AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: જસપ્રિત બુમરાહે કર્યો ખુલાસો, WTC Final ની નિષ્ફળતા નોટિંગહામમાં કેવી રીતે સફળતામાં બદલી

જસપ્રિત બુમરાહે (Jasprit Bumrah) જૂનમાં રમાયેલી ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (WTC Final) મેચમાં એક પણ વિકેટ હાંસલ કરી નહોતી. જ્યારે નોટિંગહામમં બંને ઇનીંગમાં તે ભારતનો સૌથી સફળ બોલર્સ તરીકે સાબિત થયો હતો.

IND vs ENG: જસપ્રિત બુમરાહે કર્યો ખુલાસો, WTC Final ની નિષ્ફળતા નોટિંગહામમાં કેવી રીતે સફળતામાં બદલી
Jasprit Bumrah
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 11:55 PM
Share

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમ્યાન, બંને ટીમો તરફ થી કેટલાક ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ઇંગ્લેન્ડના માટે કેપ્ટન જો રુટનુ શતક, ઓલી રોબિન્સનની 5 વિકેટ અને 39 વર્ષીય જેમ્સ એન્ડરસનના મુશ્કેલ બોલની અસર. જ્યારે ભારત તરફ થી બે ખેલાડીઓએ અત્યાર સુધીમાં વધારે પ્રભાવિત કર્યા છે. જેમાં કેએલ રાહુલ (KL Rahul) અને જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) સમાવેશ થાય છે.

રાહુલે પ્રથમ ઇનીંગ દરમ્યાન અર્ધશતક લગાવ્યુ હતુ. જ્યારે બુમરાહ બંને ઇનીંગમાં ભારતના સૌથી સફળ બોલર રહ્યો હતો. વાત હાલમાં જસપ્રિત બુમરાહની, જેણે લગભગ દોઢ મહિના પહેલા આઇસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC Final) માં પોતાની બોલીંગને લઇને ટીકાઓ સહેવી પડી હતી. હવે બુમરાહે બતાવ્યુ છે કે, દોઢ મહિનાની અંદર તેણે શુ પરીવર્તન કર્યુ. જેનાથી નોટિંગહામમાં પોતાની અસર દેખાઇ.

ન્યુઝીલેન્ડની સામે જૂનમાં સાઉથમ્પટનમાં રમાયેલી ફાઇનલ મેચમાં, બુમરાહ બંને માંથી એક પણ ઇનીંગમાં એક પણ વિકેટ મેળવી શક્યો નહોતો. તેના સિવાયના ઝડપી બોલરોને સફળતા મળી હતી. જોકે બુમરાહે સ્પષ્ટ કર્યુ હતુ કે, તેણે તે નિરાશાજનક પ્રદર્શન બાદ પોતાની ટેકનિકમ કે બોલીંગમાં કોઇ જ મોટુ પરિવર્તન કર્યુ નહોતુ. તેના બદલે તેણે પોતાની માનસિકતા બદલી હતી અને તેનો ફાયદો તેને નોટિંગહામમાં મળ્યો હતો.

ફક્ત માનસિકતામાં બદલાવ કર્યો, બોલીંગમાં નહી

બુમરાહે ઇંગ્લેન્ડની સામે પ્રથમ ઇનીગમા ભારત તરફ થી સૌથી વધારે 4 વિકેટ મેળવી હતી. જ્યારે બીજી ઇનીંગમાં એક વખત ફરી થી બુમરાહ ભારતીય બોલીગનો સ્ટાર સાબિત થયો હતો. તેણે ટેસ્ટ ક્રિકેટમાં છઠ્ઠી વખત એક જ ઇનીંગમાં 5 વિકેટ ઝડપવાનો કમાલ કર્યો હતો. પોતાના આ પ્રદર્શનના અંગે વાત કરતા ભારતીય બોલરે કહ્યુ, ઇમાનદારીથી કહુ તો, ખાસ કંઇ પરીવર્તન નહોતુ કરવુ પડયુ. ફકત માનસિકતામાં થોડુક પરિવર્તન કરવુ પડ્યુ હતુ. સંભવિત પરિણામ પર ધ્યાન ના આપીને વર્તમાનમાં જીવવા અને પોતાના કૌશલ્ય પર ભરોસો કરવા અને ક્રિકેટનો આનંદ ઉઠાવવાથી જોડાયેલો છે.

બુમરાહે સાથે જ કહ્યુ કે, તે પોતાની રમતમાં હંમેશા સુધારો કરવાનુ પસંદ કરે છે. જોકે તેણે વધારે કંઇ બદલ્યુ નથી. સ્ટાર પેસરે કહ્યુ, મે ખાસ કોઇ પરિવર્તન નથી કર્યુ, અને આમ નહી કરવા માટે ઇચ્છુ છુ. હું હમેશા પોતાની રમતમાં સુધારો કરવાની કોશિષ કરતો રહુ છુ. સાથે જે તેમાં નવી બાબતોને જોડવાનો પ્રયાસ કરુ છુ. તેની સાથે એવી બાબતોને લઇ આગળ વધવા ઇચ્છુ છુ, જે હજુ પણ મારી પાસે છે.

પ્રથમ ટેસ્ટ વરસાદના વિક્ષેપ થી ડ્રો જાહેર થઇ

પાંચમા દિવસની સંપૂર્ણ રમતને વરસાદે ધોઇ નાંખી હતી. ભારતીય ટીમ મજબૂત સ્થિતી ટેસ્ટમાં ધરાવતી હતી. આ દરમ્યાન જ ઇંગ્લેન્ડને હાર થી બચાવતો વરસાદ વરસ્યો હતો. વરસાદને લઇને રવિવારના દિવસની રમતને વરસાદે ધોઇ નાંખી હતી. જેને લઇ અંતિમ દિવસને રમ્યા વિના જ સમાપ્ત ઘોષિત કરી દેવામાં આવી હતી. આમ પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.

 આ પણ વાંચોઃ Tokyo Olympics: નિરજના પરિવાર સાથે વાત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ, મરાઠા વાતો નથી કરતા, ઇતિહાસ રચે છે

 આ પણ વાંચોઃ IND vs ENG: વરસાદે ભારતની જીતની આશાઓ પર ફેરવ્યુ પાણી, નોટિંગહામ ટેસ્ટ ડ્રો પર સમાપ્ત જાહેર કરાઇ

g clip-path="url(#clip0_868_265)">