Tokyo Olympics થી ઘરે પહોંચતા જ એથલેટ પર દુઃખનો પહાડ તૂટ્યો, માતા એ છુપાવી રાખી હતી આ વાત
ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) સમાપ્ત થવા બાદ લગભગ તમામ ભારતીય ખેલાડી સ્વદેશ પરત ફર્યા છે. એકવાર ફરી થી ટ્રેનિંગ શરુ કરવા પહેલા ખેલાડીઓ પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે.
ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) પૂરો થાય તે પહેલા જ ઘણા ખેલાડીઓ દેશ પરત ફર્યા છે. જ્યાં કેટલાકના ઘરમાં જીતની ઉજવણી ચાલી રહી છે, તો કેટલાક ને શોક છવાયો છે. ટોક્યો ઓલિમ્પિક્સ ભારતીય એથલેટ એસ ધનલક્ષ્મી (S Dhanalakshmi) માટે સારો નહોતો રહ્યો. પરંતુ સ્વદેશ પરત ફરતા તેની પર એનાથી પણ મોટો પહાડ તૂટી પડ્યો હતો. ધનલક્ષ્મી ઘરે પરત ફરી અને ત્યાં પહોંચતાની સાથે જ તેના પરિવારે તેને તેની બહેનના મૃત્યુ વિશે જણાવ્યું. ત્યારબાદ ધનલક્ષ્મીને સંભાળવી જ મુશ્કેલ બની ગઈ હતી.
ધનલક્ષ્મીએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ (NIS), પટિયાલામાં 200 મીટર હીટમાં પીટી ઉષાનો રેકોર્ડ અને દુતી ચંદ સામે 100 મીટરમાં ગોલ્ડ જીત્યો હતો. 100 મીટરમાં તેણીએ 11.39 સેકન્ડના સમય સાથે ગોલ્ડ જીત્યો હતો. 200 મીટરમાં તેણે 23.26 સેકન્ડના સમય સાથે નવો રેકોર્ડ બનાવ્યો હતો. 23 વર્ષ અગાઉ પીટી ઉષાનો 23.30 સેકન્ડનો તેણે રેકોર્ડ તોડ્યો હતો.
ધનલક્ષ્મી તેની બહેનના મૃત્યુની વાત સાંભળીને રડી પડી
ધનલક્ષ્મી તેની સાથી ખેલાડી શુભા વેંકટરામન સાથે તિરુચિરાપલ્લી પહોંચી હતી. તે મીડિયા સાથે તેના ટોક્યો ઓલિમ્પિકના અનુભવ વિશે વાત કરી રહી હતી. ત્યારે તે અચાનક જોર જોરથી રડવા લાગી હતી. હકીકતમાં, જ્યારે ધનલક્ષ્મી ઘરે પહોંચી, ત્યારે તેને તેની બહેન વિશે કહેવામાં આવ્યુ હતુ. ધનલક્ષ્મીની બહેને તેની કારકિર્દીમાં તેને ઘણી મદદ કરી હતી. ધનલક્ષ્મી નિચે બેસી ગઇ હતી અને તેના હાથમાં ચહેરો લઈને ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડી હતી. આ દોડવીરે તેના જીવનની શરૂઆતમાં તેના પિતા શેખરને ગુમાવ્યા હતા. તેની માતા ઉષા એક ખેડૂત હતી.
ધનલક્ષ્મી, ખોખો ખેલાડીમાંથી સ્પ્રિન્ટર બની
દોડવીર ધલક્ષ્મીને તમિલનાડુના એથ્લેટિક્સમાં ઉભરતો ચહેરો માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેની માતા ઉષા અને પરિવારના અન્ય સભ્યો ઓલિમ્પિકમાં ભાગ લેવાનો અને રમવાનો અર્થ જાણતા હતા. તે ઈચ્છતા ન હતા કે ધનલક્ષ્મીનું ધ્યાન રમતથી ભટકે. આથી તેણે આ વાત ધનલક્ષ્મીથી છુપાવી રાખી હતી. જોકે, જ્યારે ઘરે આવીને ધનલક્ષ્મીને આ વિશે ખબર પડી ત્યારે તે બેસીને રડવા લાગી. પરિવારના સભ્યો માટે તેને સંભાળવું મુશ્કેલ બન્યું હતુ. ધનલક્ષ્મી તેના શરૂઆતના દિવસોમાં ખો-ખો રમતવીર હતી અને શાળામાં શારીરિક શિક્ષણ શિક્ષકે તેને સ્પ્રિન્ટ પર જવાનું સૂચન કર્યું હતું. તેણે ભારતીય રેલવે એથલેટના રુપમાં ટોક્યો ઓલિમ્પિક તરીકે તાલીમ લીધી હતી.