21 જાન્યુઆરીના મહત્વના સમાચાર : મહેસાણામાં મુંબઈ જતી બસમાંથી પકડાયું શંકાસ્પદ ઘી, સીટની નીચે ચોરખાનામાં છુપાવાયો હતો જથ્થો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2025 | 10:13 AM

આજે 21 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

21 જાન્યુઆરીના મહત્વના સમાચાર : મહેસાણામાં મુંબઈ જતી બસમાંથી પકડાયું શંકાસ્પદ ઘી, સીટની નીચે ચોરખાનામાં છુપાવાયો હતો જથ્થો

LIVE NEWS & UPDATES

  • 21 Jan 2025 10:13 AM (IST)

    રાજકોટ: હિરાસર ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલ તૈયાર

    રાજકોટ: હિરાસર ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલ તૈયાર થઇ ગયુ છે. 9 ફેબ્રુઆરીએ નવા ટર્મિનલનું લોકાર્પણ કરાશે. 23 હજાર ચો. મીટરમાં ફેલાયું છે નવું ટર્મિનલ. ATC ટાવર અને 256 CCTVથી સજ્જ છે. 4 એરોબ્રીજથી મુસાફર ટર્મિનલમાંથી સીધા ફ્લાઈટમાં પહોંચી શકશે. બે હજાર આઠસો મુસાફરોને એક સાથે હેન્ડલ કરવાની ક્ષમતા છે્. એક સાથે 14 વિમાન પાર્ક થાય તેવી સુવિધા આપવામાં આવી છે.

  • 21 Jan 2025 08:27 AM (IST)

    બનાસકાંઠાઃ ધાનેરા બંધના એલાન સાથે જન આક્રોશ સભા

    બનાસકાંઠાઃ ધાનેરા બંધના એલાન સાથે જન આક્રોશ સભા યોજાશે. પૂર્વ ધારાસભ્યો સાથે ધાનેરાના ધારાસભ્ય પણ સભામાં જોડાશે. ધાનેરા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યુ છે. ધાનેરાના વિવિધ વેપારી સંગઠનો ધાનેરા બંધને ટેકો આપશે.

  • 21 Jan 2025 07:36 AM (IST)

    મહેસાણા: ફતેપુરા બાયપાસ સર્કલ પાસે ઝડપાયું શંકાસ્પદ ઘી

    મહેસાણા: ફતેપુરા બાયપાસ સર્કલ પાસે શંકાસ્પદ ઘી ઝડપાયું છે. પાટણથી મુંબઇ જતી ખાનગી બસમાં શંકાસ્પદ ઘી ઝડપાયું. બસની સીટ નીચે ચોરખાનામાં દારૂ છુપાવાયો હતો. મહેસાણા તાલુકા પોલીસ અને DySPએ તપાસ હાથ ધરી.

  • 21 Jan 2025 07:35 AM (IST)

    સુરેન્દ્રનગરઃ લીંબડીના લક્ષ્મીસર ગામે જૂથ અથડામણ

    સુરેન્દ્રનગરઃ લીંબડીના લક્ષ્મીસર ગામે જૂથ અથડામણ થઇ. બે જુથો વચ્ચે ઘાતક હથિયારોથી મારામારી થઇ. મારામારીમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા. પ્રાથમિક તપાસમાં જુના મનદુઃખમાં અથડામણ થઇ હોવાનું સામે આવ્યુ છે.

અમેરિકામાં  47માં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા. વ્હાઇટ હાઉસમાં બાઇડન સાથે કરી મુલાકાત. વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને પત્ર લખી પાઠવી શુભેચ્છા. રાષ્ટ્રપતિ ટ્રમ્પના શપથ સમારોહમાં ભારત વતી વિદેશપ્રધાન જયશંકરની ઉપસ્થિતિ. જમીન સંબંધિત કેસમાં પૂર્વ IAS પ્રદીપ શર્માને 5 વર્ષની સજા. સરકારી જમીન ખાનગી કંપનીને આપી અંગત લાભ મેળવવાનો આરોપ. ખ્યાતિકાંડના આરોપી કાર્તિક ફરતે ગાળિયો. કાર્તિકને સાથે રાખીને ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસ. ફાઇલ, ચેક સહિત મહત્વની સામગ્રી કરી કબજે.  સુરતમાં કથાકાર પ્રદીપ મિશ્રાએ યુવતીઓને લવ જેહાદીઓથી ચેતવી. કહ્યું ખોટા વ્યક્તિનો બંગલો જોઇને ફસાયા તો ફ્રિજમાં મળશે 41 ટુકડા. રાજ્યમાં HMPVનો વધુ એક કેસ. મહેસાણાના 69 વર્ષીય વૃદ્ધા પોઝિટિવ. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. રાજ્યમાં કુલ 7 કેસ.

Published On - Jan 21,2025 7:33 AM

Follow Us:
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">