્યા છે. પહલી સીરીઝમાં દીપકે 71.4 અને દિવ્યાંશે 102.7 અંક મેળવ્યા છે.

  • 25 Jul 2021 09:48 AM (IST)

    શૂટિંગ (Shooting) – 10મીટર એર રાઇફલ (પુરુષ) ઇવેન્ટ શરુ

    10મીટર એર રાઇફલના ક્વોલિફિકેશન રાઉન્ડમાં  ભારત તરફથી દિવ્યાંશ સિંહ પવાર અને દીપક કુમાર ભાગ લઇ રહ્યા છે.

  • 25 Jul 2021 09:36 AM (IST)

    ટેનિસ (Tennis) – ભારતની સાનિયા મિર્ઝા-અંકિતા રૈનાની જોડીને મળી હાર

    સાનિયા- અંકિતાની જોડીને લિડમયલા અને નાદિયા કિચનોકની જોડીએ હરાવ્યા છે. પહેલો સેટ 6-0થી જીતનારા સાનિયા-અંકિતાને બીજા સેટમાં 6-7 અને ત્રીજા સેટમાં 8-10થી હારનો સામનો કરવો પડ્યો છે. તેઓ પહેલા જ રાઉન્ડમાં બહાર થઇ ચૂક્યા છે.

  • 25 Jul 2021 09:17 AM (IST)

    ટેનિસ (Tennis) – બીજા સેટમાં સાનિયા-અંકિતાને હાર

    સાનિયા-અંકિતાને બીજા સેટમાં હારનો સામનો કરવો પડ્યો છે. લિડમયલા અને નાદિયા કિચનોકની જોડીએ બીજો સેટ 7-6થી જીતી લીધો છે. આ સેટમાં જોરદાર ટક્કર જોવા મળી . બીજો સેટ 58 મિનિટ સુધી ચાલ્યો.

  • 25 Jul 2021 09:08 AM (IST)

    ટેનિસ (Tennis) – બીજા સેટમાં સાનિયા-અંકિતાને મળી રહી છે જોરદાર ટક્કર

    બીજા સેટમાં લિડમયલા અને નાદિયા કિચનોકની જોડી કમાલ કરી રહી છે. બંને સાનિયા-અંકિતાની જોડીને બરાબર ટક્કર આપી રહી છે. બીજા સેટ 6-6થી બરાબર પર છે.

  • 25 Jul 2021 09:03 AM (IST)

    ઑસ્ટ્રેલિયાની સ્વીમિંગ રીલે ટીમનો વર્લ્ડ રેકોર્ડ

    ઑસ્ટ્રેલિયાની મહિલા રિલે ટીમે 4*100 મીટર ફ્રી સ્ટાઇલ સ્વીમિંગમાં દેશને ટોક્યો ઓલિમ્પિકનો પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો. તેમણે વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે.

  • 25 Jul 2021 08:59 AM (IST)

    અમેરિકાના ગોલ્ફ ખેલાડી બ્રાયસન ડીચૈમબ્યૂ કોવિડ પોઝિટિવ

    અમેરિકાના (America) ગોલ્ફ (Golf) ખેલાડી બ્રાયસન ડીચૈમબ્યૂ કોવિડ (Covid) પોઝિટિવ થયા છે. તેઓ અમેરિકા માટે ઓલિમ્પિકમાં (Olympics) ભાગ નહીં લઇ શકે અને દેશ પાછા ફરી રહ્યા છે. તેમની જગ્યાએ પૈટ્રિક રીડને લેવામાં આવશે.

  • 25 Jul 2021 08:39 AM (IST)

    ટેનિસ(Tennis) -બીજા સેટમાં આગળ થઇ સાનિયા-અંકિતાની જોડી

    બીજા સેટમાં આગળ થઇ સાનિયા-અંકિતાની જોડી, આ જોડી 5-2થી આગળ ચાલી રહી છે.

  • 25 Jul 2021 08:26 AM (IST)

    ટેનિસ (Tennis)-  બીજો સેટ 2-2 પર, સાનિયા-અંકિતાને મળી રહી છે જોરદાર ટક્કર

    પહેલો સેટ હારનારી લિડમયલા અને નાદિયાની જોડી બીજા સેટમાં સાનિયા-અંકિતાને ટક્કર આપી રહ્યા છે. બીજો સેટ અત્યારે 2-2 પર ચાલી રહ્યો છે.

  • 25 Jul 2021 08:11 AM (IST)

    ટેનિસ(Tennis)- ભારતના સાનિયા અંકિતાની જોડીએ પહેલો સેટ જીત્યો

    ભારતના સાનિયા અંકિતાની જોડીએ પહેલો સેટ જીતી લીધો છે. તેમણે 6-0થી આ સેટ પોતાના નામે કર્યો છે.

