અવની લેખરા પેરાલિમ્પિક્સ 2024માં બીજો મેડલ જીતવામાં ચૂકી, તો પણ તેને મળશે 3 કરોડ રૂપિયા, આ છે કારણ
ભારતીય શૂટર અવની લેખા પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં તેનો બીજો મેડલ જીતવામાંથી ચૂકી ગઈ. અવનીએ 10 મીટર એર રાઈફલ SH1માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અવની 50 મીટર રાઈફલ 3 પોઝિશન SH1 ફાઈનલમાં પાંચમાં સ્થાને રહી હતી. અવની બીજો મેડલ જીતવામાં ચૂકી ગઈ હતી. છતાં તેને 3 કરોડ રૂપિયા ઈનામ તરીકે મળશે.
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ જીતનારી શૂટર અવની લેખારા તેના બીજા મેડલની ખૂબ નજીક આવીને હારી ગઈ. 10 મીટર એર રાઈફલ SH1 માં ગોલ્ડ મેડલ જીત્યા બાદ, અવનીએ હવે 50 મીટર રાઈફલ 3 પોઝિશન SH1 ફાઈનલમાં જોરદાર પ્રદર્શન કર્યું, પરંતુ તે પાંચમાં ક્રમે રહી. જો કે આ યાદગાર પ્રદર્શન બાદ તે અમીર બનશે તે નિશ્ચિત છે. ભારત પરત ફરવા પર તેને 3 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા અવની લેખરાએ 2020 પેરાલિમ્પિકમાં 10 મીટર એર ઈવેન્ટ SH-1માં ગોલ્ડ મેડલ સહિત કુલ 2 મેડલ જીત્યા હતા.
બીજા મેડલની નજીક આવ્યા બાદ અવની હારી
ભારતની અવની લેખરાએ મહિલાઓની 50 મીટર રાઈફલ 3 પોઝિશન એસએચ1 ફાઈનલમાં સારી શરૂઆત કરી હતી. સિરીઝ-1માં તેણે કુલ 51.1નો સ્કોર કર્યો, સિરીઝ 2 માં 48.9 પોઈન્ટ મેળવ્યા. જ્યારે સિરીઝ-3 માં કુલ સ્કોર 50.9 હતો. તે 15 શોટ પછી 150.9 ના સંયુક્ત સ્કોર સાથે બીજા સ્થાને હતી. ત્યારબાદ પ્રોન પોઝિશનની સિરીઝ-1માં તેણે કુલ 50.6નો સ્કોર કર્યો. સિરીઝ-2 માં 49.9 પોઈન્ટ અને સિરીઝ-3 માં 50.1 પોઈન્ટ્સ મેળવ્યા. પરંતુ આ રાઉન્ડ બાદ તે છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ હતી.
! Despite another strong performance from Avani Lekhara, she unfortunately missed out on securing her second medal at the Paris Paralympics.
She finished 5th with a score of 420.6.
Keep your chin up champ, we are all proud of… pic.twitter.com/r6BUE6yRwF
— Sportwalk Media (@sportwalkmedia) September 3, 2024
એલિમિનેશન રાઉન્ડમાં મળી હાર
આ પછી સ્ટેન્ડિંગ પોઝિશન રાઉન્ડ રમાયો હતો. સ્ટેન્ડિંગ પોઝિશનની સિરીઝ-1માં અવનીએ કુલ 48.8 સ્કોર કર્યો. સ્ટેન્ડિંગ પોઝિશનની સિરીઝ-2 માં અવની લેખરા 50.4 નો સ્કોર હાંસલ કરવામાં સફળ રહી. જે બાદ અવની લેખરા પાંચમાં સ્થાને પહોંચી ગઈ. પરંતુ તેને એલિમિનેશન રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
Result Update: #ParaShooting R8 Women’s 50m Rifle 3P SH1 Final
The sensational @AvaniLekhara gave it her all but couldn’t make it to the podium. She scored 420.6 in the final to finish 5th.
Forever proud of you, Avani Kudos to your valiant effort
India, let’s… pic.twitter.com/b1AA64AJDi
— SAI Media (@Media_SAI) September 3, 2024
રાજસ્થાન સરકાર 3 કરોડ રૂપિયા આપશે
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ગોલ્ડ મેડલ જીતવા બદલ રાજસ્થાન સરકાર અવની લેખરાને 3 કરોડ રૂપિયા આપશે. વાસ્તવમાં, 2020-21ના બજેટમાં રાજસ્થાન સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીને 3 કરોડ રૂપિયા આપવામાં આવશે. જ્યારે સિલ્વર મેડલ માટે 2 કરોડ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ માટે 1 કરોડ રૂપિયા આપવામાં આવશે. આવી સ્થિતિમાં અવની લેખરાને ભારત પરત ફરવા પર 3 કરોડ રૂપિયા મળવાની ખાતરી છે. આ પહેલા તેને ટોક્યો ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીતવા બદલ 3 કરોડ રૂપિયા મળ્યા હતા.
આ પણ વાંચો: 20 વર્ષની ઉંમરે થયું કરિયર સમાપ્ત, હવે નક્કી કરશે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું ભાગ્ય, BCCIએ કરી મોટી જાહેરાત