Viral Video: ICCએ કૂતરાને આપ્યો ICC Dog of the Month Special Award જુઓ video
તાજેતરમાં, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝ દરમિયાન (ENG Vs IND Test Series), 'જારવો' નામની વ્યક્તિ મેદાનમાં પ્રવેશ કર્યો હતો.ત્યારબાદ થોડા દિવસો પહેલા ક્રિકેટના મેદાનમાં એક કુતરાએ પ્રવેશ કર્યો હતો.
ICC : તાજેતરમાં, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝ દરમિયાન (ENG Vs IND Test Series), ‘જારાવો’ નામની વ્યક્તિ મેદાનમાં પ્રવેશી હતી. જારવોએ લોર્ડ્સ ટેસ્ટ (Lord’s Test)માં મેદાનમાં પ્રવેશ કર્યો ત્યારે લોકોએ મજાક તરીકે આ વસ્તુને વધારે મહત્વ આપ્યું ન હતું. પરંતુ વારંવાર આવું કર્યા બાદ જારવોની સોશિયલ મીડિયા (Social media) પર ઘણી ટીકા થઈ હતી. એક તરફ, જ્યાં લોકોએ રમતને બગાડવા માટે મેદાનમાં જારવોને બોલાવ્યા હોવાની અફવા થઈ હતી, બીજી તરફ, બીજી એક ઘટના બની જેણે સોશિયલ મીડિયા (Social media)પર હંગામો મચાવ્યો છે.
આયર્લેન્ડમાં મહિલાઓની મેચ દરમિયાન, એક નાનો કૂતરો મેદાનમાં પ્રવેશ્યો અને બોલને તેના મોંથી પકડ્યો અને ચાલવા લાગ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.
We have an additional Player of the Month winner this time 🐶#POTM | @cricketireland | @IrishWomensCric pic.twitter.com/UJjAadIxdA
— ICC (@ICC) September 13, 2021
એવું બન્યું કે બ્રેડી ક્રિકેટ ક્લબ (Brady Cricket Club)માં બ્રીડીઅને સીએસએનઆઈ વચ્ચે ઓલ આયર્લેન્ડની સેમીફાઇનલ મેચ (Semifinal match)રમાઈ રહી હતી. ઇનિંગની 9 મી ઓવર દરમિયાન, એક કૂતરો મેદાનમાં ઝડપથી દોડ્યો અને બોલ પકડ્યા પછી દોડવા લાગ્યો. કૂતરાની આ પ્રક્રિયાના કારણે રમત થોડા સમય માટે અટકી ગઈ હતી. આ પછી, નોન-સ્ટ્રાઈકર પર ઉભેલી મહિલા બેટ્સમેને (Women’s batsmen)પેલા મનોરમ કૂતરાને પાસે બોલાવ્યો અને તેના મો ઢામાંથી બોલ કાઢ્યો હતો. ત્યારબાદ કૂતરાને બહાર લઈ ગયો. દરેકને આ વિડીયો ઘણો પસંદ આવ્યો હતો.
🐶 Great fielding…by a small furry pitch invader!@ClearSpeaks #AIT20 🏆 pic.twitter.com/Oe1cxUANE5
— Ireland Women’s Cricket (@IrishWomensCric) September 11, 2021
એટલું જ નહીં, ICC એ આ વીડિયો પણ શેર કર્યો અને ખાસ એવોર્ડથી સન્માનિત પણ કર્યો હતો. કૂતરાની તસવીર શેર કરતા ICC એ કેપ્શનમાં લખ્યું, ‘ICC Dog of the Month, Special Award’. આ સિવાય આઈસીસીએ તેની પોસ્ટમાં કૂતરાને ‘આયર્લેન્ડ ક્રિકેટનો બેસ્ટ ફિલ્ડર’ પણ લખ્યો હતો. આઈસીસીના આ હાવભાવ પર સોશિયલ મીડિયા યુઝર્સ જબરદસ્ત પ્રતિક્રિયા આપી રહ્યા છે.
બ્રીડી ક્લબે મેચ જીતી લીધી
મેચ દરમિયાન બનેલી આ ઘટનાએ દરેકનું મનોરંજન કર્યું હતુ. આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર તેનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેને સૌ કોઇ પસંદ કરી રહ્યા છે. જ્યાં સુધી મેચના પરિણામની વાત છે, બ્રીડી ક્રિકેટ ક્લબે આ મેચ સરળતાથી જીતી લીધી. સિવિલ સર્વિસિસ ટીમ 12 ઓવરમાં 9 વિકેટના નુકશાને માત્ર 63 રન જ બનાવી શકી હતી અને ડકવર્થ લુઈસ નિયમ મુજબ બ્રીડી ક્લબે મેચ 11 રનથી જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. પરંતુ મેચમાં વાસ્તવિક આનંદની જમાવટ તે કૂતરાની થોડી સેકંડની હરકતે કરી હતી.
આ પણ વાંચો : IPL 2021: ધોનીની ટીમને પ્રથમ મેચને લઇ જ સામે આવ્યુ સંકટ, ફાફ ડુ પ્લેસિસ નહી રમી શકે, ઓપનીંગ માટે મોટો સવાલ