  • 25 Jul 2021 08:08 AM (IST)

    ટેનિસ(Tennis) – ભારતના સાનિયા- અંકિતાએ પહેલા સેટમાં લીડ મેળવી

    સાનિયા મિર્ઝા અને અંકિતા રૈના પહેલા મુકાબલામાં યુક્રેનની નાદિયા અને લિડમયલા જોડી સામે ઉતર્યા છે. ભારતીય જોડી પહેલા સેટમાં 3-0થી આગળ ચાલી રહી છે.

  • 25 Jul 2021 08:00 AM (IST)

    ટ્યુશેનિયાના યુવા ખેલાડીને નામ 400મીટર ફ્રી સ્ટાઇલનો ગોલ્ડ

  • 25 Jul 2021 07:57 AM (IST)

    બેડમિન્ટન (Badminton) -ભારતના બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં કરી જીતની શરુઆત

    ભારતના બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં જીતની શરુઆત કરી છે. તેમણે ઇઝરાયલના પોલિકારપોવાને મ્હાત આપી છે. સિંધુએ આ મુકાબલો 28 મિનિટમાં પોતાના નામ પર કર્યો. 21-7 અને 21-10થી પોલિકારપોવાને હરાવ્યા.

  • 25 Jul 2021 07:36 AM (IST)

    મેન્સ સ્કીટ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં  મેરાજ ખાન અને અંગદ બાજવાએ કરી સારી શરુઆત

    મેન્સ સ્કીટ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં  મેરાજ ખાન અને અંગદ બાજવાએ સારી શરુઆત કરી છે. પહેલા રાઉન્ડમાં મેરાજે પરફેક્ટ 25 અંક મેળવ્યા છે. પહેલા સ્થાન પર છે. જ્યારે અંગદ પાંચમાં સ્થાન પર છે. આ ઇવેન્ટમાં ટૉપ 6 ખેલાડી ફાઇનલમાં જશે.

  • 25 Jul 2021 07:31 AM (IST)

    બેડમિન્ટન (Badminton) – પહેલા સેટમાં સિંધુએ મેળવી લીડ

    પીવી સિંધુએ (PV Sindhu) મેચની શરુઆતમાં લીડ મેળી લીધી છે. તેમણે પહેલો સેટ 21-7થી પોતોના નામ પર કર્યો છે.

  • 25 Jul 2021 07:19 AM (IST)

    બેડમિન્ટન (Badminton) – સિંધુની મેચ શરુ

    બેડમિન્ટનમાં પિવિ સિંધુની મેચ શરુ અત્યારે સ્કોર 4-4

  • 25 Jul 2021 07:09 AM (IST)

    થોડી વારમાં શરુ થશે પીવી સિંધુની મેચ

    બેડમિન્ટન (Badminton) સિંગલ્સમાં આજે પીવી સિંધુ (pv sindhu) એક્શનમાં હશે. 7:10 વાગે તેમની મેચ શરુ થશે.તેઓ ઇઝરાયલના કેસિયા પેલિકારપોવા સામે મુકાબલો કરશે

  • 25 Jul 2021 07:07 AM (IST)

    રોવિંગ (Rowing)  – અરુણલાલ અને અરવિંદ સિંહ સેમિફાઇનલમાં

    ભારત માટે સારા સમાચાર અરવિંદ સિંહ અને અરુણ લાલ લાઇટવેટ મેન્સ ડબલ્સ સ્કલના રેપેચ રાઉન્ડમાં 6:51:36ના ટાઇમિંગ સાથે ત્રીજા સ્થાન પર રહ્યા અને સેમીફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યુ.

  • 25 Jul 2021 06:56 AM (IST)

    10મીટર એર પિસ્ટલ ક્વોલિફિકેશન મુકાબલામાં ભારતના મનુ ભાકર અને યશશ્વિની સિંહ દેસવાલ મેડલની રેસમાંથી બહાર

    10મીટર એર પિસ્ટલ ક્વોલિફિકેશન મુકાબલામાં ભારતના મનુ ભાકર અને યશશ્વિની સિંહ દેસવાલ મેડલની રેસમાંથી બહાર થઇ ગયા છે.મનુ ભાકર 12માં સ્થાન પર અને યશશ્વિની સિંહ 13માં સ્થાન પર આવ્યા. આપને જણાવી દઇએ કે ફાઇનલમાં જવા માટે ટૉપ-8માં સ્થાન મેળવવાનુ હતુ

  • 25 Jul 2021 06:43 AM (IST)

    જિમનાસ્ટિક ઇવેન્ટ પણ શરુ

    જિમનાસ્ટિક વુમન આર્ટિસ્ટિક ક્વોલિફિકેશન રાઉન્ડ પણ શરુ થઇ ગયો છે. જેમાં ભારતના પ્રણતિ નાયક ભાગ લઇ રહ્યા છે.

  • 25 Jul 2021 06:42 AM (IST)

    સ્કીટ શૂટિંગ ક્વોલિફિકેશન શરુ

    પુરુષ સ્કીટ શૂટિંગ ક્વોલિફિકેશન મુકાબલો શરુ જેમાં 30 શૂટર્સ ભાગ લઇ રહ્યા છે.જેમાં બે ભારતીય છે. ટૉપ 6 ફાઇનલમાં જશે.

  • 25 Jul 2021 06:35 AM (IST)

    મનુ 15માં અને યશશ્વિની 17માં રેન્ક પર

    ટૉપ 8માં પહોંચવા કોશિશ કરી રહ્યા છે મનુ ભાકર અને યશશ્વિની સિંહ અત્યારે મનુ 15માં અને યશશ્વિની 17માં રેન્ક પર આવી ગયા છે.

  • 25 Jul 2021 06:25 AM (IST)

    મનુ ભાકર હવે 17માં સ્થાન પર

    ત્રીજા સેટ બાદ મનુ ભાકર પાછળ આવી ગયા છે. 98,95,94 સ્કોર બાદ 17માં સ્થાન પર છે જ્યારે યશશ્વિની સિંહ દેસવાલ 94,98,94 સાથે  તેમનાથી આગળ છે.

  • 25 Jul 2021 06:23 AM (IST)

    મનુ ભાકર 13માં સ્થાન પર છે જ્યારે યશશ્વિની સિંહ દેસવાલ 19માં સ્થાન પર

    મહિલા 10મીટર એર પિસ્ટલ ક્વોલિફિકેશનમાં અત્યારે મનુ ભાકર 13માં સ્થાન પર છે જ્યારે યશશ્વિની સિંહ દેસવાલ 19માં સ્થાન પર છે.

  • 25 Jul 2021 06:20 AM (IST)

    બીજા સેટ પૂર્ણ મનુ ભાકર 5માં નંબર પર

    મનુ ભાકરનો બીજો સેટ થોડો મોડો પૂર્ણ થયો. તેમને બીજા સેટમાં 95અંક મળ્યા મનુની રેન્કિંગમાં સુધાર થયો અને હવે તે 5માં નંબર પર છે.

  • 25 Jul 2021 06:17 AM (IST)

    મનુ ભાકરે બીજા સેટમાં મેળવ્યા 95 અંક

    મનુ ભાકરનો બીજી સેટ થોડો મોડો પૂર્ણ થયો. બીજા સેટમાં તેમણે 95 અંક મેળવ્યા

  • 25 Jul 2021 06:10 AM (IST)

    બીજા સેટ બાદ યશશ્વિની સિંહ 12માં નંબર પર

    બીજા સેટ બાદ યશશ્વિની સિંહ 12માં નંબર પર છે. ઉલ્લેખનીય છે કે ટૉપ 8 ખેલાડીઓ ફાઇનલમાં જશે,

  • 25 Jul 2021 06:04 AM (IST)

    બીજા સેટ બાદ મનુ ભાકર પાછળ

    બીજા સેટ બાદ મનુ ભાકર પાછળ , હવે તેઓ ટૉપ 10માં. તેમની બંદૂકમાં કંઇ સમસ્યા આવી જેના કારણે તેમની 5 મિનિટ ખરાબ થઇ.

  • 25 Jul 2021 05:53 AM (IST)

    પહેલા સેટ બાદ મનુ ભાકર ત્રીજા રેન્ક પર

    પહેલા સેટ બાદ મનુ ભાકર ત્રીજા રેન્ક પર આવી ગયા છે. યશશ્વિની સિંહ દેસવાલ અત્યારે 27માં સ્થાન પર છે.

  • 25 Jul 2021 05:47 AM (IST)

    મનુ ભાકરની શરુઆત સારી

    10મીટર એર પિસ્ટલ ક્વોલિફિકેશન મુકાબલો શરુ. મનુ ભાકરની શરુઆત સારી તેઓ ટૉપ 10માં છે. જ્યારે ભારતના યશશ્વિની સિંહ દેસવાલ 42માં સ્થાન પર.

  • 25 Jul 2021 05:40 AM (IST)

    મહિલા 10મીટર એર પિસ્ટલ ક્વોલિફિકેશનમાં 8 શૂટર્સ જશે ફાઇનલમાં

    મહિલા 10 મીટર એર પિસ્ટલ ક્વોલિફિકેશનમાં દરેક શૂટરને 60 શોટ્સ આપવામાં આવશે. જેમાં 10 શોટના 6 સેટ હશે. જેમાં સૌથી વધારે સ્કોર કરનારા 8 શૂટર્સ ફાઇનલમાં ક્વોલિફાઇ કરશે.

  • 25 Jul 2021 05:30 AM (IST)

    મનુ ભાકર અને યશશ્વિની સિંહ દેસવાલ કરશે શરુઆત

    આજે સૌથી પહેલા 10 મીટર એર પિસ્ટલ મુકાબલો થશે. જેમાં ભારતના મનુ ભાકર અને યશશ્વિની સિંહ દેસવાલ ભાગ લઇ રહ્યા છે.

Published On - Jul 25,2021 5:13 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">